IPL 2021: વિરેન્દ્ર સહેવાગ નો હટકે અંદાજ, ધોનીની ટીમની વાત કરતા પહેલા પત્નિની તસ્વીર અને કિવી ટીમની પૂજા અર્ચના કરી!, જુઓ વિડીયો

ટીમ ઇન્ડીયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) તેના રમૂજી અંદાજ માટે તેની રમત જેટલો જ જાણીતો છે. તેણે પોતાના પત્નિની અને કિવી ખેલાડીઓને લઇને પૂજા કરવાનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ પડ્યો છે.

IPL 2021: વિરેન્દ્ર સહેવાગ નો હટકે અંદાજ, ધોનીની ટીમની વાત કરતા પહેલા પત્નિની તસ્વીર અને કિવી ટીમની પૂજા અર્ચના કરી!, જુઓ વિડીયો
Virender Sehwag

હાલમાં પાકિસ્તાન (Pakistan) માં એક બાદ એક પ્રવાસ રદ થવાને લઇને હંગામો મચ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનમાં ક્વોરન્ટાઇન સમય અને પ્રેકટીશ સેશન પણ કર્યા હતા. મેચ શરુ થવાની થોડીક જ મીનીટો પહેલા ન્યુઝીલેન્ડની ટીમે (New Zealand Cricket Team) સુરક્ષાના કારણોસર મેચ રમવાથી ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ ઇંગ્લેન્ડ (England Cricket Team) ની ટીમે પણ પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા થી ઇન્કાર કરી દીધો હતો. વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) તેને લઇને પણ મજા લેવાનુ ચુક્યો નથી.

વિરેન્દ્ર સહેવાગ આમ તો તેના મજાકીયા સ્વભાવને લઇને જાણીતો છે. તે અવાર નવાર તેના આ અંદાજને ક્રિકેટની ટીપ્સ અને એક્સપર્ટ ઓપિનીયન સાથે રજૂ કરતો રહે છે. આવા જ તેના અંદાજ છે. ક્રિકેટ વિશ્વના વર્તમાન પ્રવાહ અને અન્ય બાબતોને રજૂ કરતો રહે છે. આવી જ રીતે તેણે શેર કરેલા વિડીયોમાં તેણે ન્યુઝીલેન્ડને લઇને મજા લીધી છે.

સહેવાગે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા શેર કરેલા વિડીયોમાં જબરદસ્ત અંદાજ જોવા મળ્યો છે. તેણે ક્રિકેટ અંગેની વાતો કરવાની શરુઆતમાં પોતાની હટકે સ્ટાઇલને રજૂ કરી હતી. સહેવાગની સ્ટાઇલ એક દમ રમૂજી છે. જેને ક્રિકેટના ચાહકો જોઇને પેટ પકડીને હસવા માટે મજબૂર બની જાય છે. એટલેજ તેનો આ વિડીયો એક દિવસમાં જ 7 લાખ થી વધુ લોકોએ પસંદ કર્યો છે.

વિડીયોની શરુઆતમાં સહેવાગ તેની પત્નિીનો ફોટો મોબાઇલ સ્ક્રિન પર રાખીને પૂજા કરતો નજર આવે છે. જેમાં તે બીવીયાય નમઃ નો મંત્ર પણ પોકારતો હોય છે. તો વળી પત્નીની જય સાથે સાથે તે બીવી બાદ કિવીયાઇ નમઃ ના મંત્રોચ્ચાર પણ કરતો વિડીયોમાં નજર આવે છે. તો તેની પત્નિની તસ્વીર વાળા મોબાઇલમાં ડીશમાં ભરેલ કિવીના ફળોની તે પૂજા કરે છે અને તેમને પૂજાના ફુલ પણ ચઢાવે છે. સાથે જ કહે છે. બીવી અને કિવીએ દહેશત મચાવી હોવાનુ તેણે કહ્યુ હતુ. બીવી ને પસંદ કરવાનુ તો તમે જાણો છો, પરંતુ કિવીઓને ખુશ રાખવુ ખૂબ જરુરી છે.

 

View this post on Instagram

 

A post shared by Virender Sehwag (@virendersehwag)

IPL ને લઇને વીડિયો મારફતે સહેવાગે હટકે અંદાજ રજૂ કર્યો

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે તેનો આ વિડીયો બનાવવાનો હેતુ આઇપીએલની પ્રથમ મેચના પરીણામને લઇને હતો. તે મેચની સ્થિતીને લઇને કેટલીક વાતોને લઇને વિડીયો મારફતે પોતાના ચાહકો સામે આવ્યો હતો. પરંતુ આ પહેલા તેની શરુઆત અગાઉ કહ્યા મુજબ રહી હતી. તો વળી તેણે આઇપીએલમાં ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને લઇને વાતો કરવા દરમ્યાન તેનો આ અંદાજ જાળવી રાખ્યો હતો.

 

 

આ પણ વાંચોઃ Cricket: કૃણાલ પંડ્યાની પત્નિ પંખૂરી શર્મા એ દર્દ ભરી પોતાની કહાની લખી શેર કરી, એક વિડીયો પણ શેર કર્યો, જુઓ

 

આ પણ વાંચોઃ IPL 2021: વિરેન્દ્ર સહેવાગે આ ટીમને ઝાટકતા કહ્યુ, બેબી ના ડાયપર બદલવા કરતા વધારે ઝડપે તો પ્લેયીંગ ઇલેવન બદલાય છે

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati