IPL 2021, KKR vs RR: કોલકાતા નાઇટ રાઇડર્સની રાજસ્થાન સામે ‘રોયલ જીત’, શિવમ માવીની 4 વિકેટ

કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) પોઇન્ટ ટેબલમાં પોતાનુ ચોથા સ્થાનને જાળવી રાખવા માટે રન રેટ સાથે જીત મેળવવાના પ્રયાસમાં છે. જે મુજબ તેણે મોટી જીત સાથે તેની યોજના પાર પાડવાનો પ્રયાસ કર્યો છે.

IPL 2021, KKR vs RR: કોલકાતા નાઇટ રાઇડર્સની રાજસ્થાન સામે 'રોયલ જીત', શિવમ માવીની 4 વિકેટ
Shivam Mavi of Kolkata Knight Riders celebrates the wicket
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 11:08 PM

IPL 2021 ની 54 મી મેચ શારજાહમાં આજે દિવસની બીજી મેચના રુપે રમાઇ હતી. જેને કોલકાતાએ શાનદાર રીતે જીતી લીધી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે આ મેચ રમાઇ હતી. રાજસ્થાને ટોસ જીતીને રન ચેઝ કરવાનુ પસંદ કર્યુ હતુ. KKR એ 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 171 રન કર્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ સુપર ફ્લોપ રમત દર્શાવી હાર મેળવી હતી. 85 રનમાં રાજસ્થાન સમેટાઇ ગઇ હતી. 86 રન હાર થઇ હતી.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

શરુઆત થી જ રાજસ્થાન રોયલ્સની ટીમ પાણીમાં બેસી ગઇ હતી. રાજસ્થાન રોયલ્સની ટીમ માટે જાણે કે રન ચેઝનો ટોસ જીતીને ખેલેલો દાવ ઉંધો પડી ગયો હતો. શૂન્ય ના સ્કોર પર જ વિકેટ ગુમાવનાર રાજસ્થાને 35 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આમ પાવર પ્લેમાં જ રાજસ્થાનની હાર નિશ્વિત લખાઇ ગઇ હતી.

ઓપનર યશસ્વી જયસ્વાલ 3 બોલ રમીને શૂન્યમાં આઉટ થયો હતો. લિયામ લિવિંગસ્ટોને 6 બોલમાં 6 રન કર્યા હતા. કેપ્ટન સંજૂ સેમસને 4 બોલમાં 1 રન જ કર્યો હતો. શિવમ દુબેએ 20 બોલમાં 18 રન કર્યા હતા. અનૂજ રાવત ગોલ્ડન ડક આઉટ થયો હતો. જ્યારે ગ્લેન ફિલીપ 12 બોલમાં 8 રને વિકેટ ગુમાવી બેઠો હતો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

રાહુલ તેવટીયાએ ટીમના સ્કોરને ઉપર લઇ જઇ અત્યંત ખરાબ હાર થી ટીમને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. 36 બોલમાં 44 રન કર્યા હતા. ક્રિસ મોરિસ 2 બોલમાં શૂન્ય રન પર જ પેવેલિયન પરત ફર્યો હતો. જયદેવ ઉનડકટ 6 રન જ પર આઉટ થયો હતો. ચેતન સાકરિયા 1 રન કરીને રન આઉટ થયો હતો. મુસ્તફિઝુર રહેમાન નોટ આઉટ રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બોલીંગ

શિવમ માવી અને લોકિ ફરગ્યૂશને રાજસ્થાન રોયલ્સની ટીમને પત્તાના મહેલની માફ ધરાશયી કરી દીધી હતી. શિવમ માવીએ 4 વિકેટ મેળવી હતી. જ્યારે લોકિ એ 3 વિકેટ મેળવી હતી. વરુણ ચક્રવર્તીએ એક વિકેટ મેળવી હતી. જ્યારે શાકિબ અલ હસને પણ એક વિકેટ મેળવી હતી. સુનિલ નરેન ખૂબ ખર્ચાળ બોલર રહ્યો હતો.

કોલકાતા નાઇટ રાઇડર્સ બેટીંગ ઇનીંગ

ટોસ હારીને મેદાને રમતમાં ઉતરેલી KKR ની ટીમે શરુઆતથી જ આક્રમક રમત અપનાવી હતી. બંને ઓપનરોએ સારી શરુઆત રાજસ્થાન સામે બેટીંગ કરતા આપી હતી. શુભમન ગિલે બેક ટુ બેક બીજુ અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 40 બોલમાં અર્ધ શતક 2 છગ્ગા સાથે પુર્ણ કર્યુ હતુ. તેણે 44 બોલમાં 56 રન કર્યા હતા. વેંક્ટેશન ઐય્યરે 35 બોલમાં 38 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા વડે પોતાની રમત રમી હતી.

નિતીશ રાણા 5 બોલમાં 12 રન કરીને વિકેટ ગુમાવી હતી. તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો લગાવ્યો હતો. તે વધુ એક છગ્ગો લગાવવાના પ્રયાસમાં કેચ આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 14 બોલમાં 21 રન કરીને વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક અને કેપ્ટન ઇયોન મોર્ગને સ્કોરને પડકારજનક બનાવાવ માટે પ્રયાસ કર્યો હતો. અણનમ રહેલા કાર્તિકે 1 છગ્ગા સાથે 11 બોલમાં 14 રન કર્યા હતા. કેપ્ટન ઇયોન મોર્ગને અણનમ 13 રન 11 બોલમાં 1 છગ્ગા અને 1 ચોગ્ગા વડે કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ

15 ઓવર પહેલા જ રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju SamSon) 7 બોલરોને અજમાવી લીધા હતા. પરંતુ કોલકાતા એક્સપ્રેસ રોકાવાનુ નામ લઇ રહી નહોતી. ચેતન સાકરિયાએ 4 ઓવરમાં 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે 4 ઓવર કરીને 28 રન આપી 1 વિકેટ ઝડપી હતી.

રાહુલ તેવટિયાએ એક ઓવર કરીને 11 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન ફિલીપ્સે 1 ઓવરમાં 17 રન લુટાવ્યા હતા. મુસ્તફિઝુર રહેમાને 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. જયદેવ ઉનડકટે 4 ઓવરમાં 35 રન ગુમાવ્યા હતા. શિવમ દુબેએ 2 ઓવરમાં 18 રન આપ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2021: દિપક ચાહરે મેચ બાદ ગર્લ ફ્રેન્ડને વિંટી પહેરાવી કર્યુ પ્રપોઝ, હસતા હસતા જોડી ભેટી પડી, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Cricket: વિરાટ કોહલી સચિનનો 100 મી સદીનો રેકોર્ડ તોડી શકશે ? રિકી પોન્ટીંગના રેકોર્ડથી માત્ર 1 જ પગલુ દૂર

Latest News Updates

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
g clip-path="url(#clip0_868_265)">