CSK vs KKR Highlights Score, IPL 2022 : મહેન્દ્ર સિંહ ધોનીની અડધી સદી કામ ન લાગી, કોલકાતાએ 6 વિકેટે ચેન્નઇને હરાવ્યું
Chennai Super kings vs Kolkata Knight Riders: આઈપીએલ 2022 ની શરૂઆત આજથી થઇ રહી છે. કોલકાતા ટીમે ચેન્નઇને હરાવીને લીગમાં જીત સાથે શરૂઆત કરી.
IPL 2022 ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લીગની પહેલી મેચ ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. બંને ટીમના સુકાનીઓ નવા છે. ચેન્નઇ ટીમ માટે રવિન્દ્ર જાડેજા અને કોલકાતા ટીમ માટે શ્રેયસ અય્યર સુકાની સંભાળશે. ત્યારે બંને ટીમે લીગની શરૂઆત જીત સાથે કરવા માંગશે.
LIVE NEWS & UPDATES
-
કોલકાતા ટીમે જીત સાથે લીગમાં કરી શરૂઆત
કોલકાતાએ IPL 2022 ની શરૂઆત જીત સાથે કરી છે. કોલકાતાએ પ્રથમ મેચમાં ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું હતું. ધોનીની અણનમ અડધી સદીના આધારે ચેન્નાઈએ કોલકાતાને 132 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે કોલકાતાએ 9 બોલ પહેલા હાંસલ કરી લીધો હતો.
-
શ્રેયસ અય્યરે ચોગ્ગો ફટકારી જીત અપાવી
શ્રેયસ અય્યરે 19મી ઓવરના ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકારીને કોલકાતાને જીત અપાવી હતી. કોલકાતાએ ચેન્નાઈને 6 વિકેટે હરાવ્યું અને જીત સાથે IPL 2022 ની શરૂઆત કરી.
-
-
બ્રાવોએ ઝડપી વધુ એક વિકેટ
બ્રાવોએ 18મી ઓવર ફેંકીને ચેન્નાઈને બીજી વિકેટ અપાવી હતી. ત્રીજા બોલ પર તેણે સેમ બિલિંગ્સને આઉટ કર્યો. બિલિંગ્સે બ્રાવોના ઓફ-સ્ટમ્પની બહાર બોલને લેગ-સ્ટમ્પ તરફ નાખ્યો. પરંતુ બોલ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. તેણે 25 રન બનાવ્યા હતા.
-
સેમ બિલિંગ્સે છગ્ગો ફટકાર્યો
સેમ બિલિંગ્સે 17મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. બિલિંગ્સે રવિન્દ્ર જાડેજાના બોલને ઓવરટેક કર્યો અને તેને છ રનમાં મિડવિકેટ તરફ મોકલ્યો.
-
અડધી સદીથી ચુક્યો રહાણે
અજિંક્ય રહાણે 44 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ સેન્ટનરે તેને આઉટ કર્યો હતો. 12મી ઓવરના ચોથા બોલ પર રહાણેએ મિડવિકેટ પર રન લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ શોર્ટ મિડવિકેટ પર બોલ સીધો રોબિન ઉથપ્પાના હાથમાં ગયો. રહાણેએ 44 રન બનાવ્યા હતા.
-
-
બ્રાવોને મળી સફળતા
10મી ઓવરના છેલ્લા બોલ પર બ્રાવોને બીજી વિકેટ મળી હતી. તેણે નીતિશ રાણાને પોતાનો શિકાર બનાવ્યો. બોલ શોર્ટ હતો જે રાણાએ શોર્ટ ફાઈન લેગ પર ઉભેલા અંબાતી રાયડુએ તેનો કેચ આપી બેઠો. રાણાએ 17 બોલમાં 21 રન બનાવ્યા હતા.
-
કોલકાતાને પહેલો ઝટકો લાગ્યો
સાતમી ઓવર લઈને આવેલા ડ્વેન બ્રાવોએ બીજા બોલ પર જ વેંકટેશ અય્યરને આઉટ કર્યો હતો. બોલ ઓફ-સ્ટમ્પની બહાર હતો જેને વેંકટેશે રમવાનો પ્રયાસ કર્યો, પણ બોલ તેના બેટની કિનારી લઈને ધોનીના ગ્લોવ્સમાં ગયો.
-
રહાણેએ ચોગ્ગો ફટકાર્યો
અજિંક્ય રહાણેએ પહેલી ઓવરમાં અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો.
-
કોલકાતાના જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક
પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 131 રન બનાવ્યા હતા. ચેન્નાઈ માટે મુશ્કેલ સમયમાં એમએસ ધોનીએ શાનદાર ઇનિંગ રમી અને અડધી સદી ફટકારી. ધોનીએ 38 બોલમાં અણનમ 50 રન બનાવ્યા. કેપ્ટન જાડેજા 26 રન બનાવી અણનમ રહ્યો હતો.
-
જાડેજાએ છેલ્લી બોલ પર છગ્ગો ફટકાર્યો
રવિન્દ્ર જાડેજાએ 20મી ઓવરમાં અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. રસેલે યોર્કર નાખવાના પ્રયાસમાં ફુલટોસ થઇ ગઇ અને જાડેજાએ તે બોલ પર છગ્ગો ફટકાર્યો.
-
ધોનીનો વધુ એક ચોગ્ગો
ધોનીએ 18મી ઓવરના ચોથા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો. બોલ લેગ-સ્ટમ્પ પર હતો અને તેના પર ધોનીએ નટરાજન સ્ટાઇલમાં શોટ રમતા ફાઇન લેગ પર ચાર રન બનાવ્યા.
-
મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર
શિવમ દુબેના આઉટ થયા બાદ પૂર્વ સુકાની ધોની મેદાનમાં આવતા જ હંમેશની જેમ દર્શકોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું. ધોની આ સિઝનમાં ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો નથી. તે એવી સ્થિતિમાં મેદાનમાં આવ્યો છે જ્યારે ટીમ મુશ્કેલીમાં છે.
-
શિવમ દુબે આઉટ
ચેન્નાઈ ટીમને પાંચમો ઝટકો લાગ્યો છે. આન્દ્રે રસેલે શિવમ દુબેને આઉટ કર્યો. રસેલે 11મી ઓવરનો પાંચમો બોલ ફેંક્યો, જેના પર દુબેએ શોટ રમ્યો પરંતુ બોલ તેના બેટની કિનારી પર લાગ્યો અને બોલ હવામાં ગયો. શોર્ટ મિડવિકેટ પર સુનીલ નારાયણે કેચ કરી લીધો.
-
અંબાતી રાયડુ રન આઉટ
ચેન્નાઈની ટીમ મુશ્કેલીમાં છે. તેની ચોથી વિકેટ પડી છે. અંબાતી રાયડુ નવમી ઓવરના ચોથા બોલ પર રન આઉટ થયો હતો. જાડેજાએ સુનિલ નારાયણને શોર્ટ મિડવિકેટની નજીક રમાડ્યો અને રન લેવા ગયો. રાયડુ પણ બીજા છેડેથી નીકળી ગયો પણ પછી જાડેજાએ ના પાડી અને શ્રેયસ અય્યરે રાયડુને આઉટ કર્યો. રાયડુએ 15 રન બનાવ્યા હતા.
-
રાયડુની કિસ્મત, થોડા માટે આઉટ થતા બચી ગયો
છઠ્ઠી ઓવર ફેંકી રહેલા વરુણ ચક્રવર્તીએ અંબાતી રાયડુને આઉટ કર્યો હતો પરંતુ બેટ્સમેનના નસીબે તેનો સાથ આપ્યો હતો. રાયડુએ મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ચૂકી ગયો. જો કે, બોલ સ્ટમ્પ સાથે અથડાયો ન હતો અને વિકેટકીપરને અડીને બાઉન્ટ્રી પાર ગયો હતો.
-
ચેન્નઇ ટીમને બીજો ઝટકો લાગ્યો
ઉમેશ યાદવે ચેન્નાઈને વધુ એક ઝટકો આપ્યો છે. તેણે પાંચમી ઓવરના પહેલા બોલ પર ડેવોન કોનવેને આઉટ કર્યો. કોનવેએ મિડ ઓન પર બોલને ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ સીધો કેપ્ટન શ્રેયસ ઐયરના હાથમાં ગયો. તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.
-
સિઝનનો પહેલો છગ્ગો
આ સિઝનના પ્રથમ ચોગ્ગો ફટકાર્યા બાદ ઉથપ્પાએ આ સિઝનનો પહેલો છગ્ગો પણ ફટકાર્યો હતો. ઉથપ્પાએ બોલને લેગ-સ્ટમ્પ પર ફ્લિક કર્યો અને બોલને છ રન માટે મિડવિકેટ પર મોકલ્યો. ઉથપ્પાએ ત્રીજી ઓવરના બીજા બોલ પર માવી પર આ સિક્સર ફટકારી હતી.
-
ચેન્નઇને પહેલો ઝટકો લાગ્યો
ચેન્નાઈની પહેલી વિકેટ પડી. પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવે ઋતુરાજને સ્લિપમાં નીતિશ રાણાના હાથે કેચ આપી બેઠો. બોલ ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ હતો, જેના પર ઋતુરાજે કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટના કિનારાને અડીને રાણાના હાથમાં ગયો.
-
સુકાની બન્યા બાદ રવિન્દ્ર જાડેજાનું નિવેદન
ધોની બાદ ટીમના કેપ્ટન બનેલા રવિન્દ્ર જાડેજાએ ટોસ બાદ કહ્યું કે, “આ એક મોટી જવાબદારી છે, હું આ નવી ભૂમિકા માટે તૈયાર અને ઉત્સાહિત છું. તૈયારી સારી છે, આશા છે કે બધુ બરાબર થશે.”
-
અહીં જુઓ આ સિઝનનો પહેલો ટોસ
Captain @ShreyasIyer15 wins the toss and #KKR will bowl first in the season opener of #TATAIPL 2022
Live – https://t.co/di3Jg7r0At #CSKvKKR pic.twitter.com/xpKJHTVBxz
— IndianPremierLeague (@IPL) March 26, 2022
-
કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમની પ્લેઇંગ ઇલેવન
શ્રેયસ અય્યર (સુકાની), વેંકટેશ અય્યર, અજિંક્ય રહાણે, નીતીશ રાણા, સેમ બિલિંગ્સ, આંદ્રે રસેલ, શેલ્ડન જેક્સન, સુનિલ નરેન, શિવમ માવી, ઉમેશ યાદવ અને વરૂણ ચક્રવર્તી.
-
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમની પ્લેઇંગ ઇલેવન
રવિન્દ્ર જાડેજા (સુકાની), રુતુરાજ ગાયકવાડ, ડેવન કોનવે, રોબિન ઉથપ્પા, અંબાતી રાયડુ, મહેન્દ્ર સિંહ ધોની, શિવમ દુબે, ડ્વેન બ્રાવો, તુષાર દેશપાંડે, મિચેલ સેન્ટનર, એડમ મિલ્ને.
-
CSK vs KKR Live Score, IPL 2022 : કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીત્યો અને પહેલા બોલિંગ પસંદ કરી
કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. અય્યરે પોતાની ટીમમાં ત્રણ વિદેશી ખેલાડીઓને તક આપી છે. આ ત્રણ છે સેમ બિલિંગ્સ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ. ચેન્નાઈએ ચાર વિદેશી ખેલાડીઓની પસંદગી કરી છે. જેમાં ડેવોન કોનવે, ડ્વેન બ્રાવો, મિશેલ સેન્ટનર, એડમ મિલ્નેનો સમાવેશ થાય છે.
-
CSK vs KKR Live Score, IPL 2022 : કોલકાતા પાસે પણ નવો સુકાની
કોલકાતા પાસે પણ આ વખતે નવો કેપ્ટન છે. બે વખતનો વિજેતા શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ મેદાનમાં ઉતરી રહ્યો છે. અય્યરે અગાઉ દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી હતી અને તે સફળ પણ રહ્યો હતો. તેની કપ્તાનીમાં દિલ્હી 2020માં પહેલીવાર ફાઈનલ પહોંચ્યું હતું પણ જીતી શકી ન હતી. કોલકાતા આ વખતે આશા રાખશે કે અય્યર તેમના ખિતાબના દુકાળનો અંત લાવે.
-
CSK vs KKR Live Score, IPL 2022 : IPL માં ધોની સુકાની નહીં પણ ખેલાડી તરીકે પહેલીવાર મેદાન પર ઉતરશે
આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 2008થી ચેન્નાઈની કેપ્ટનશીપ કરી રહેલા મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં સુકાની નહીં કરે. પોતાની કપ્તાનીમાં ચેન્નાઈને ચાર વખત વિજેતા બનાવનાર ધોનીએ બે દિવસ પહેલા કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો અને ટીમની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. આ વખતે ચેન્નાઈને વિજેતા બનાવવાની જવાબદારી જાડેજા પર રહેશે.
Published On - Mar 26,2022 6:49 PM