IPL 2024: MS ધોનીએ રચ્યો ઈતિહાસ, આ મુકામ હાંસલ કરનાર બન્યો પ્રથમ વિકેટકીપર
ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડી MS ધોનીએ વિકેટકીપર તરીકે શાનદાર સિદ્ધિઓ હાંસલ કરી છે. CSKનો પૂર્વ કેપ્ટન ધોની T20 ક્રિકેટમાં 300 આઉટ કરનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. પાંચ વખત ખિતાબ જીતનાર એમએસ ધોની T20 ક્રિકેટમાં વિકેટ પાછળ 300 વિકેટ લેનારો પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
બેટિંગની સાથે સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વભરમાં વિકેટકીપિંગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. એમએસ ધોનીએ દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શૉનો કેચ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
MS ધોની આ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપનાર એકમાત્ર કીપર છે. ધોની બાદ આ લિસ્ટમાં દિનેશ કાર્તિક અને કામરાન અકમલ છે, જેમણે 274 વિકેટ લીધી છે. ક્વિન્ટન ડી કોક પાસે 270 અને જોસ બટલરને 209 પીડિતો છે.
આઈપીએલ 2024ની શરૂઆત પહેલા એમએસ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેમણે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપી હતી. એમએસ ધોનીના નેતૃત્વમાં CSKની ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે. એમએસ ધોનીએ IPLમાં 252 મેચમાં 5082 રન બનાવ્યા છે. તેણે આઈપીએલમાં 24 અર્ધસદી ફટકારી છે. ધોનીએ IPLમાં 42 સ્ટમ્પિંગ અને 145 કેચ લીધા છે.
T20માં વિકેટકીપર દ્વારા સૌથી વધુ ખેલાડીને કરાયા આઉટ
1) એમએસ ધોની – 300 2) દિનેશ કાર્તિક- 274 3) કામરાન અકમલ- 274 4) ક્વિન્ટન ડી કોક- 270 5) જોસ બટલર – 209