Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: શું સંજુ સેમસન જાણી જોઈને આ ભારતીય ખેલાડીને ચાન્સ નથી આપી રહ્યો?

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પસંદગીમાંIPLનું પ્રદર્શન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કેટલીક જગ્યાઓ માટે ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા છે. જેમાં વિકેટકીપર-બેટ્સમેનના સ્થાન માટે સંજુ સેમસન પોતાનો દાવો રજૂ કરી રહ્યો છે અને તેની સામે અન્ય એક દાવેદાર રાજસ્થાન રોયલ્સનો સાથી ખેલાડી ધ્રુવ જુરેલ છે. જેને રાજસ્થાનની ટીમમાં ઉપરના ક્રમે બેટિંગ માટે તક ન મળતા સવાલો ઊભા થયા છે.

IPL 2024: શું સંજુ સેમસન જાણી જોઈને આ ભારતીય ખેલાડીને ચાન્સ નથી આપી રહ્યો?
Sanju Samson & Dhruv Jurel
Follow Us:
| Updated on: Apr 11, 2024 | 6:47 PM

IPL 2024માં રમી રહેલા ઘણા ખેલાડીઓના પ્રદર્શન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કારણ કે આ ટૂર્નામેન્ટ પછી T20 વર્લ્ડ કપ 2024 શરૂ થશે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી IPLથી લઈને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં ઘણા એવા ખેલાડીઓ છે, જેમણે પોતાનું ડેબ્યૂ કર્યું છે અને પ્રભાવિત કર્યા છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલ તેમાંથી એક છે.

સંજુ સેમસન પર લાગ્યો આરોપ

ધ્રુવ જુરેલને T20 વર્લ્ડ કપ માટે કીપર-બેટ્સમેન (ફિનિશર)ની ભૂમિકા માટે દાવેદાર માનવામાં આવી રહ્યો છે, પરંતુ વર્તમાન IPL સિઝનમાં તેને પ્રતિભા બતાવવાની અટેલી તક મળી નથી. એવામાં અચાનક એવા આરોપો લાગી રહ્યા છે કે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન જાણી જોઈને તેને તક નથી આપી રહ્યો. હવે સવાલ એ છે કે આ આરોપોમાં કેટલી સત્યતા છે?

ધ્રુવ જુરેલને વધુ તક મળી નથી!

ધ્રુવ જુરેલે છેલ્લી IPL સિઝનમાં એક પ્રભાવશાળી ખેલાડી તરીકે ટૂંકી પરંતુ ઝડપી ઈનિંગ રમીને પોતાની ઓળખ બનાવી હતી. ઉત્તર પ્રદેશના આ વિકેટકીપર બેટ્સમેનને ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં કીપર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો, જ્યાં તે ચોથી ટેસ્ટમાં સ્ટાર સાબિત થયો હતો. ત્યારથી, દરેક તેને IPL અને પછી T20 વર્લ્ડ કપમાં જોવા માટે ઉત્સુક હતા, પરંતુ અત્યાર સુધી તેને વધુ તક મળી નથી.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

સોશિયલ મીડિયા પર સંજુ થયો ટ્રોલ

તો શું સંજુ સેમસનને કારણે? સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આવા આક્ષેપો શા માટે થઈ રહ્યા છે? સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ સંજુ સેમસનને ટાર્ગેટ કરી રહ્યા છે કારણ કે તેઓ માને છે કે સંજુ T20 વર્લ્ડ કપ માટે પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માંગે છે અને તેના માટે ધ્રુવથી સ્પર્ધા છે. વાસ્તવમાં, બંને ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં વિકેટકીપર-બેટ્સમેન અને ફિનિશર તરીકે સ્થાન મેળવી શકે છે. આવી સ્થિતિમાં, એ હકીકતમાં કંઈક તથ્ય છે કે બંને એક જ સ્થાન માટે સ્પર્ધા કરી રહ્યા છે.

સંજુ સેમસન પર કેમ ઉઠયા સવાલ?

તો શું ખરેખર આ કારણે સંજુ ધ્રુવ જુરેલને વધુ ચાન્સ નથી આપી રહ્યો? શું તે ખરેખર તેની તકને મજબૂત કરવા માટે આવું કંઈક કરી રહ્યો છે? રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે અને ધ્રુવ પાંચેયમાં પ્લેઈંગ 11નો ભાગ રહ્યો છે, પરંતુ સેમસને દરેક વખતે કીપિંગ કર્યું છે. પણ આ કોઈ નવી વાત નથી. જોસ બટલર જેવા મહાન કીપર હોવા છતાં સેમસન આ જવાબદારી નિભાવે છે કારણ કે વિકેટકીપિંગ કરી રમતને સમજવામાં તેને કેપ્ટશીપમાં મદદ મળે છે.

શું જુરેલને ખરેખર તકો મળતી નથી?

હવે વાત કરીએ બેટિંગની. સૌ પ્રથમ, એ સમજવું જરૂરી છે કે બેટિંગ ક્રમ ફક્ત કેપ્ટન દ્વારા નક્કી કરવામાં આવતો નથી, પરંતુ મુખ્ય કોચ દ્વારા પણ નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જુરેલ ક્યારે બેટિંગ કરશે તે એકલા સેમસનનો નિર્ણય નથી. જુરેલને આ 5માંથી 3 ઈનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી છે, જેમાં તેનો સ્કોર 20 (12 બોલ), 20 (12 બોલ) અને 2 (3 બોલ) રહ્યો છે. તેની બેટિંગ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સામે આવી ન હતી.વાસ્તવમાં, તે બે મેચોને કારણે પ્રશ્નો ઉભા થયા હતા, જેમાં ટીમે વહેલી વિકેટ ગુમાવી હોવા છતાં, રવિચંદ્રન અશ્વિનને જુરેલના સ્થાને પાંચમાં સ્થાને બઢતી આપવામાં આવી હતી. તેમાંથી જુરેલે દિલ્હી સામે બેટિંગ કરી હતી અને 20 રન બનાવ્યા હતા, પરંતુ મુંબઈ સામે તેને તક મળી ન હતી અને તે પહેલા જ શુભમ દુબેને મોકલવામાં આવ્યો હતો.

જુરેલ સાથે આવું કરવાનું કારણ શું?

વાસ્તવમાં, રાજસ્થાનની ટીમ બેટ્સમેનોને તેમના બેટિંગ ક્રમમાં નિર્ધારિત ભૂમિકાઓ અનુસાર તક આપી રહી છે અને આમાં જુરેલની ભૂમિકા ફિનિશરની છે, જે છેલ્લી ઓવરોમાં ઝડપી બેટિંગ કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં પણ જુરેલની આ જ ભૂમિકા છે. હવે જો એવી દલીલ કરવામાં આવે છે કે જુરેલને અશ્વિન પહેલા મોકલવો જોઈતો હતો, તો તેનું કારણ અશ્વિનની પ્રેશર સહન કરવાની ક્ષમતા છે, જે તેણે દિલ્હી અને મુંબઈ સામે ખૂબ જ સારી રીતે સાબિત કરી બતાવી છે.

જુરેલે તકનો લાભ ઉઠાવ્યો?

તેનાથી વિપરિત, દિલ્હી સામે 14મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યા બાદ પણ ધ્રુવ 18મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો, જ્યારે RCB સામે રનચેઝ કરતી વખતે જ્યારે 26 બોલમાં 29 રનની જરૂર હતી ત્યારે ક્રીઝ પર આવેલ જુરેલ માત્ર 3 બોલમાં આઉટ થઈ ગયો હતો. આનો અર્થ એ છે કે તે સ્પષ્ટ છે કે જુરેલ ઝડપથી રન બનાવવા માટે સક્ષમ છે પરંતુ જ્યારે પણ તેને લાંબી ઈનિંગ રમવાની તક મળી, ત્યારે તે તેમાં નિષ્ફળ ગયો. એટલે કે, જુરેલનો ઉપયોગ છેલ્લી ઓવરોમાં તેને મળેલી ફિનિશરની ભૂમિકા અનુસાર કરવામાં આવી રહ્યો છે અને તેને કોઈપણ રીતે ટીમમાં સ્થાન ન આપવાના ષડયંત્રના આરોપો પાયાવિહોણા લાગે છે.

આ પણ વાંચો : IPL 2024 : મુંબઈ ઈન્ડિયન્સને જીત તો મળી, પરંતુ હાર્દિક માટે હજુ એક મોટું ટેન્શન બાકી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
g clip-path="url(#clip0_868_265)">