IPL 2022 : ઈશાન કિશન એકદમ વિચિત્ર રીતે આઉટ થયો, વીડિયો થયો વાયરલ

IPL 2022 : લખનૌ (LSG) સામે પણ ઇશાન કિશનનું (Ishan Kishan) બેટ શાંત રહ્યું. તે 20 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. જોકે, તે ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો.

IPL 2022 : ઈશાન કિશન એકદમ વિચિત્ર રીતે આઉટ થયો, વીડિયો થયો વાયરલ
Ishan Kishan (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:37 PM

વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 37 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) નું બેટ શાંત રહ્યું. તે 20 બોલમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો. જોકે, તે ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો. ઈશાનનો આઉટ થતા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આવી રીતે આઉટ થયો ઇશાન કિશન

મુંબઈ ઇન્ડિયન્સે 7 ઓવર સુધી કોઈ વિકેટ ગુમાવી ન હતી. આવી સ્થિતિમાં લખનૌના સુકાની કેએલ રાહુલે (KL Rahul) આઠમી ઓવરમાં બોલ રવિ બિશ્નોઈ (Ravi Bisnoi) ને સોંપ્યો હતો. બિશ્નોઈના પહેલા જ બોલ પર પોતાના કોર્ટમાં પહેલો બોલ જ ફટકાર્યો, જો કે આ બોલ સિક્સરનો હતો. પરંતુ બોલ થોડો વધારે પહોળો હોવાને કારણે કિશન બોલની લાઈનમાં જ બેટ લઈ શક્યો. બોલ તેના બેટ સાથે અથડાયો અને વિકેટકીપર ડી કોકના બુટ પર પડ્યો અને બોલ બુટમાં પડીને ઉછળ્યો અને સ્લિપમાં ઉભેલા જેસન હોલ્ડરે કેચ પકડી લીધો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

શરૂઆતમાં કોઈએ વિચાર્યું ન હતું કે તે આઉટ છે. પરંતુ જ્યારે ડી કોક અને હોલ્ડરે જોરદાર અપીલ કરી ત્યારે નિર્ણય માટે ત્રીજા અમ્પાયર પાસે જવું પડ્યું હતું. ટીવી રિપ્લેએ બતાવ્યું કે બોલ જમીન પર અડ્યો ન હતો. પરંતુ ડેકોકના બુટ પર પડ્યો હતો. આવી સ્થિતિમાં ઈશાન કિશનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

જુઓ વીડિયોઃ

લોકેશ રાહુલે મુંબઈ સામે ચાલુ સિઝનમાં ફટકારી બીજી સદી

લખનૌ સુપર જાયન્ટ્સે (Lucknow Super Giants) પ્રથમ રમત રમીને 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેએલ રાહુલ (KL Rahul) એકલો હતો. તેણે 62 બોલમાં અણનમ 103 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 12 ચોગ્ગા અને 4 છગ્ગા આવ્યા હતા. આઈપીએલમાં કેએલ રાહુલની આ ચોથી સદી છે. આવું કરનાર તે બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી વિરાટ કોહલી IPLમાં 5 સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી છે.

આ પણ વાંચો : IPL 2022 : KL રાહુલે મુંબઈ સામે ઈતિહાસ રચ્યો, IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર બીજા ભારતીય બન્યો

આ પણ વાંચો : IPL 2022: હાર્દિક પંડ્યા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થશે ખુલ્લા? ગુજરાત ટાઈટન્સના કેપ્ટને આપ્યો કંઈક આવો જવાબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">