IPL 2022: રાજસ્થાન રોયલ્સના Shimron Hetmyer એ 8.5 કરોડ રુપિયાની પૈસા વસૂલ તોફાની રમત દર્શાવી હતી
IPL 2022 ની મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે શિમરોન હેટમાયર માટે રૂ. 8.5 કરોડની જંગી રકમ ખર્ચ કરી હતી, જે માટે તેની પર દાવ લગાવ્યો હતો તેમાં એ પ્રથમ મેચમાં જ ખરો ઉતર્યો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022), રાજસ્થાન રોયલ્સ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (RR vs SRH) સામે તેના અભિયાનની શરૂઆત કરી રહી છે. તેમની પ્રથમ મેચમાં રાજસ્થાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 210 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને 55 રનની ઇનિંગ રમી હતી. જોસ બટલર અને યશસ્વી જયસ્વાલની જોડીએ રાજસ્થાનને આ સ્કોર સુધી લઈ જવાનો પાયો નાખ્યો હતો અને તેને સેમસને જાળવી રાખ્યો હતો, પરંતુ વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન શિમરોન હેટમાયર (Shimron Hetmyer) તોફાની પ્રદર્શન દર્શાવી મોટા સ્કોર માટેનુ કામ ફીટ કરી દીધુ હતુ. ફિનિશરની ભૂમિકા માટે ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલ ડાબા હાથના બેટ્સમેને પ્રથમ મેચમાં જ જબરદસ્ત કામ વડે બતાવ્યુ હતુ.
હેટમાયરે છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી અને માત્ર 13 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 246.15 હતો. ફ્રેન્ચાઇઝીએ આ બેટ્સમેન માટે 8.50 કરોડની મોટી રકમ ખર્ચ કરી હતી અને તે માત્ર એટલા માટે હતું કે વિન્ડીઝનો આ બેટ્સમેન રનનો વરસાદ કરશે. રાજસ્થાનને આશા છે કે હેટમાયરે પ્રથમ મેચમાં જે ફોર્મ બતાવ્યું હતું તે આગળ પણ દર્શાવતો રહેશે.
શરુઆત આમ રહી હતી
હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી પરંતુ પ્રથમ જ ઓવરમાં નિરાશ થઈ હતી. ભુવનેશ્વર કુમારે પહેલા જ ઓવરના પાંચમા બોલ પર બટલરને આઉટ કરી દીધો હતો, પરંતુ આ બોલ નો બોલ નીકળ્યો હતો. આ પછી જયસ્વાલ અને બટલરે તોફાની સ્ટાઈલ બતાવી. આ બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 58 રનની ભાગીદારી કરી હતી. જયસ્વાલ સાતમી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. જયસ્વાલે 20 રન બનાવ્યા હતા. બટલર 28 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો.
સેમસન અને પડીક્કલે કમાલ કર્યો
આ પછી સેમસન અને પડિક્કલની જોડીએ કમાલ કર્યો હતો. આ જોડીએ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 73 રન બનાવ્યા હતા. પડિક્કલે જોકે અડધી સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. તે 41 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 29 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. સેમસને પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે 27 બોલમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા. સેમસન 17મી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. આ પછી હેટમાયરે તોફાની સ્ટાઈલ બતાવી હતી.