IPL 2022: હાર્દિક પંડ્યા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થશે ખુલ્લા? ગુજરાત ટાઈટન્સના કેપ્ટને આપ્યો કંઈક આવો જવાબ

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ નવેમ્બર 2021માં T20 વર્લ્ડ કપ દરમિયાન ભારત માટે તેની છેલ્લી મેચ રમી હતી, પરંતુ ત્યારથી તે ફોર્મ અને ફિટનેસના આધારે ટીમની બહાર હતો.

IPL 2022: હાર્દિક પંડ્યા માટે ટીમ ઈન્ડિયાના દરવાજા થશે ખુલ્લા? ગુજરાત ટાઈટન્સના કેપ્ટને આપ્યો કંઈક આવો જવાબ
Hardik Pandya એ 6 મેચમાં 295 રન કર્યા છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 11:03 PM

IPL 2022 માં ભારતના ઘણા દિગ્ગજ અને વરિષ્ઠ ખેલાડીઓ તેમના સંપૂર્ણ રંગમાં જોવા મળ્યા નથી. રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓનું ફોર્મ ચિંતાનું કારણ છે. બીજી તરફ એક એવો ખેલાડી પણ છે જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે, પરંતુ હવે તે વાપસીનો સૌથી મોટો દાવેદાર છે. આ ખેલાડીઓ છે- હાર્દિક પંડ્યા. IPL ની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) નું સુકાન સંભાળી રહેલો હાર્દિક પંડ્યા (Hardik Pandya) માત્ર પોતાની ટીમને સતત જીત અપાવી રહ્યો નથી, પરંતુ પોતે પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. જો કે, તેમ છતાં તેનું ધ્યાન ટીમ ઈન્ડિયા (Team India) માં પરત ફરવા પર નથી, પરંતુ અત્યારે ગુજરાત માટે સારું કરવા પર છે.

ગયા વર્ષના T20 વર્લ્ડ કપથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા હાર્દિકની ફિટનેસ અને ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનું કારણ બની ગયું હતું. જેના કારણે તે ટીમની બહાર ચાલી રહ્યો હતો. હવે હાર્દિકે આઈપીએલમાંથી જ પુનરાગમન કર્યું છે અને પ્રથમ વખત કેપ્ટનશિપની જવાબદારી સંભાળી છે. હવે તેના નેતૃત્વમાં ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે હાર્દિક પોતે તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયામાં વાપસીની શક્યતા વધી ગઈ છે.

પરત ફરવુ એ મારા હાથમાં નથી: હાર્દિક

જોકે હાર્દિક પંડ્યા પોતે આ વિશે વિચારી રહ્યો નથી અને પોતાની રમત પર ધ્યાન આપી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ વિનિંગ અડધી સદી ફટકાર્યા બાદ હાર્દિકે ટીમ ઈન્ડિયામાં વાપસી અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. ગુજરાતના કેપ્ટને કહ્યું, “પ્રથમ તો મને નથી લાગતું કે તે (ભારતીય ટીમમાં વાપસી) મારા હાથમાં છે અને બીજું હું વાપસી પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી. હું જે મેચ રમું છું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આઈપીએલ પર સંપૂર્ણ ધ્યાન

આ સિઝનમાં સતત ત્રણ અડધી સદી ફટકારીને બેટથી પોતાનું જોરદાર પ્રદર્શન બતાવી રહેલા હાર્દિકે ભવિષ્ય અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, અત્યારે હું આઈપીએલમાં રમી રહ્યો છું અને મારું ધ્યાન આઈપીએલ પર જ છે. ” તો ચાલો જોઈએ કે ભવિષ્ય આપણને ક્યાં લઈ જાય છે. તે હજી મારા હાથમાં નથી. હું જે ટીમ માટે રમું છું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું. અમે સારું કરી રહ્યા છીએ અને હું ખૂબ ખુશ છું.

T20 વર્લ્ડ કપ માટે મહત્વપૂર્ણ છે પંડ્યા

આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે, જેમાં હાર્દિક પંડ્યાની હાજરી ટીમ ઇન્ડિયા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જો તે ફિટ રહે છે અને તે જ ફોર્મમાં ચાલુ રહે છે, તો તેનાથી ભારતનો દાવો મજબૂત થશે. હાલના ફોર્મ મુજબ હાર્દિકને જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે રમાનારી T20 શ્રેણીમાં તક મળે તેવી આશા છે.

આ પણ વાંચો : Sabarkantha: પૈસાનો વરસાદ અને અજબ-ગજબના ચશ્માની લાલચ દર્શાવી ઠગાઇ આચરતી ટોળકી ઝડપાઈ, 5 આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો : Sachin Tendulkar Birth Day: તેંડુલકરના બર્થડેપર વિરેન્દ્ર સહેવાગે પેટ ભરીને કેળા આરોગ્યા, જાણો કેમ? Video

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">