IPL 2023 : વિરાટ કોહલી ઓરેન્જ કેપ માટેની રેસમાં ટોપ 5માં પ્રવેશ્યો, માર્ક વૂડે યુઝવેન્દ્ર ચહલ પાસેથી પર્પલ કેપ છીનવી

Orange Cap and Purple Cap List: ઓરેન્જ કેપની રેસમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન ટોચ પર છે, જ્યારે કોહલી ત્રીજા સ્થાને છે. પર્પલ કેપ પર માર્ક વુડનો કબજો છે.

IPL 2023 : વિરાટ કોહલી ઓરેન્જ કેપ માટેની રેસમાં ટોપ 5માં પ્રવેશ્યો, માર્ક વૂડે યુઝવેન્દ્ર ચહલ પાસેથી પર્પલ કેપ છીનવી
વિરાટ કોહલી ઓરેન્જ કેપ રેસની ટોપ 5માં પ્રવેશ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2023 | 2:14 PM

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ શનિવારે સાંજે દિલ્હી કેપિટલ્સ સામે અડધી સદીની ઇનિંગ રમત સાથે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ટોપ-5માં સ્થાન મેળવી લીધું છે. કોહલીની આ સિઝનમાં આ ત્રીજી અડધી સદી છે અને તે 214 રન સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. દિવસની બીજી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર માર્ક વૂડે 2 વિકેટ લઈને યુઝવેન્દ્ર ચહલ પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી હતી. તેના નામે હવે IPL 2023માં સૌથી વધુ 11 વિકેટ છે.

આ પણ વાંચો : IPL 2023 Points Table: અમદાવાદમાં રાજસ્થાનને પછાડતા જ ગુજરાત ટાઈટન્સ ફરી નંબર-1 બનશે! મુંબઈની હાલત ખરાબ!

સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?
Tobacco Diseases : તમાકુના સેવનથી કયા રોગો થાય છે?
ભૂખ્યા પેટે વરિયાળીનું પાણી પીવાથી થાય છે આ ચમત્કારીક ફાયદા
જીવનમાં આગળ વધવું હોય તો આ 5 જગ્યાથી બચવા ઈન્દ્રેશજી મહારાજે આપી સલાહ
આ છે નવરાત્રીના 9 રંગ, 9 દિવસ આ રંગની સાડી પહેરી માતાજીને કરો પ્રસન્ન

શિખર ધવન મેચ ન રમવા છતાં આ યાદીમાં ટોચ પર

સૌથી પહેલા હવે ચાલો IPL 2023 માં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન પર નજર કરીએ. શિખર ધવન લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચ ન રમવા છતાં આ યાદીમાં ટોચ પર છે. ધવનને છેલ્લી મેચમાં ઈજા થઈ હતી જેના કારણે તે લખનૌ સામે રમી શક્યો ન હતો. તેના સ્થાને સેમ કુરન પંજાબની કેપ્ટનશીપ કરી હતી. આ લિસ્ટમાં શિખર ધવન અને વિરાટ કોહલી ઉપરાંત ડેવિડ વોર્નર, જોસ બટલર અને ઋતુરાજ ગાયકવાડ જેવા બેટ્સમેન લિસ્ટમાં છે.

  • શિખર ધવન – 233
  • ડેવિડ વોર્નર – 228
  • વિરાટ કોહલી – 214
  • જોસ બટલર – 204
  • ઋતુરાજ ગાયકવાડ – 197

આ પણ વાંચો : GT vs RR : આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર, જાણો કોનું પલડું ભારે?

હવે વાત કરીએ ટોપ-5 બોલરોની જેમણે આ સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી છે. માર્ક વુડ 11 વિકેટ સાથે ટોચ પર છે, જ્યારે ચહલની આ સિઝનમાં 10 વિકેટ છે. આ બે સ્ટાર બોલરો સિવાય આ લિસ્ટમાં ગુજરાત ટાઇટન્સનો રાશિદ ખાન, લખનૌ સુપર જાયન્ટ્સનો રવિ બિશ્નોઈ અને પંજાબ કિંગ્સના અર્શદીપ સિંહ છે.

  • માર્ક વુડ – 11
  • યુઝવેન્દ્ર ચહલ – 10
  • રાશિદ ખાન – 9
  • રવિ બિશ્નોઈ – 8
  • અર્શદીપ સિંહ – 8

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">