IPL 2022: રસેલના તોફાન સામે ઉડ્યું પંજાબ, કોલકાતાએ 6 વિકેટે મેચ જીતી લીધી, ઉમેશ યાદવની 4 વિકેટ
આઈપીએલ 2022 માં પંજાબ કિંગ્સ ટીમે પહેલા બેટિંગ કરતા 137 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 14.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 141 રન કર્યા હતા.
IPL 2022 ની આઠમી મેચમાં, કોલકાતા નાઈટ રાઈડર્સે (Kolkata Knight Riders) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ (Punjab Kings) ને 6 વિકેટથી હરાવ્યું અને ત્રણ મેચમાં તેમની બીજી જીત નોંધાવી. પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સ માત્ર 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. જેના જવાબમાં KKRએ 15મી ઓવરમાં જ 4 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. ઉમેશ યાદવે (Umesh Yadav) શાનદાર બોલિંગ કરતા 23 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. KKRના સુકાની શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું અને ટીમમાં શેલ્ડન જેક્સનની જગ્યાએ શિવમ માવીની વાપસી જોવા મળી. જ્યારે પંજાબ કિંગ્સમાં સંદીપ શર્માની જગ્યાએ કાગિસો રબાડાનો સમાવેશ કરવામાં આવ્યો.
પંજાબ કિંગ્સને પહેલી જ ઓવરમાં પહેલો ફટકો લાગ્યો હતો અને મયંક અગ્રવાલ 2 રનના સ્કોર પર 1 રન બનાવી આઉટ થયો હતો. ભાનુકા રાજપક્ષે 9 બોલમાં 31 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. પરંતુ ચોથી ઓવરમાં તે પણ 43 રનના ટીમ સ્કોર પર આઉટ થયો હતો. શિખર ધવન પણ પાવરપ્લેના અંત પહેલા 15 બોલમાં 16 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે ટીમનો સ્કોર 6 ઓવર પછી સ્કોર 62/3 હતો.
નવમી ઓવરમાં 78 રનના સ્કોર પર લિયામ લિવિંગસ્ટોન પણ 15 બોલમાં 19 રન બનાવીને આઉટ થઈ ગયો હતો અને પંજાબ કિંગ્સને ચોથો ફટકો પડ્યો હતો. 10મી ઓવરમાં 84ના સ્કોર પર રાજ બાવા (11) અને 13મી ઓવરમાં 92ના સ્કોર પર શાહરૂખ ખાન પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. 14મી ઓવરમાં પંજાબ કિંગ્સે 100 રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ 15મી ઓવરમાં ઉમેશ યાદવે હરપ્રીત બ્રાર (14) અને રાહુલ ચહર (0)ને આઉટ કર્યો હતો.
A thumping win for @KKRiders 💪 💪
The @ShreyasIyer15 -led unit returns to winning ways as they beat #PBKS by 6⃣wickets👏 👏
Scorecard ▶️ https://t.co/JEqScn6mWQ #TATAIPL | #KKRvPBKS pic.twitter.com/UtmnpIufGJ
— IndianPremierLeague (@IPL) April 1, 2022
કાગિસો રબાડાએ 16 બોલમાં 25 રનની ઝડપી ઇનિંગ રમી અને ટીમને 130ની પાર પહોંચાડી દીધી. પરંતુ 19મી ઓવરમાં 137 રન બનાવીને આન્દ્રે રસેલ દ્વારા આઉટ થયો. આ જ ઓવરમાં અર્શદીપ સિંહ ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો અને પંજાબ કિંગ્સ 137 રનમાં સમાઈ ગયું હતું. ઓડિયન સ્મિથ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. KKR તરફથી ઉમેશ યાદવ ઉપરાંત ટિમ સાઉથીએ 2 અને સુનીલ નારાયણ, શિવમ માવી અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી.
લક્ષ્યાંકના જવાબમાં કોલકાતા ટીમની શરૂઆતી પણ સારી રહી ન હતી અને પાવર પ્લેની 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સાતમી ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અજિંક્ય રહાણે 12, વેંકટેશ ઐયર 3, શ્રેયસ ઐયર 26 અને નીતીશ રાણા ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયા હતા. 7 ઓવર પછી કોલતાતાનો સ્કોર 51/4 હતો. પરંતુ ત્યારબાદ વાનખેડે ખાતે આન્દ્રે રસેલનું તોફાન આવ્યું હતું.
આન્દ્રે રસેલે 31 બોલમાં 8 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા અને સેમ બિલિંગ્સ (23 બોલમાં 24) સાથે મળીને 33 બોલ બાકી રહેતા ટીમને ધમાકેદાર જીત અપાવી. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 90 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. 12મી ઓવરમાં બંનેએ એકસાથે 30 રન બનાવ્યા હતા અને તે જ ઓવરમાં KKRએ 100 રનનો આંકડો પાર કર્યો હતો. પંજાબ કિંગ્સ તરફથી રાહુલ ચહરે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : IPL 2022: કિરોન પોલાર્ડે સિક્સ મારીને મુંબઈ ઈન્ડિયન્સની બસનો કાચ તોડી નાખ્યો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો
આ પણ વાંચો : IPL 2022, PBKS v KKR: ઉમેશ યાદવના તરખાટ સામે પંજાબ ના ‘કિંગ્સ’ ઘૂંટણીયે, કોલકાતા સામે 137 રનમાં સમેટાયુ