IPL 2023: શિખર ધવન લખનૌ સુપર કિંગ્સ સામેની મેચથી બહાર, પંજાબનો કેપ્ટન અંતિમ સમયે હટી ગયો!
IPL 2023, Shikhar Dhawan : પંજાબ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. મેચ શરુ થવા પહેલા જ પંજાબના ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે, કે શિખર ધવન શનિવારની મેચમાં નથી રમી રહ્યો.
IPl 2023 ની આજની મેચમાં પંજાબ કિંગ્સના ચાહકો માટે સારા સમાચાર નથી. પંજાબ કિંગ્સનો લડાયક કેપ્ટન શિખર ધવન લખનૌ સુપર કિંગ્સ સામેની મેચ રમી રહ્યો નથી. ટોસ સમયે શિખર ધવન મેદાને આવવાને બદલે સેમ કરન આવ્યો હતો. આમ પંજાબ કિંગ્સનુ સુકાન સેમ કરને સંભાળ્યુ છે. ઈંગ્લીશ ખેલાડી સેમ કરન ઓલરાઉન્ડર છે અને તે પંજાબ કિંગ્સની આગેવાની સંભાળતો લખનૌના ઈકાના સ્ટેડિયમમાં નજર આવી રહ્યો છે. પંજાબ કિંગ્સનો કેપ્ટન શિખર ધવન ઈજાને લઈ અંતિમ સમયે મેચથી હટી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે શનિવારે IPL 2023 ની 21 મી મેચ રમાઈ રહી છે. લખનૌ સામે આજે પંજાબને જીતની જરુર છે. અંતિમ બંને મેચ હાર્યા બાદ વિજયી શરુઆત જેવી લય ફરીથી મેળવવા માટે પંજાબ કિંગ્સે જીત મેળવવા માટે પૂરો દમ લગાવવો જરુરી છે. જોકે શિખર ધવનના રુપમાં મોટી ખોટ પંજાબને આજની મેચમાં સાલસે. શિખર ધવન લડાયક મિજાજથી ટીમ માટે મુશ્કેલ સમયમાં સંઘર્ષ કરતો જોવા મળતો હોય છે.
આ પણ વાંચોઃ Hardik Pandya ગુજરાત ટાઈટન્સ નહીં લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમતો હોત? જાતે જ કર્યો ખુલાસો
ઈજાને લઈ બહાર થયો ધવન
શિખર ધવનને અંતિમ મેચમાં ઈજા પહોંચી હતી. તેની આ ઈજા આમ તો ગંભીર નથી, જોકે આમ છતાં તે આરામ પર રહ્યો છે અને ટીમ કોઈ રીસ્ક આવી સ્થિતીમાં લેવા તૈયાર નથી. જેને લઈ ટીમ મેનેજમેન્ટે તેને સંપૂર્ણ ઠીક ના થાય ત્યાં સુધી આરામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. શિખર ધવનને જમણા ખભામાં ઈજા થઈ હતી. ઈજાની સમસ્યાને લઈ તે ઠીક અનુભવી રહ્યો નહોતો. આમ તે આખરે લખનૌ સામેની મેચમાં દૂર રહ્યો છે.
Bad news #SherSquad: Gabbar will be missing today’s game due to an injury.😢
Sadda Sam will be leading the team in his stead! 💪#LSGvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL
— Punjab Kings (@PunjabKingsIPL) April 15, 2023
પંજાબે ટોસ જીત્યો, લખનૌની બેટિંગ
ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં સેમ કરને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. આમ લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પંજાબ કિંગ્સ પોતાની ચાર મેચ સિઝનમાં રમીને 2માં જીત અને 2 માં હાર સહન કરી છે. જ્યારે લખનૌએ પોતાની ચાર મેચ રમીને 3 મેચમાં જીત મેળવી છે.
પંજાબ કિંગ્સની પ્લેઇંગ XI: સેમ કુરન (કેપ્ટન), અર્થવ ટાયડે, મેથ્યુ શોર્ટ, હરપ્રીત સિંહ ભાટિયા, સિકંદર રઝા, જીતેશ શર્મા, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ
આ પણ વાંચોઃ IPL 2023: હેરી બ્રૂકે સદી ના જોશમાં ખોઈ દીધો હોશ! ભારતીય ક્રિકેટ ચાહકોનુ કર્યુ અપમાન?
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…