IPL 2021 Purple Cap: મેચ હારી ને પણ પણ બાજી જીતી લેશે RCB નો હર્ષલ પટેલ, વિકેટ લેવામાં રહેશે અવ્વલ!

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 11:53 PM

IPL માં સૌથી વધુ વિકેટ લેનારને ટુર્નામેન્ટના અંતે પર્પલ કેપ (IPL 2021 Purple Cap) આપવામાં આવે છે . RCB ના મિડલ પેસર હર્ષલ પટેલ (Harshal Patel) સિઝનની પ્રથમ મેચથી મોખરે છે.

IPL 2021 Purple Cap: મેચ હારી ને પણ પણ બાજી જીતી લેશે RCB નો હર્ષલ પટેલ, વિકેટ લેવામાં રહેશે અવ્વલ!
Harshal Patel

Follow us on

IPL 2021 માં પ્લેઓફની બે મેચ રમાઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB vs KKR) વચ્ચે સોમવારે ટક્કર થઇ હતી. આ એલિમિનેટર મેચમાં કોલકાતાએ બેંગ્લોરને સરળતાથી હરાવીને બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું હતું, જ્યાં હવે તેનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ (CSK vs DC) વચ્ચે ટક્કર થઇ હતી.

આ હાર સાથે, બેંગ્લોરની સફર આઇપીએલ 2021ની સિઝનમાં સમાપ્ત થઈ હતી અને ફરીથી પ્રથમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું હતુ. આમ હોવા છતાં, બેંગ્લોર માટે આ સિઝનમાં શ્રેષ્ઠ બાબતોમાંની એક હર્ષલ પટેલ (Harshal Patel) ની બોલિંગ હતી. જેણે ટુર્નામેન્ટમાં તેની સફર પછી પણ અન્ય તમામ બોલરો સાથે પર્પલ કેપ (IPL 2021 Purple Cap) રેસમાં ખૂબ આગળ નિકળી ચુક્યો છે.

આઈપીએલમાં, રનની ધૂમધામ સિવાય, હંમેશા વિકેટનો પણ વરસાદ થાય છે અને ત્યાં માત્ર થોડા બોલરો છે, જે પ્રથમ મેચથી છેલ્લી મેચ સુધી સતત વિકેટ લે છે. આ બોલરોના પ્રદર્શનનું પરિણામ ટીમને જાય છે, જે ટીમ સતત સફળ રહે છે. છેલ્લી ઘણી સીઝનમાં એવું જોવામાં આવ્યું છે કે ટીમોની સફળતા પાછળ, બોલરો માટે સફળ થવું જરૂરી છે. તે જ સમયે, સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પણ તેનું પુરસ્કાર મળે છે અને આ પુરસ્કાર પર્પલ કેપ છે, જે ટુર્નામેન્ટના અંત પછી સૌથી વધુ વિકેટ લેનાર બોલરને આપવામાં આવે છે.

ભારતીય બોલરોનો દબદબો

આ વખતે પર્પલ કેપ રેસમાં માત્ર ભારતીય ઝડપી બોલરોનું જ પ્રભુત્વ રહ્યું. હર્ષલ પટેલ, આવેશ ખાન જેવા નવા બોલરોએ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. જોકે, કોઈ પણ બોલર હર્ષલ પટેલની શક્તિને પડકારી શક્યો ન હતો અને એલિમિનેટર મેચ બાદ તેણે પોતાના ખાતામાં વધુ વિકેટ ઉમેરીને પર્પલ કેપનો કબજો લગભગ પાક્કો કરી દીધો છે. જો કે, તે ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો હતો. કારણ કે દેવદત્ત પડિકલે એક કેચ છોડ્યો હતો.

પર્પલ કેપ રેસના ટોપ 5 બોલર

1. હર્ષલ પટેલ (રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર) – 15 મેચ, 32 વિકેટ 2. આવેશ ખાન (દિલ્હી કેપિટલ્સ) – 15 મેચ, 23 વિકેટ 3. જસપ્રિત બુમરાહ (મુંબઈ ઈન્ડિયન્સ) – 14 મેચ, 31 વિકેટ 4. મોહમ્મદ શમી (પંજાબ કિંગ્સ) – 14 મેચ, 19 વિકેટ 5. રાશિદ ખાન (સનરાઇઝર્સ) – 14 મેચ, 18 વિકેટ

આ પણ વાંચોઃ IPL 2021, RCB vs KKR: વિરાટ કોહલીનુ સપનુ કોલકાતાએ રોળી દીધુ, RCB સામે KKR નો 4 વિકેટે રોમાંચક વિજય

આ પણ વાંચોઃ Sabarkantha: સીઆર પાટીલે ધારાસભ્યોના હોશ કોશ ઉડાવી દીધા ! કહ્યુ આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati