AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022, PBKS v KKR: ઉમેશ યાદવના તરખાટ સામે પંજાબ ના ‘કિંગ્સ’ ઘૂંટણીયે, કોલકાતા સામે 137 રનમાં સમેટાયુ

ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 8મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders Vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. કેકેઆરની ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ ટોસ હારીને ક્રિઝ પર આવી હતી. પરંતુ ઓપનીંગમાં આવેલ કેપ્ટન મયંક અગ્રવાલે ઝડપથી પોતાની વિકેટ […]

IPL 2022, PBKS v KKR: ઉમેશ યાદવના તરખાટ સામે પંજાબ ના 'કિંગ્સ' ઘૂંટણીયે, કોલકાતા સામે 137 રનમાં સમેટાયુ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:18 PM
Share

ઈન્ડિયન્સ પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 8મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ (Kolkata Knight Riders Vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. કેકેઆરની ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ ટોસ હારીને ક્રિઝ પર આવી હતી. પરંતુ ઓપનીંગમાં આવેલ કેપ્ટન મયંક અગ્રવાલે ઝડપથી પોતાની વિકેટ ગુમાવી દેતા જ પ્રથમ ઓવર થી જ પંજાબની ટીમ અંત સુધી દબાણ હેઠળ રહી હતી. ઉમેશ યાદવે (Umesh Yadav) પંજાબના બેટ્સમેનો માટે કાળ બની ત્રાટક્યો હતો. આમ કોલકાતા સામે પંજાબે આસાન સ્કોર નોંધાવ્યો હતો. PBKS 137 રનનો સ્કોર 18.2 ઓવરમાં નોંધાવી ઓલઆઉટ થઈ ગયુ હતુ.

ઉમેશ યાદવે શરુઆતથી જ પંજાબના કિંગ્સ સામે આફતના વાદળો લાવી મુક્યા હતા. પંજાબ કિંગ્સની ટીમના કેપ્ટન મયંક અગ્રવાલને માત્ર 1 જ રનના વ્યક્તિગત સ્કોર પર જ પેવેલિયન પરત મોકલ્યો હતો. જે વખતે ટીમનો સ્કોર 2 રન હતો. ત્યાર બાદ ભાનુકા રાજપક્ષેએ બાજી સંભાળવા પ્રયાસ કરતા 9 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તેને શિવમ માવીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. શિખર ધવન પણ આજે ખાસ દમ દેખાડી શક્યો નહોતો.

મિડલ ઓર્ડર પણ ખાસ જમાવટ કરી શક્યો નહીં પરીણામે પંજાબની સ્થિતી મુશ્કેલ બની ગઈ હતી. ઉમેશે ઓપનીંગ જોડી તોડ્યા મધ્યક્રમને પણ તોડી નાંખ્યો હતો. લિયામ લિવીંગસ્ટોમ (19 રન 16 બોલ) અને રાજ બાવા (11 રન 13 બોલ) પણ ખાસ કરી શક્યા નહોતા. શાહરૂખ ખાન 5 બોલનો સામનો કરીને શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. રાહુલ ચાહર પણ શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્ઓ હતો. હરપ્રીત બ્રારે 18 બોલમાં 14 રન નોંધાવ્યા હતા. કાગીસો રબાડાએ અંતમાં ઈનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો અને 35 રનની ભાગીદારી રમત ઓડિયન સ્મિથ સાથે મળીને નોંધાવી હતી. જેણે કોલકાતાનાને સન્માનજનક સ્કોર તરફ આગળ વધાર્યુ હતુ. પરંતુ 137 રનમાં જ સમેટાઈ ગયુ હતુ.

ઉમેશનો તરખાટ

પર્પલ કેપ હવે ઉમેશના માથા પર સજવાની છે, તેણે પંજાબના બેટ્સમેનોની મુશ્કેલી વધારી દીધી હતી, નવા બોલથી પણ તે સ્વિંગ કરાવતો જોવા મળ્યો હતો. 4 ઓવરમાં તેણે 1 ઓવર મેડન કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 23 રન આપ્ા હતા. ટીમ સાઉથીએ 2 અને શિવમ માવી, સુનિલ નરેને અને આંદ્રે રસેલે 1-1 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં માત્ર 14 રન આપીને સૌથી વધુ કરકસર ભરી બોલીંગ કરી હતી.

આ પણ વાંચોઃ IPL 2022 GT vs DC Live Streaming : ગુજરાત ટાઇટન્સ વિ દિલ્હી કેપિટલ્સ લાઇવ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

આ પણ વાંચોઃ અમેરિકામાં T20 સીરિઝની બે મેચ રમશે ટીમ ઈન્ડિયા, ઈંગ્લેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">