AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: હેરી બ્રૂકે સદી ના જોશમાં ખોઈ દીધો હોશ! ભારતીય ક્રિકેટ ચાહકોનુ કર્યુ અપમાન?

IPL 2023 ની પ્રથમ સદી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ઓપનર હેરી બ્રૂકના બેટથી જોવા મળી છે. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બ્રૂકે શુક્રવારે આ તોફાની સદી નોંધાવી હતી.

IPL 2023: હેરી બ્રૂકે સદી ના જોશમાં ખોઈ દીધો હોશ! ભારતીય ક્રિકેટ ચાહકોનુ કર્યુ અપમાન?
Harry Brook disrespect Indian cricket fans
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 9:18 AM
Share

શુક્રવારે ઈડન ગાર્ડન્સમાં IPL 2023 સિઝનની 19મી મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ટક્કર થઈ હતી. સિઝનની પ્રથમ સદી 19 મેચ બાદ જોવા મળી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર હેરી બ્રૂકે શાનદાર રમત વડે સદી નોંધાવી હતી. જોકે કહે છે ને કે, ના મળે અને મળી જાય એટલે નશો ખુદ પર સવાર થઈ જતો હોય છે. આવુ જ કંઈક શુક્રવારે મેચ બાદ જોવા મળ્યુ હતુ. સદી નોંધાવનારા હેરી બ્રૂકે મેચ બાદ વધારે પડતા જોશમાં હોશ ગુમાવતા એવા વેણ નિકાળી દીધા કે જેનાથી ભારતીય ક્રિકેટ ચાહકોને આશ્ચર્ય સર્જાયુ છે.

હેરી બ્રૂક સિઝનમાં પોતાની ચોથી ઈનીંગ શુક્રવારે રમ્યો છે. ચોથી ઈનીંગમાં તેણે ઈડન ગાર્ડન્સમાં કોલકાતાની ટીમ સામે સદી નોંધાવી હતી. તેણે સદીના નશામાં ભારતીય ચાહકોને અપમાન કરી દીધુ હતુ. ભારતની જ ધરતી પર ભારતીય ચાહકોને માટે જ તેણે કંઈક એવા શબ્દોનો ઉપયોગ કરતા કહ્યુ હતુ.

મેચ બાદ કંઈક આમ કહ્યુ

ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામેની મેચમાં પોતાની શતકીય ઈનીંગ બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં બ્રૂકને તેના પ્રદર્શનને લઈ સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેણે શરુઆતમાં કેટલીક વાતો ઠીક કરી હતી. પરંતુ ઈન્ટરવ્યૂના અંતમાં તેણે જે કહ્યુએ આશ્ચર્ય સર્જનારુ હતુ. સામાન્ય રીતે ખેલાડીઓ પોતાના સારા પ્રદર્શન બાદ અંતમાં ફેન્સનો આભાર વ્યક્ત કરતા હોય છે. પરંતુ કોલાકાતામાં હેરી બ્રૂક કંઈક અલગ જ શબ્દોમાં જોવા-સાંભળવા મળ્યો હતો.

હૈદરાબાદના આ ઓપનરે કહ્યુ હતુ કે, “મને દર્શકોનો શોર પસંદ આવ્યો. આ એ જ ચાહકો છે જે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર મને બેકાર અને બકવાસ કહી રહ્યા હતા. પરંતુ, આજે તેમાંથી ઘણા ભારતીય ચાહકોએ મારા વખાણ કર્યા. અલબત્ત થોડા દિવસો પહેલા તે મારી મજાક ઉડાવી રહ્યા હતા. પરંતુ, સાચું કહું તો, મેં હવે તે બધાના મોં બંધ કરી દીધા છે.”

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

અણનમ સદી નોંધાવી હતી

કોલકાતા સામે ઈડન ગાર્ડન્સમાં હૈદરાબાદના ઓપનર હેરી બ્રુકે અણનમ સદી નોંધાવી હતી. તેણે 55 બોલનો સામનો કરીને 100 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 181.82 નો આ દરમિયાન રહ્યો હતો. જોકે રીતે તેણે આ રમત બાદ શબ્દો ચાહકો માટે ઉપયોગ કર્યા છે, તેનાથી તેણે કર્યા પર પાણી ફેરવ્યુ છે. આ રીતે દુનિયાના કોઈ પણ ચાહકોના દિલમાં ખેલાડી ઉતરી શકતો નથી. સારા ખરાબ સમય સાથે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર વાતો ચર્ચાતી રહે છે કે, કોઈ લખતુ રહે છે. જેના પર આવી ભાષાનો ઉપયોગ ચાહકોમાં તમારા પ્રત્યે ઉત્સાહ વધતો નથી.

આ પણ વાંચોઃ IPL 2023: MS Dhoni સાથે અભિનેત્રીની સાસુએ ફોટો પડાવ્યો અને કરી દીધી KISS, માહિની મોટી ફેન!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">