IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું વિશ્લેષણઃ બોલિંગ વિભાગ મજબુત પણ બેટિંગ વિભાગમાં દમ નથી જોવા મળી રહ્યો

IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમે કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક (4 કરોડ) માં રિટેન કર્યા હતા.

IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું વિશ્લેષણઃ બોલિંગ વિભાગ મજબુત પણ બેટિંગ વિભાગમાં દમ નથી જોવા મળી રહ્યો
Sunrisers Hyderabad
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Mar 23, 2022 | 7:26 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે ટૂર્નામેન્ટમાં લીગ રાઉન્ડની તમામ મેચો મુંબઈના ત્રણ અને પૂણેમાં એક મેદાન પર રમાશે. આજે અમે તમને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમનું વિશ્લેષણ જણાવીશું. મહત્વનું છે કે આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમમાં કોઈ ખાસ દમ જોવા નથી મળી રહ્યો. ત્યારે આજે અમે તમને ટીમની તાકાત, નબળાઈ, તક અને ખતરાનું વિશ્લેષણ જણાવીએ.

ઓરેન્જ આર્મી સનરાઈઝર્સ હૈદરાબાદ પણ IPL 2022 માટે તૈયાર છે. ટીમે મેગા ઓક્શન પહેલા કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક (4 કરોડ)ને જાળવી રાખ્યા હતા. આ વખતે પણ ટીમની કપ્તાની કિવી દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન પાસે રહેશે.

સ્ટ્રેન્થઃ

ટીમની બોલિંગ સ્ટ્રેન્થ ધારદારઃ SRHએ હરાજીમાં સારા ફાસ્ટ બોલરોને ટીમમાં સામેલ કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ ભુવનેશ્વર કુમાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત કાર્તિક ત્યાગી, ટી નટરાજન, માર્કો યેન્સન, શોન એબોટ, ઉમરાન મલિક, ફઝલહક ફારૂકી પણ ટીમ સાથે જોડાયેલા છે. તેથી આ ટીમની બોલિંગ મજબૂત જોવા મળી રહી છે.

સ્પિન બોલિંગ+બેટિંગઃ  ટીમમાં એવા 3 ખેલાડીઓ છે જે બેટિંગની સાથે સ્પિન બોલિંગ પણ સારી કરી લે છે. જેમાં વોશિંગ્ટન સુંદર, અભિષેક શર્મા અને અબ્દુલ સમદનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ બેટિંગની સાથે સાથે બોલ સ્પિન કરવાની ક્ષમતા ધરાવે છે. સમદ અને અભિષેક મોટા હિટ માટે જાણીતા છે.

નબળાઈ:

કેન વિલિયમ્સન વગર ટીમ અધુરીઃ હૈદરાબાદની ટીમ પર નજર કરીએ તો ટોપ ઓર્ડરમાં કેન વિલિયમસન સિવાય એવો કોઈ ખાસ બેટ્સમેન નથી, જે ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે અથવા તો પોતાના દમ પર મેચ જીતી શકે. નિકોલસ પૂરનને હૈદરાબાદે 10.75 કરોડ રૂપિયા આપીને ટીમ સાથે જોડ્યો છે. પરંતુ આ ખેલાડીનું પ્રદર્શન છેલ્લી બે સિઝનથી ઘણું ખરાબ રહ્યું છે. ત્યારે માત્ર કેન અને નિકોલસ પુરન પર ટીમની બેટિંગ નિર્ભર ન રહી શકે.

રાશિદ ખાનની કમી ટીમને કાંટાની જેમ વાગશે

આ વર્ષે હૈદરાબાદની ટીમે રાશિદ ખાન, મોહમ્મદ નબી જેવા શ્રેષ્ઠ સ્પિનરો ગુમાવ્યા છે. આ ખેલાડીઓને ગુમાવ્યા બાદ ટીમે હરાજીમાં નિષ્ણાત સ્પિનરોને સામેલ કર્યા ન હતા. રાશિદ મેચ ઘણી મેચ એકલા હાથે જીતી લેતો હતો. સાથે જ નબીની સ્પિન બોલિંગે હૈદરાબાદને ઘણી વખત મેચમાં જીતનો સ્વાદ ચખાડ્યો છે.

તકઃ

ટીમ પાસે યુવા ખેલાડીઓની ફોજ છે. જેના કારણે કોઈ પણ ટીમ હૈદરાબાદને હળવાશથી લેવાનું વિચારશે નહીં. ઉમરાન મલિક જેવા ઝડપી બોલર જે 150 પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે. તે જ સમયે અબ્દુલ સમદ જેવા બેટ્સમેન તેમની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. સમદનો સ્ટ્રાઈક રેટ 150ની નજીક છે. ત્યારે બોલિંગના દમ પર ટીમ જીત મેળવવા માટે તમામ દારમદાર રાખી રહી છે.

ખતરોઃ

હૈદરાબાદ પાસે પહેલા જોની બેરસ્ટો, ડેવિડ વોર્નર અને કેન વિલિયમસન જેવા ટોપ ઓર્ડર હતા. જેમાં હવે માત્ર કેન વિલિયમ્સન જ ટીમ સાથે જોડાયેલો છે. જેથી ટીમની બેટિંગ ઘણા અંશે નબળી દેખાઈ રહી છે. ઓરેન્જ આર્મીમાં રાહુલ ત્રિપાઠી, હેટમાયર, માર્કરામ જેવા બેટ્સમેન છે, પરંતુ હવે તેઓએ આ ટીમ માટે પોતાને સાબિત કરવાનું છે.

આ પણ વાંચો : IPL 2022: રાજસ્થાન રોયલ્સ ટીમનું વિશ્લેષણઃ સંજુ સેમસનની ટીમ પાસે ચેમ્પિયન બનવા માટેના છે દરેક હથિયાર

આ પણ વાંચો : IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati