સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના નવા બેટિંગ સ્ટાર શશાંક સિંહ (Shashank Singh) એ તાજેતરમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ગ્રૂપ સ્ટેજ મેચમાં માત્ર 6 બોલમાં અણનમ 25 રન બનાવ્યા હતા. જમણા હાથના બેટ્સમેને 1 ચોગ્ગો અને 3 મોટા છગ્ગા ફટકારીને ટીમને તેની પ્રથમ ઇનિંગમાં મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી અને ટીમનો સ્કોર 190ની પાર પહોંચાડ્યો.
તમને જણાવી દઈએ કે IPL 2022 મેગા ઓક્શન દરમિયાન શશાંક સિંહને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા તેની મુળ કિંમત 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 30 વર્ષીય ખેલાડીએ હવે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત વિશે ખુલાસો કર્યો છે. બેટ્સમેને એમ પણ કહ્યું કે તેણે મધ્ય પ્રદેશમાં સ્થાનિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું. પરંતુ જ્યારે તે તેની કારકિર્દીને આગળ વધારવા માટે મુંબઈ પહોંચ્યો ત્યારે તેણે કઠોર વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો.
સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની એક મુલાકાતમાં 30 વર્ષીય શશાંકે કહ્યું કે ગુણવત્તા અને તકો મેળવવાની રાહ જોઈ રહેલા ખેલાડીઓની સંખ્યાએ તેની આંખો ખોલી અને તેને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા.
તેણે વધુમાં કહ્યું કે, “જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે હું 17 વર્ષનો હતો. હું નાનો હતો અને મને એવું લાગ્યું કે એક નાના શહેર ભોપાલથી આવીને મુંબઈની સ્પર્ધા જોઉં. તમે શિવાજી પાર્ક જાઓ. તમે આઝાદ મેદાન જાઓ, તમને ત્યાં પ્રતિભા દેખાય છે. કારણ કે જિલ્લો ઘણો નાનો છે અને તમે જાણો છો કે તમે શાળા સ્તરે સ્કોર કરી રહ્યાં છો. તમે જિલ્લા સ્તરે સ્કોર કરી રહ્યાં છો, તેથી તમે ખૂબ જ પ્રતિભાશાળી છો અને તમે રમશો.”
તેણે વધુમાં ઉમેર્યું કે, “તમે મુંબઈ આવો છો ત્યારે તમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે છે કે તમારા કરતા વધુ પ્રતિભાશાળી ખેલાડીઓ છે. જેમણે તમારા કરતા વધુ રન બનાવ્યા છે. તમારા કરતા વધુ અનુભવી છે અને તમારા કરતા નાના છે.”
જમણા હાથના બેટ્સમે શશાંક સિંહે તેના પર વિશ્વાસ દર્શાવવા અને તેને ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવા બદલ તેના પરિવારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તેમની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ (1 મે રવિવાર ના રોજ) ની ટીમ તેની આગામી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે ટકરાશે.
આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા
આ પણ વાંચો : IPL 2022 : ગુજરાતના સામે હાર્યા બાદ RCB ના સુકાની ફાફ ડુ પ્લેસિસે પોતાની ભૂલ જણાવી