AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી

Chennai Super Kings vs Sunrisers Hyderabad IPL Match Result: હૈદરાબાદે તેની પ્રથમ જીત સિઝનમાં મેળવી છે, તો બીજી તરફ કંગાળ પ્રદર્શન સાથે રવિન્દ્ર જાડેજા અને ચેન્નાઈ એ વધુ એક મેચની રાહ પ્રથમ જીતનો સ્વાદ ચાખવા જોવી પડશે

CSK vs SRH IPL Match Result: ચેન્નાઈના માથે સળંગ ચોથી હાર લખાઈ, અભિષેક શર્માની ઇનીંગે હૈદરાબાદને પ્રથમ જીત અપાવી
Abhishek Sharma એ ટીમ જાડેજાની સ્થિતી કંગાળ સાબિત કરી દીધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 7:14 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની સિઝનનો આજે ડબલ હેડર દિવસ છે. પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈ અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ સિઝનમાં પોતાની જીત માટે વધુ રાહ જોવાની સ્થિતી સર્જાઈ છે. ચેન્નાઇ તેની ચોથી મેચ હાર્યુ છે. ચેન્નાઈએ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 154 રન 7 વિકેટ ગુમાવીને નોંધાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદના ઓપનર કેન વિલિયમસન અને અભિષેક શર્મા (Abhishek Sharma) એ શાનદાર શરુઆત ટીમને અપાવી જીતનો પાયો નાંખ્યો હતો. બંને એ 89 રનની ભાગીદારી રમત રમી હતી. માત્ર 2 વિકેટ ગુમાવીને 18 મી ઓવરમાં હૈદરાબાદની ટીમે ચેન્નાઈ પર જીત મેળવી હતી.

અભિષેક શર્માએ સનરાઇઝર્સ હૈદરાબાદે સિઝનમાં નવા પ્રાણ પૂરવા રુપ રમત રમી છે. અભિષેકે શરુઆત થી મોકા પર ચોગ્ગાની માફક બેટ ગુમાવ્યુ હતુ. તેને કેપ્ટન કેન વિલિયમસને જબરદસ્ત સાથ પુરાવ્યો હતો. બંનેએ 89 રનની ભાગીદારી પ્રથમ વિકેટ માટે કરી હતી. જે જીત માટે પાયારુપ પાર્ટનરશિપ હતી. વિલિયસન 40 બોલમાં 32 રન કરીને મુકેશ ચૌધરીનો શિકાર થયો હતો. તે મોઈન અલીના હાથમાં કેચ આપી બેઠો હતો.

ઓપનર અભિષેકે 50 બોલમાં 75 રનની ઇનીંગ રમી હતી. તેણે એકલા હાથે લડાયક ઈનીંગ રમી દર્શાવી હતી, જેના ફળ સ્વરુપે હૈદરાબાદને પ્રથમ જીતનો સ્વાદ ચાખવા મળ્યો. હતો. અભિષેકે 3 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. હૈદરાબાદે તેની બીજી વિકેટ 145 રનના સ્કોર પર ગુમાવી હતી. જે વખતે ટીમની જીત માત્ર 10 રન દુર હતી. જોકે રાહુલ ત્રિપાઠી અને નિકોલસ પૂરણે (5) જીતની ઔપચારિકતા પુરી કરી લીધી હતી. રાહુલે 15 બોલમાં 39 રન ફટકાર્યા હતા.

જાડેજા, મોઈન, તિક્ષણા સૌ ફેઈલ

જે પ્રમાણે અભિષેકે મક્કમતા પૂર્વકની રમત દર્શાવી હતી, જેની સામે ચેન્નાઈના બોલરો જાણે નતમસ્તક રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા, મહેશ તિક્ષણા, ક્રિસ જોર્ડન, મોઇન અલી જેવા અનુભવીઓ પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા અને એક વિકેટ મેળવવામાં સફળ રહી શક્યા નહોતો. મુકેશ ચૌધરી અને ડ્વેન બ્રાવો એક એક વિકેટ મેળવી હતી. પરંતુ જેની સામે રન ગુમાવ્યા હતા. જોર્ડને પણ ખૂબ ખર્ચાળ બોલીંગ કરી હતી.

આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">