AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?

રોહિત શર્મા (Rohit Sharma) IPL ઈતિહાસનો સૌથી સફળ કેપ્ટન છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને 5 વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યો છે.

IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?
Rohit Sharma 4 નબરના ક્રમે બેટીંગ કરી રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 1:40 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ નો સૌથી સફળ કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ફરી એકવાર ચેમ્પિયન બનવા માટે તૈયાર છે. મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ને પાંચ આઈપીએલ ટાઈટલ જીતનાર આ ખેલાડી આઈપીએલ 2022 (IPL 2022) માં છઠ્ઠી વખત ચેમ્પિયન બનવાની તૈયારી કરી રહ્યો છે. મેદાનમાં ઉતરતા પહેલા રોહિત શર્મા નેટ્સમાં ભારે પરસેવો પાડી રહ્યો છે અને તે પોતાની નવી ટીમની રણનીતિ પણ તૈયાર કરી રહ્યો છે. દરમિયાન, રોહિત શર્માએ બુધવારે પત્રકારો સાથે વાતચીત કરી અને તેને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો જે સાંભળીને તે ચોંકી ગયો. રોહિત શર્માને તેના બેટિંગ ઓર્ડર વિશે પૂછવામાં આવ્યું, જેના પછી મુંબઈના કેપ્ટને શાનદાર જવાબ આપ્યો.

રોહિત શર્માને પૂછવામાં આવ્યું કે તમે કયા નંબર પર બેટિંગ કરશો? જેના પર મુંબઈના કેપ્ટને કહ્યું, ‘આ શું સવાલ છે, હું ઓપનિંગ કરી રહ્યો છું ભાઈ. હું ઈશાન કિશન સાથે ઓપનિંગ કરીશ.આપને જણાવી દઈએ કે રોહિત શર્મા પણ આઈપીએલમાં નંબર 4 પર બેટિંગ કરી રહ્યો છે પરંતુ આ વખતે તે ઓપનિંગ કરવાના મૂડમાં છે. ટી20 ઓપનર તરીકે તેનો રેકોર્ડ શાનદાર છે. રોહિતે ક્યારેય IPLમાં સદી ફટકારી નથી પરંતુ તેણે T20 ઇન્ટરનેશનલમાં ચાર વખત સદી ફટકારી છે. મુંબઈ આ વખતે પોતાના કેપ્ટન પાસેથી આવા જ પ્રદર્શનની અપેક્ષા રાખશે.

IPL 2022માં સૂર્યકુમાર યાદવ ક્યારે રમશે?

રોહિત શર્માએ પણ સૂર્યકુમાર યાદવની ફિટનેસ અંગે અપડેટ આપી હતી. રોહિત શર્માએ કહ્યું કે જ્યાં સુધી સૂર્યકુમાર યાદવને નેશનલ ક્રિકેટ એકેડમી દ્વારા મંજૂરી નહીં મળે ત્યાં સુધી તે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે નહીં. રોહિતે કહ્યું, ‘સૂર્યકુમાર યાદવ NCA માં છે અને અમે તેની સાથે જોડાવાની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે અમને NCA તરફથી મંજૂરી મળશે ત્યારે સૂર્યકુમાર ટીમમાં આવશે.

શું રોહિત શર્મા દરેક મેચ રમશે?

રોહિત શર્માએ પણ પોતાના વર્કલોડ પર એક મહત્વની વાત કહી. રોહિતે કહ્યું કે તે IPL 2022માં દરેક મેચ રમવા માંગે છે. રોહિતે કહ્યું, ‘હું દરેક મેચ રમવા માંગુ છું. હું ટીમ માટે મેચમાં ફેરફાર કરવા માંગુ છું. જો વર્કલોડની સમસ્યા હશે તો અમે તેને મેનેજ કરીશું.

શું હશે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન?

શું હશે મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન? આ સવાલ મુખ્ય કોચ માહેલા જયવર્દનેને પૂછવામાં આવ્યો હતો. જયવર્દનેએ કહ્યું કે મુંબઈએ હજુ પ્લેઈંગ ઈલેવન નક્કી કરી નથી. જયવર્દનેએ કહ્યું, ‘અમે હજુ સુધી પ્લેઈંગ ઈલેવન નક્કી કરી નથી. ડેવાલ્ડ બ્રેવિસ નેટ્સમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને ઘણું શીખી રહ્યો છે.

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે, રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">