IPL 2022 Auction: વીડિયોઃ અશ્વિન રાજસ્થાનમાં જોડાયા બાદ બટલરે કરી આવી મજાક

રાજસ્થાન રોયલ્સે એક વીડિયો જાહેર કર્યો, જેમાં જોસ બટલર અને અશ્વિને જોશ બતાવ્યો. એક સમયે માંકડિંગ વિવાદમાં બન્ને સામ સામે આવી ગયા હતા.

IPL 2022 Auction: વીડિયોઃ અશ્વિન રાજસ્થાનમાં જોડાયા બાદ બટલરે કરી આવી મજાક
Rajasthan Royals IPL 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:11 PM

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2022 Auction) મેગા ઓક્શનના પહેલા દિવસે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ ભારતીય ઓફ સ્પિનર આર. અશ્વિનને 5 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સમાવેશ કર્યો હતો. અશ્વિન રાજસ્થાનની ટીમમાં જોડાતા જ ચાહકો અને ઘણા પુર્વ ખેલાડીઓએ ખાસ કરીને વીરેન્દ્ર સહેવાગે સોશિયલ મીડિયામાં જોસ બટલર સાથે જોડાયેલ ‘માંકડિંગ’ મુદ્દાને યાદ કરીને ખુબ મજા લીધી હતી. તમને જણાવી દઇએ કે જોસ બટલર પણ હાલ રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે.

વાત એવી છે કે વર્ષ 2019ની આઈપીએલમાં જ્યારે આર. અશ્વિન પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમનો ભાગ હતો ત્યારે ઇંગ્લેન્ડના ખેલાડી અને રાજસ્થાન ટીમ તરફથી રમતા જોસ બટલરને માંકડ કર્યું હતું. ત્યાર બાદ મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે તકરાર થઇ ગઇ હતી. બાદમાં ઇંગ્લેન્ડના આ ખેલાડી જોસ બટલરને સોશિયલ મીડિયામાં ઘણી નકારાત્મક પ્રતિક્રિયાનો સામનો કરવો પડ્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જોસ બટલરે રાજસ્થાનમાં અશ્વિનનું સ્વાગત કર્યું પણ હવે અશ્વિન અને જોસ બટલર એક સાથે એક જ ટીમ રાજસ્થાન રોયલ્સ ટીમમાં આગામી આઈપીએલ 2022માં રમતા જોવા મળશે. પણ માંકડિંગ વિવાદને લઇને ચાહકોએ સોશિયલ મીડિયામાં સતત ભારતના સ્પિનરની ખુબ મજા લીધી હતી. પણ ત્યાર બાદ જોસ બટલરે પણ સોશિયલ મીડિયામાં હળવા મુડમાં અશ્વિનની મજાક કરી હતી.

જાણો, બટલરે વીડિયોમાં શું કહ્યું…

રાજસ્થાન રોયલના વિકેટકીપર જોસ બટલરે પોતાની જ ટીમના આર. અશ્વિનનું સ્વાગત એક મજાકના અંદાજમાં કર્યું હતું અને માંકડિંગ મુદ્રા પર મજાક કરી હતી. રાજસ્થાને 12 ફેબ્રુઆરીએ ટ્વિટર પર એક વીડિયો મુક્યો હતો અને ભારતીય બોલર અશ્વિનનું સ્વાગત કરતા વીડિયોમાં કહ્યું કે, “હેલ્લો અશ્વિન, ચિંતા ન કરશો, હું ક્રિઝની અંદર છું.”

ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેને આગળ કહ્યું કે, “અશ્વિનને રાજસ્થાનના ગુલાબી રંગમાં જોવા માટે અને તેની સાથે ડ્રેસિંગ રુમ શેર કરવા માટે ઘણો ઉત્સાહિત છે. હલ્લા બોલ.”

જાણો, અશ્વિને વીડિયોમાં શું કહ્યું…

બટલરના વીડિયો બાદ રાજસ્થાન ટીમે અશ્વિનનો વીડિયો જાહેર કર્યો હતો, તેમાં તેણે બટલર સાથે ડ્રેસિંગ રુમ શેર કરવા માટે ઉત્સાહિત છે. તેણે યુઝવેન્દ્ર ચહલ સાથે બોલિંગ કરવા માટે અને સંજુ સેમસનની કેપ્ટનશિપમાં રાજસ્થાન માટે આઈપીએલ 2022માં રમવા માટે ઘણો ઉત્સાહિત છે.

આ પણ વાંચો : IPL Auction 2022: શાહરુખ ખાનને રીપ્રેઝન્ટ કરતા આર્યન-સુહાનાની તસ્વીર શેર કરી ‘પ્રાઉડ મોમ’ ગૌરી ખાને આ રીતે દર્શાવ્યો પ્યાર

આ પણ વાંચો : IPL 2022 Auction: ગુજરાતની ટીમે ખરીદેલ અભિનવ ની સફર ચંપલની દુકાન થી શરુ થઇને ‘કરોડપતિ’ એ પહોંચી, ઓક્શને પલટી દીધી જીવનની બાજી

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">