IPL 2024 : વિરાટના ખરાબ સમયમાં દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’, કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ

|

May 24, 2024 | 5:48 PM

રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. તેની 17 વર્ષની કારકિર્દીમાં કાર્તિક છેલ્લા 3 વર્ષથી RCB સહિત ઘણી ટીમો માટે રમ્યો હતો અને આ એ જ સમય હતો જ્યારે વિરાટ કોહલી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે દિનેશ કાર્તિકે વિરાટ કોહલીને સાથ આપ્યો હતો. આનો ખુલાસો ખુદ વિરાટ કોહલીએ એક વીડિયોમાં કર્યો હતો.

IPL 2024 : વિરાટના ખરાબ સમયમાં દિનેશ કાર્તિક બન્યો હમદર્દ, કોહલીએ કહ્યું- DKએ કેવી રીતે કરી તેની મદદ
Virat Kohli & Dinesh Karthik

Follow us on

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે માત્ર ટીમની સફર જ ખતમ થઈ નથી, પરંતુ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન દિનેશ કાર્તિકની કારકિર્દી પણ ખતમ થઈ ગઈ છે. કાર્તિકે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી સિઝન હશે. કમનસીબે બેંગલુરુની હાર સાથે તેનું ટાઈટલ જીતીને વિદાય લેવાનું સપનું અધૂરું રહી ગયું. કાર્તિકની નિવૃત્તિ બાદ તેની ચારે બાજુથી પ્રશંસા થઈ રહી છે અને હવે વિરાટ કોહલીએ પણ ખુલાસો કર્યો છે કે કેવી રીતે તેના ખરાબ સમયમાં કાર્તિકે તેને પરિસ્થિતિને સમજવામાં અને ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી.

2022ની IPL સિઝન વિરાટ માટે સૌથી ખરાબ રહી

IPL 2024ની સિઝનમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 741 રન બનાવ્યા હતા. ગત સિઝનમાં પણ તેના બેટથી 639 રન બનાવ્યા હતા. સતત બે જબરદસ્ત સિઝન પહેલા કોહલીએ 2022માં પણ ખરાબ તબક્કો જોયો હતો, જ્યારે તે દરેક મેચમાં સસ્તામાં આઉટ થઈ રહ્યો હતો. તેના બેટમાંથી રન નથી આવી રહ્યા અને તે દરેક વિચિત્ર રીતે પોતાની વિકેટ ગુમાવી રહ્યો હતો. આ તે સમયગાળો હતો જ્યારે કોહલીની કારકિર્દી ખતમ થવાની આશંકા હતી પરંતુ તેમ થયું નહીં અને તેણે પુનરાગમન કર્યું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

કાર્તિકને ઘણી બધી બાબતોનું જ્ઞાન છે

હવે વિરાટે ખુલાસો કર્યો છે કે કાર્તિકે તેને બે વર્ષ પહેલાના ખરાબ સમયમાં ઘણી મદદ કરી હતી. RCB દ્વારા કાર્તિક માટે એક ખાસ વીડિયો બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં તેની પત્ની, સાથી ખેલાડીઓ અને મિત્રોએ આ દિગ્ગજ ક્રિકેટરને ખાસ રીતે યાદ કર્યા હતા. આ વીડિયોમાં કોહલીએ કાર્તિક સાથેનો સમય યાદ કર્યો હતો. કોહલીએ કાર્તિકની ક્રિકેટ સિવાય ઘણી બધી બાબતોની જાણકારી હોવા બદલ વખાણ કર્યા અને કહ્યું કે તેને હંમેશા કાર્તિક સાથે વાત કરવાની મજા આવે છે.

ખરાબ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી

કોહલીએ પછી વર્ષ 2022ને યાદ કરી કહ્યું કે જ્યારે તે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તે કાર્તિક હતો જેણે તેને 2-3 વખત હળવાશથી સમજાવ્યું હતું કે વસ્તુઓ કેવી રીતે થઈ રહી છે અને કદાચ કોહલી તેને તે રીતે જોઈ શકતો ન હતો. કોહલીએ કહ્યું કે તેને હંમેશા કાર્તિકની ઈમાનદારી અને કોઈની સાથે વાત કરવાની હિંમત ગમતી હતી.

આ પણ વાંચો : IPL 2024 : અમદાવાદમાં RCB અને CSK ચાહકો વચ્ચે જોરદાર લડાઈ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુક્કાઓનો વરસાદ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article