AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) આઈપીએલની શરૂઆતથી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો કેપ્ટન છે. ટીમ અત્યાર સુધીમાં 4 વાર ટાઇટલ જીતવામાં સફળ રહી છે

IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો
Ravindra Jadeja ધોની કરતા પણ વધુ સેલેરી ધરાવતો CSK ખેલાડી છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 1:40 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) આઈપીએલમાં એકમાત્ર એવી ટીમ છે,  જેણે IPL  ની શરૂઆતથી અત્યાર સુધી માત્ર એક જ ખેલાડીને તેના કેપ્ટન તરીકે જાળવી રાખ્યો છે. આ જ કારણ છે કે ચેન્નાઈને મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ના નામથી ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કરિયરમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ધોની હાલમાં માત્ર આઈપીએલ જ રમ્યા છે. ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે ધોની ટૂંક સમયમાં આઈપીએલને પણ અલવિદા કહી દેશે. જો કે ધોની બાદ આ ગાદી કોણ સંભાળશે તે નક્કી નથી. જોકે રૈનાએ જે સંભાવના દર્શાવી છે તેમાં સૌથી પહેલુ નામ ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) નુ પણ ધર્યુ છે

ગત સિઝન સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમવા જઈ રહેલા સુરેશ રૈનાએ આનો જવાબ આપ્યો છે. તેણે જણાવ્યું કે ધોનીની જગ્યાએ કોણ દાવેદાર છે. રૈના આ વર્ષે IPLનો ભાગ નથી. તેને ચેન્નાઈ સુપર કિંગ્સે જાળવી રાખ્યો ન હતો અને ત્યારપછીની મેગા ઓક્શનમાં તેને કોઈપણ ટીમે જાળવી રાખ્યો ન હતો અને તે વેચાયો ન હતો.

રૈનાએ કહ્યું કે કોણ બનશે કેપ્ટન

મહેન્દ્ર સિંહ ધોની વર્ષ 2008 થી અત્યાર સુધી ચેન્નાઈનો કેપ્ટન છે. તે ક્યારે નિવૃત્તિ લેશે તેની કોઈ માહિતી નથી. જોકે, ધોની પછી ટીમની જવાબદારી કોણ સંભાળશે, આઈપીએલ 2022 પહેલા સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીત દરમિયાન રૈનાએ કહ્યું, ‘રવીન્દ્ર જાડેજા, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા અને ડ્વેન બ્રાવો આવનારા સમયમાં ટીમની કેપ્ટનશીપ કરી શકે છે. તેઓ બધા સક્ષમ છે અને રમતને સારી રીતે સમજે છે. આવનારી સિઝનમાં આમાંથી કોઈપણ ખેલાડી ધોનીનું સ્થાન લઈ શકે છે. ધોનીની કેપ્ટનશિપ દરમિયાન રૈના CSKનો વાઇસ કેપ્ટન રહી ચૂક્યો છે. ધોની અને રૈના વચ્ચે ગાઢ મિત્રતા છે. જ્યારે CSK ચાહકો તેને થાલા કહે છે, જ્યારે રૈના ચિન્ના થાલા તરીકે ઓળખાય છે.

રૈના કોમેન્ટ્રી કરતો જોવા મળશે

જ્યારે IPLમાં કોમેન્ટ્રી માટે ડેબ્યુ કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે સુરેશ રૈનાએ કહ્યું કે કોમેન્ટ્રી કરવી ખરેખર મુશ્કેલ છે. તેણે કહ્યું કે હું આ માટે તૈયાર છું. મારા કેટલાક મિત્રો ઈરફાન પઠાણ, હરભજન સિંહ અને પીયૂષ ચાવલા પહેલેથી કોમેન્ટ્રી કરી રહ્યા છે અને પછી આ સિઝનમાં અમારી પાસે રવિ શાસ્ત્રી પણ હશે. તેથી મને લાગે છે કે તે મારા માટે સરળ બનશે. હું મારા મિત્રો પાસેથી ટીપ્સ લઈ શકું છું.

આ પણ વાંચોઃ Tennis: Ashleigh Barty એ નિવૃત્તી જાહેર કરી, વિડીયો શેર કરીને આપી જાણકારી, ફેંન્સને નથી થઇ રહ્યો વિશ્વાસ

આ પણ વાંચોઃ IPL 2022: રવિ શાસ્ત્રીએ આઇપીએલને મહાન ફિઝિયોથેરાપિસ્ટ ગણાવી, કહ્યુ સિઝન આવતા બધા જ ફિટ થઇ જાય છે!

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">