IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા-ગાયકવાડનું વિજયી પ્રદર્શન

IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. ચેન્નાઈની જીતનો હીરો જાડેજા રહ્યો હતો જેણે માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 67 રનની કપ્તાની ઈનિંગ રમી ચેન્નાઈને જીત અપાવી હતી.

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું, જાડેજા-ગાયકવાડનું વિજયી પ્રદર્શન
CSK
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 11:46 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે બે મેચ હાર્યા બાદ જબરદસ્ત વાપસી કરી છે. IPL 2024ની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 137 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈની ટીમે 17.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. ચેન્નાઈની જીતનો હીરો જાડેજા રહ્યો હતો જેણે માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેટિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 58 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા.

કોલકાતાની પ્રથમ હાર

કોલકાતા નાઈટ રાઈડર્સ સતત 3 મેચ જીતીને પોઈન્ટ ટેબલ પર પ્રભુત્વ જમાવી રહી હતી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સે તેમને ટુર્નામેન્ટમાં પ્રથમ હાર આપી હતી. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી. ફિલ સોલ્ટ પ્રથમ બોલ પર આઉટ થયો હતો. સુનીલ નારાયણે 27 રન અને અંગક્રિશ રઘુવંશીએ 24 રન બનાવ્યા હતા, પરંતુ બંને એક જ ઓવરમાં જાડેજાનો શિકાર બન્યા હતા, જેના પછી કોલકાતાની હાલત ખરાબ થઈ  હતી. વેંકટેશ અય્યર 3, રમનદીપ સિંહ 13, રિંકુ સિંહ 9 અને આન્દ્રે રસેલે માત્ર 10 રન બનાવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પિચે મોટી ભૂમિકા ભજવી

ચેપોકની પીચ પણ કોલકાતાની હારનું મુખ્ય કારણ હતી. ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું હતું. પ્રથમ દાવમાં બોલ પિચ પર અટકી રહ્યો હતો, જેનો ફાયદો ચેન્નાઈના બોલરોએ લીધો હતો. પરિણામે KKRના સ્ટ્રોક પ્લેયર્સ મુક્તપણે રમી શક્યા ન હતા. કોલકાતાએ તેમના બેટિંગ ક્રમમાં પણ ઘણી ભૂલો કરી હતી. જ્યારે માત્ર 20 બોલ બાકી હતા ત્યારે આન્દ્રે રસેલ ક્રિઝ પર આવ્યો હતો અને તેથી તેને પિચ પર સેટલ થવાનો સમય નહોતો મળ્યો.

પોઈન્ટ ટેબલ પર કોઈ અસર નહીં

કોલકાતાની ટીમ મેચ હારી ગઈ હોવા છતાં તેને પોઈન્ટ ટેબલમાં કોઈ નુકસાન થયું નથી. કોલકાતાની ટીમ 4 મેચમાં 3 જીત સાથે બીજા સ્થાને છે. જ્યારે ચેન્નાઈએ 5 મેચમાં ત્રીજી જીત નોંધાવી છે અને તે ચોથા સ્થાને છે. રાજસ્થાન 4 મેચમાં 4 જીત સાથે પ્રથમ સ્થાને છે અને લખનૌ 4 મેચમાં 3 જીત સાથે ત્રીજા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2024: KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી પલટી બાજી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">