IPL 2022: રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે પસંદગી જ ખોટી! CSK ની કંગાળ હાલકને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ- મોટી ભૂલની સજા મળી રહી છે

ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ અને IPL 2022 માં કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની કંગાળ હાલત પર મોટું નિવેદન આપ્યું છે, જે કદાચ સાચું અને સચોટ પણ છે.

IPL 2022: રવિન્દ્ર જાડેજાની કેપ્ટન તરીકે પસંદગી જ ખોટી! CSK ની કંગાળ હાલકને લઇને રવિ શાસ્ત્રીએ કહ્યુ- મોટી ભૂલની સજા મળી રહી છે
Ravindra Jadeja ને MS Dhoni બાદ CSK નો કેપ્ટન પસંદ કરાયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 9:57 AM

IPL 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની હાલત કંગાળ છે. ટીમે અત્યાર સુધી ચાર મેચ રમી છે અને તમામમાં તેને નુકસાન થયું છે. પીળી જર્સી ની પલટન માટે આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી ખરાબ શરૂઆત રહી છે. આટલી ખરાબ શરૂઆત IPL 2020 માં પણ થઈ ન હતી જ્યારે ટીમનો પરાજય થયો હતો. તો સવાલ એ થાય છે કે આ માટે જવાબદાર કોણ? ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ અને આઈપીએલ 2022 માં કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ ચેન્નાઈ સુપર કિંગ્સની આ કંગાળ હાલત પર મોટું નિવેદન આપ્યું છે, જે કદાચ સાચું અને સચોટ પણ છે. તેમનું નિવેદન CSKની વ્યૂહાત્મક ચૂક સાથે સંબંધિત છે. રવિુન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને ધોની બાદ કેપ્ટનશીપની જવાબદારી ચેન્નાઈ એ સોંપી છે, ત્યાર થી આ સિઝનમાં ટીમને એક પણ જીત મળી શકી નથી.

રવિ શાસ્ત્રીના નિવેદન અનુસાર, IPLની યલો પલટન 15મી સિઝનમાં મેદાનમાં ઉતરતા પહેલા જ હારી ચૂકી છે. વાસ્તવમાં, આ તેની વ્યૂહરચનામાં ભૂલનું પરિણામ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2022 માં મેદાનની બહાર મેનેજમેન્ટ લેવલ પર થયેલી મોટી ભૂલની સજા ભોગવી રહી છે.

જો ડુ પ્લેસિસ કેપ્ટન હોત તો CSK ની હાલત આવી ના હોત: રવિ શાસ્ત્રી

હવે તમે વિચારશો કે આ કેવી રીતે? રવિ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, “જો એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડવાનું વિચારી રહ્યો હતો, તો ફ્રેન્ચાઈઝીએ ફાફ ડુ પ્લેસિસને છોડવો જોઈતો ન હતો. જો ધોનીએ તેના અનુગામીની પસંદગી કરવી હોય તો ડુ પ્લેસિસ તેમનો પ્રબળ દાવેદાર હતો. તેમણે કહ્યું, જો ફાફ ડુ પ્લેસિસ કેપ્ટન હોત તો IPL 2022માં CSKની આટલી કંગાળ હાલત ના થઈ હોત. અને ત્યારબાદ કેપ્ટન બનાવાયેલ રવિન્દ્ર જાડેજા પણ મુક્તપણે પોતાની રમત રમી શકતો હતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

IPL 2022 માં કેપ્ટન ડુ પ્લેસિસ vs કેપ્ટન જાડેજા

તમને જણાવી દઈએ કે IPL 2022 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓમાં ફાફ ડુ પ્લેસિસનું નામ નહોતુ. અને જ્યારે તેનું નામ IPL 2022 ની મેગા હરાજીમાં સામે આવ્યુ, ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યું હતુ. ડુ પ્લેસિસની કપ્તાની હેઠળ આઈપીએલ 2022 માં પણ આરસીબીનો શોર સંપૂર્ણ રીતે દેખાઈ રહ્યો છે. ટીમે અત્યાર સુધી રમાયેલી 4 માંથી 3 મેચ જીતી છે.

બીજી તરફ, ધોનીની કેપ્ટનશીપ છોડ્યા બાદ CSK એ IPL 2022 માં રવિન્દ્ર જાડેજાને પોતાના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. પરંતુ તેની સુકાનીપદ હેઠળ ટીમ હજુ પણ જીતની ઝંખના કરી રહી છે. અત્યાર સુધીની ચાર મેચોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ચારેય પર નજર કરી રહી છે.

આ પણ વાંચો : Sabarkantha, Arvalli: યુદ્ધને લઈ ઘઉંના ઉંચા દામ! હિંમતનગરના બજારમાં 700 રુપિયાથી વધુ ભાવ બોલાયો, ખેડૂતો ખુશ

આ પણ વાંચો : CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">