IPL 2021, RCB vs KKR: વિરાટ કોહલીનુ સપનુ કોલકાતાએ રોળી દીધુ, RCB સામે KKR નો 4 વિકેટે રોમાંચક વિજય

TV9 GUJARATI

|

Updated on: Oct 11, 2021 | 11:07 PM

રોયલ ચેલન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. મહત્વની મેચમાં બંને ટીમો અંત સુધી જીત મેળવવા પ્રયાસ કરતા મેચનો રોમાંચ વધ્યો હતો.

IPL 2021, RCB vs KKR: વિરાટ કોહલીનુ સપનુ કોલકાતાએ રોળી દીધુ, RCB સામે KKR નો 4 વિકેટે રોમાંચક વિજય
Nitish Rana

Follow us on

IPL 2021 ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની ટીમો વચ્ચે રમાઇ હતી. ટોસ જીતીને વિરાટ કોહલી (Virat Kohli) એ બેટીંગ પસંદ કરી હતી. આરસીબીએ 20 ઓવરના અંતે 7 વિકેટે 139 રનનો આસાન પડકાર કોલકાતા સામે રાખ્યો હતો. જેની સામે કોલકાતાએ રોમાંચક રીતે અંતિમ ઓવરમાં 4 વિકેટે જીત મેળવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બોલીંગ

યુઝવેન્દ્ર ચહલે આરસીબીની આશાઓને જીવતી રાખવા રુપ બોલીંગ કરી હતી. તેણે ચહલે 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મહંમદ સિરાજે 4 ઓવરમાં 19 રન ગુમાવી 2 વિકેટ મેળવી હતી. ગાર્ટને 3 ઓવરમાં 29 રન આપ્યા હતા. જ્યારે મેક્સવેલે 3 ઓવર કરીને 25 રન કર્યા હતા. ડેનિયલ કિશ્વને 2 ઓવરમાં 29 રન આપ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેટીંગ

કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે ઝડપ થી રન બનાવવાની શરુઆત કરી હતી. પરંતુ પડિક્કલ ના રુપ મા આરસીબીએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 18 બોલમા 21 રન કર્યા હતા. ફોર્મમા રહેલ શ્રીકર ભરત ની વિકેટ ઝડપથી ગુમાવતા બેંગલોર ને મોટો ઝટકો બીજી વિકેટ પર લાગ્યો હતો. ભરતે 16 બોલ રમીને 9 રન કર્યા હતા. બંનેની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની ટીમ દબાણમાં જોવા મળી હતી.

કોહલી એ 39 રન 33 બોલમા કર્યા હતા. તેણે આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તેની જોડી તૂટતા જ ધીમો પડ્યો હતો. કોહલી ની વિકેટ ગુમાવતા બેંગ્લોર ની રમત પર દબાણનો વધ્યું હતુ. તેને નરેને ક્લિન બોલ્ડ કર્યો હતો. 14મી ઓવર સમાપ્ત થવા સુધી એક પણ છગ્ગો લગાવી શક્યો હતો. ડિવિલીયર્સ 9 બોલમાં 11 રન કરીને બોલ્ડ થયો હતો. શાહબાઝ અહેમદે 14 બોલમાં 13 રન કર્યા હતા.

ડેનિયલ કિશ્વન 9 બોલમાં 8 રન કરીને રન આઉટ થયો હતો. હર્ષલ પટેલે અણનમ 6 બોલમાં 8 રન કર્યા હતા. જ્યારે જ્યોર્જ ગાર્ટન શૂન્ય રને અણનમ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

સુનિલ નરેને કેપ્ટન કોહલીની જ નહી પરંતુ તેની ટીમના સપનાંઓની ગીલ્લીઓ ઉડાવી દીધી હોય એવો માહોલ સર્જાયો હતો. સુનિલ નરેને 4 ઓવરમાં 21 રન આપીને કોહલી સહિતના ટોપ ઓર્ડરને વિખેરી નાંખતી 4 મહત્વની વિકેટ ઝડપી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 20 રન આપ્યા હતા. જ્યારે શાકિબ અલ હસને 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. શિવમ માવી એ 4 ઓવરમાં 36 રન આપ્યા હતા. કેપ્ટન મોર્ગને 5 બોલરોની ઉપયોગ કરીને તેમના સ્પેલની તમામ ઓવરો પૂરી નંખાવી હતી.

આ પણ વાંચોઃ Cricket: આયર્લેન્ડની 16 વર્ષની જ ખેલાડીએ સ્ટાર ક્રિકેટ મિતાલી રાજ નો બે દાયકા જૂનો વિશ્વ વિક્રમ તોડી દીધો

આ પણ વાંચોઃ IPL 2021: ધોની ને આ બે સંયોગ ફળી ગયા તો ચેન્નાઇને ચેમ્પિયન બનાવતા કોઇ નહી રોકી શકે ! જાણો આ અનોખા સંયોગ

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati