Umran Malik, IPL 2023: ઉમરાન મલિકે પોતાની ગતિથી ઉડાવેલી ગિલ્લીના ટૂકડા થઈ ગયા! જુઓ Video
IPL 2023 ની 14 મી મેચમાં ઉમરાન મલીકે પંજાબના ગિલ્લી ઉડાવવા સાથે તેને તોડી નાખી હતી. જમ્મુ એક્સપ્રેસે ચાર ઓવર કરીને બે વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રવિવારે IPL 2023 ની 14 મી ટક્કર થઈ હતી. આ મેચમાં સનરાઇઝર હૈદરાબાદે પંજાબ કિંગ્સને હરાવી સિઝનમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં રાહુલ ત્રિપાઠી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે અડધી સદી નોંધાવી ટીમ માટે ઉપયોગી રમત દર્શાવી હતી. આમ પંજાબને હરાવીને સનરાઇઝર્સ હૈદરાબાદે આઠ વિકેટથી મેચની પોતાના નામે કરી હતી
પંજાબ કિંગ સે 144 રનનું લક્ષ્ય સનરાઈઝ હૈદરાબાદ સામે રાખ્યું હતું. જેને હૈદરાબાદે 17.1 ઓવરમાં જ પાર કરી દીધું હતું. ત્રિપાઠીએ 74 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ઉમરાન મલિકે પણ પોતાનુ યોગદાન મેચમાં આપ્યુ હતુ. આ દરમિયાન તેણે પોતાની ગતિ વડે પંજાબના બેટરોને પરેશાન કર્યા હતા.
બ્રારને બોલ્ડ કરી બેલ્સ તોડી
હૈદરાબાદના ઝડપી બોલર ઉમરાન મલિક પોતાની ગતિ દ્વારા જાણીતો છે. ઉમરાન મલિક પ્રતિ કલાક 150 કિલોમીટરની ઝડપે બોલને ડિલિવર કરે છે, તેની આ ગતિ હૈદરાબાદ માટે સૌથી મોટું હથીયાર છે. મલિકે પંજાબના બે ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા.
View this post on Instagram
હરપ્રીત બ્રારને પોતાનો શિકાર બનાવતા ઉમરાને બેલ્સને તોડી દીધી હતી. મલિકે પંજાબના બેટર બ્રારને ક્લીન બોલ્ડ કરી દીધો હતો. બોલ્ડ કરવા દરમિયાન વિકેટ પર રાખેલી બેલ્સ ઉમરાનના બોલ્સ થી તૂટી ગઈ હતી. મલિક તૂટેલી બિલ્સને પોતાની સાથે લઈ આવ્યો હતો. બેલ્સ તોડ્યા બાદ ઉમરાન મલિકે બતાવ્યું હતું કે, આ પ્રકારનો કમાલ પહેલા પણ તે કરી ચૂક્યો છે. ગઈ સિઝનમાં પણ ઉમરાને આ જ પ્રકારે બેલ્સને તોડી દીધી હતી. આ સિઝનમાં ઉમરાન પહેલીવાર બેલ્સ તોડી છે.
148 की स्पीड़ से उमरना मलिक ने किया हरप्रीत को क्लीन बोल्ड pic.twitter.com/3oq5PV3E2Z
— LUCKY SINGH (@LokeshS30714400) April 9, 2023
આટલી ગતિએ હતો બોલ
જે બોલ પર ઉમરાન મલિકે હરપ્રીત બ્રારને પોતાનો શિકાર બનાવ્યો હતો. એ બોલની ગતિની વાત કરવામાં આવેતો 147 કિલોમીટર પ્રતિકલાકની ગતિએ બોલ આવ્યો હતો. ઉમરાન મલિક પોતાની ઝડપ માટે જાણિતો છે.. તેણે આવી જ ગતિએ બેલ્સને તોડી દીધી હતી. આ સિવાય મલિકે પંજાબના સિકંદર રજાને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…