IPL 2022: ચેન્નઇએ કોલકાતાને જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો, ધોનીની શાનદાર અડધી સદી
આઈપીએલ 2022 ની પહેલી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સ ટીમના ખેલાડી ધોનીએ શાનદાર પ્રદર્શન કરતા અડધી સદી ફટકારી.
IPL 2022 ની શરૂઆત થઇ ગઇ છે. લીગની પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાઇ છે. જેમાં કોલકાતા ટીમે લીગની પહેલી મેચમાં ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી હતી. જોકે ચેન્નઇ ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ફટાફટ એક પછી એક બેટ્સમેનો આઉટ થતા ગયા હતા. ધોનીએ આઈપીએલના ઇતિહાસમાં ખેલાડી તરીકે પહેલી અડધી સદી ફટકારી હતી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આમ પુરી ટીમ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 131 રન બનાવ્યા હતા અને કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ચેન્નઇ ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર રુતુરાજ ગાયકવાડ પહેલી જ ઓવરમાં આઉટ થઇ ગયો હતો. તે શુન્ય રનમાં આઉટ થઇ ગયો હતો. જોકે ત્યારબાદ ઓપનર ડેવોન કોનવે પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને 3 રનના વ્યક્તિગત સ્કોર પર ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થઇ ગયો હતો.
જોકે ત્યારબાદ રોબિન ઉથપ્પાએ થોડા આક્રમક શોટ્લ લગાવ્યા હતા. તે 21 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 રન બનાવી શક્યો હતો. તે વરૂણ ચક્રવર્તીની ઓવરમાં સ્ટંપ આઉટ થયો હતો. ત્યારબાદ અંબાતી રાયડુએ પણ થોડા આક્રમક શોટ્સ લગાવ્યા હતા. પણ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. તેણે 17 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 15 રન કર્યા હતા અને રન આઉટ થઇ ગયો હતો. જોકે શિવમ દુબે પણ કઇ ખાસ કરી શક્યો ન હતો અને 3 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો.
ICYMI: A massive roar and a warm reception by the Wankhede crowd for the legendary @msdhoni 😍 💛 👏#TATAIPL | #CSKvKKR pic.twitter.com/6ZecoUHgbU
— IndianPremierLeague (@IPL) March 26, 2022
એક સમયે 52 રનના સ્કોર પર ચેન્નઈની 4 વિકેટ પડી ગયા હતા લાગી રહ્યું હતું કે ચેન્નઇ 20 ઓવરમાં 100 રનના સ્કોર સુધી પહોંચે તો પણ સારૂ છે. પણ ત્યારબાદ સુકાની રવિન્દ્ર જાડેજા અને પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ શાનદાર પ્રદર્શન કરતા ટીમનો સ્કોર 131 રન સુધી પહોંચાડ્યો હતો. ધોનીએ 38 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 50 રનની ઇનિંગ રમી હતી. તો સુકાની રવિન્દ્ર જાડેજાએ તેનો સાથ આપ્યો હતો અને 28 બોલમાં 1 છગ્ગાની મદદથી અણનમ 26 રન કર્યા હતા. કોલકાતા ટીમ તરફથી ઉમેશ યાદવે 2 વિકેટ, જ્યારે વરૂણ ચક્રવર્તી અને આંદ્રે રસેલે 1-1 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : CSK vs KKR Live Score, IPL 2022 : કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
આ પણ વાંચો : IPL 2022 : એબી ડી વિલિયર્સે ધોનીના કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર આપી મોટી પ્રતિક્રિયા