AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: કિરોન પોલાર્ડે સિક્સ મારીને મુંબઈ ઈન્ડિયન્સની બસનો કાચ તોડી નાખ્યો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો

મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન કિરન પોલાર્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ થઈ રહ્યો છે. આમાં તે સિક્સર મારતો જોવા મળી રહ્યો છે.

IPL 2022: કિરોન પોલાર્ડે સિક્સ મારીને મુંબઈ ઈન્ડિયન્સની બસનો કાચ તોડી નાખ્યો, વાયરલ થઈ રહ્યો છે વીડિયો
Kieran Pollard
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 10:14 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ (Mumbai Indian) ની શરૂઆત લીગમાં હાર સાથે થઈ છે. મુંબઈ ટીમે તેની પોતાની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમ સામે રમી હતી. મુંબઈ ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેરોન પોલાર્ડ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તે માત્ર 3 રન બનાવીને આઉટ થયો ગયો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્રેક્ટિસ દરમ્યાન કેરોન પોલાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના એક છગ્ગાથી મુંબઈ ટીમની જ બસનો કાચ તુટી ગયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેરોન પોલાર્ડ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ પ્રેક્ટિસ દરમિયાન કેરોન પોલાર્ડે સિક્સર ફટકારી હતી અને બોલ સ્ટેડિયમની બહાર પહોંચી ગયો. સ્ટેડિયમની બહાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમની બસ બહાર ઉભી હતી.

મહત્વનું છે કે બોલ ટીમની બસ પર જ જઇને વાગ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે તેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ક્રિકેટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ક્રિકેટ ચાહકો તેના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહી છે.

કેરોન પોલાર્ડના આઈપીએલ રેકોર્ડ પર એક નજર

કેરોન પોલાર્ડના આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો તે ઘણો અસરકારક રહ્યો છે. આઈપીએલમાં કેરોન પોલાર્ડ અત્યાર સુધી 179 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કેરોન પોલાર્ડે 3271 રન બનાવ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 16 અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે 65 વિકેટ પણ લીધી છે. IPL ના ઇતિહાસમાં કેરોન પોલાર્ડનો સર્વશ્રેષ્ઠ સ્કોર 87 રન રહ્યો છે.

આ પણ વાંચો : MI vs RR IPL 2022 Match Prediction: મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં જીતનુ ખાતુ ખોલાવવાનો ઈરાદો, રાજસ્થાન પણ આપશે ટક્કર

આ પણ વાંચો : GT vs DC IPL 2022 Match Prediction: ગુજરાત ટાઈટન્સ અને દિલ્દી કેપિટલ્સ વચ્ચે જામશે બેટીંગનો જંગ, થશે કાંટાની ટક્કર

Follow Us
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
રાજકોટમાં 17 કેન્ટીન લાયસન્સ વિના ચાલતી મળી - જુઓ Video
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
Breaking News : આગની ઘટના વખતે 112 નંબર ડાયલ કરવાનો રહેશે
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
ગીર સોમનાથના ગામમાં સિંહો વરસાદ વચ્ચે મકાનના ધાબે પહોંચ્યા
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સાપુતારામાં ધોધમાર વરસાદ, ગાઢ ધુમ્મસ અને કુદરતી સૌંદર્ય
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700 થી ₹1100 પહોંચ્યો
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
વડોદરા SSG હોસ્પિટલના વીડિયોએ ઊભા કર્યા અનેક સવાલ
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
આદુ, શાકભાજી બાદ હવે ડુંગળીના ભાવમા ભડકો, 60 થી 70 રૂપિયા પ્રતિ કિલો
g clip-path="url(#clip0_868_265)">