AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Orange Cap: રાજસ્થાન સામે શાનદાર રમતને લઇ કેએલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં નંબર-1 શિખર ધવન સાથે બરાબરી પર

IPL માં દરેક સીઝનના અંતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ (Orange Cap) આપવામાં આવે છે. દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીના માથા પર મૂકવામાં આવે છે જે તે સમયે યાદીમાં ટોચ પર હોય છે.

IPL 2021 Orange Cap: રાજસ્થાન સામે શાનદાર રમતને લઇ કેએલ રાહુલ ઓરેન્જ કેપની રેસમાં નંબર-1 શિખર ધવન સાથે બરાબરી પર
KL Rahul-Mayank Agarwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 8:46 AM
Share

IPL 2021 નો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે. રવિવારથી શરૂ થયેલા બીજા તબક્કામાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. લીગની 32 મી મેચ મંગળવારે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. જેમ જેમ લીગ આગળ વધી રહી છે તેમ પોઈન્ટ ટેબલ માટેની રેસ રોમાંચક બની રહી છે. આ સાથે, ઓરેન્જ કેપ (Orange Cap) માટેની રેસ પણ રોમાંચક બની રહી છે.

લીગમાં રમતા દરેક બેટ્સમેનનું કેપનું સપનું છે. હાલમાં, દિલ્હી કેપિટલ્સના શિખર ધવન (Shikhar Dhawan) આ રેસમાં આગળ હતા. પરંતુ હવે પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે (KL Rahul) તેની બરાબરી કરી લીધી છે. બંનેના 380-380 રન છે. રાહુલે રાજસ્થાન સામે 49 રનની ઇનિંગ રમીને ધવનની બરાબરી કરી હતી.

ઓરેન્જ કેપ તે બેટ્સમેનને આપવામાં આવે છે, જે દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવે છે. દરેક મેચ બાદ આ કેપની સ્થિતિ બદલાતી રહે છે. દરેક મેચ બાદ જે ખેલાડી આ યાદીમાં પ્રથમ સ્થાને હોય છે, આ કેપ તેના માથા પર હોય છે. પોઇન્ટ ટેબલની રેસ ઓરેન્જ કેપની જેમ રોમાંચક અને ઉતાર -ચઢાવથી ભરેલી હોય છે. ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલ (KL Rahul) પાસે હતી. આ સિઝનમાં પણ શરૂઆતથી આ કેપ માટે એક શાનદાર રેસ જોવા મળી હતી, જે હજુ પણ ચાલુ છે. જોકે, દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવન આ રેસમાં કેટલીક મેચોથી આગળ છે.

32 મેચ બાદ આ સ્થિતિ

IPL 2021 ના ​​પહેલા ભાગના અંત સુધી, સિઝનની ઓરેન્જ કેપ દિલ્હી કેપિટલ્સના અનુભવી ઓપનર શિખર ધવન પાસે છે. ધવને ભારતમાં પ્રથમ હાફમાં 54 ની સરેરાશથી 380 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ રાજસ્થાન રોયલ્સ સામે મંગળવારે રમેલી તેની ઇંનીંગ ને લઇને હવે તે ધવનની બરાબરી પર પહોંચી ચુક્યો છે. તેની શાનદાર ઇનિંગના આધારે દિલ્હી પ્રથમ હાફના અંત સુધી લીગ ટેબલમાં પ્રથમ સ્થાને રહ્યું હતુ.

આ છે ઓરેન્જ કેપ્સની યાદી

1) શિખર ધવન (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 380 રન 2) કેએલ રાહુલ (પંજાબ કિંગ્સ) – 8 મેચ, 380 રન 3) ફાફ ડુ પ્લેસિસ (ચેન્નાઈ સુપર કિંગ્સ) – 8 મેચ, 320 રન 4) પૃથ્વી શો (દિલ્હી કેપિટલ્સ) – 8 મેચ, 308 રન 5) ઋતુરાજ ગાયકવાડ (ચેન્નાઇ સુપર કિંગ્સ) – 8 મેચ, 284 રન

આ પણ વાંચોઃ Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

આ પણ વાંચોઃ IPL 2021: વિરેન્દ્ર સહેવાગ નો હટકે અંદાજ, ધોનીની ટીમની વાત કરતા પહેલા પત્નિની તસ્વીર અને કિવી ટીમની પૂજા અર્ચના કરી!, જુઓ વિડીયો

Follow Us
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ભાજપ દ્વારા ઑફર અપાયાનો દાવો!
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
g clip-path="url(#clip0_868_265)">