Cricket: વિરાટ કોહલી સચિનનો 100 મી સદીનો રેકોર્ડ તોડી શકશે ? રિકી પોન્ટીંગના રેકોર્ડથી માત્ર 1 જ પગલુ દૂર

વિરાટ કોહલી (Virat kohli) એ સૌથી ઝડપી 23000 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર 440 ઇનિંગ્સમાં આ પરાક્રમ કરીને તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ (522 ઇનિંગ્સ) તોડ્યો હતો.

Cricket: વિરાટ કોહલી સચિનનો 100 મી સદીનો રેકોર્ડ તોડી શકશે ? રિકી પોન્ટીંગના રેકોર્ડથી માત્ર 1 જ પગલુ દૂર
Virat Kohli

લેખક- શુભાયન ચક્રવર્તી

વિરાટ કોહલી (Virat kohli) અને રેકોર્ડ એકબીજાના પર્યાય છે. તેની રન સ્કોરિંગ સ્પીડે ક્રિકેટમાં આશ્ચર્યજનક ઉંચાઈ મેળવી છે. ગોળમટોળ કિશોર થી ક્રિકેટના બ્રાન્ડ એમ્બેસેડર બનેલા કોહલી માટે, ક્રિકેટ કારકિર્દી રન, મેચ વિનિંગ બેટિંગ અને સેંકડો રેકોર્ડથી ભરેલી છે. કોહલીએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે અને કેટલાકમાં તેના આદર્શ સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે. જોકે, તે 100 સદીના રેકોર્ડથી હજુ દૂર છે.

71 મી સદી સાથે, તે બીજી સૌથી વધુ સદીના રિકી પોન્ટિંગના રેકોર્ડની બરાબરી કરશે. પરંતુ વિરાટ માટે આ રાહ ખૂબ લાંબી બની ગઈ છે. સચિન તેંડુલકરની રાહ કરતાં લાંબી છે, જેમાં તેને 99 થી 100 સદી સુધી પહોંચવામાં 369 દિવસ લાગ્યા. કોહલી 678 દિવસથી વધુ સદી ફટકારી શક્યો નથી. વિરાટ કોહલીનો 350 ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં 70 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ અદભૂત છે. તેની કપ્તાની અને વ્યક્તિત્વને લઈને લોકોના મંતવ્યો ભલે વહેંચાયેલા હોય, પરંતુ તેની શાનદાર બેટિંગ અંગે કોઈ શંકા નથી.

 

રન બનાવવાની આ ભૂખને કારણે, કોહલી એકમાત્ર બેટ્સમેન છે. જેણે ક્રિકેટના દરેક સ્વરૂપે 50 થી વધુ રન બનાવ્યા છે. તેની ટેસ્ટમાં 51.9, વનડેમાં 59.07 અને ટી -20 માં 52.65 ની સરેરાશ છે. કોહલી ટૂંક સમયમાં 33 વર્ષનો થઈ જશે. અને તેની કારકિર્દીના છેલ્લા તબક્કામાં, તેને રન બનાવવાની ભૂખ વધુ વધી હશે. સારી ફિટનેસના કારણે તેની કારકિર્દી ઓછામાં ઓછી ટેસ્ટમાં લાંબી રહે તેવી શક્યતા છે.

હાલમાં કોહલીના ફોર્મની ચિંતા

2008 માં દાંબુલામાં 12 રનથી કારકિર્દીની શરૂઆત કરનાર વિરાટ કોહલી ભવિષ્યમાં ઘણા રેકોર્ડ તોડી શકે છે. જોકે, હાલના સમયમાં તે તેના સંપૂર્ણ ફોર્મમાં નથી. જ્યાં તે સદી ફટકારવામાં અસમર્થ છે, ત્યાં રમતમાં તેના પ્રદર્શન અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કોહલી આ તબક્કામાંથી બહાર આવવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. અને ઓક્ટોબર 2021 થી જૂન 2022 ની વચ્ચે, તેને તેની રમતમાં સુધારો કરવા અને નવા રેકોર્ડ બનાવીને તેની કારકિર્દીને નવી ઉંચાઈઓ આપવા માટે પુષ્કળ તકો મળશે. કારણ કે આ દરમિયાન ક્રિકેટ મેચોનો ધમધમાટ જોવા મળશે.

સૌથી ઝડપી 23000 રન

મહાન ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ, તાજેતરમાં 490 ઇનિંગ્સમાં 23000 રન બનાવીને ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ દરમિયાન તેણે 522 ઇનિંગ્સમાં સચિન તેંડુલકરના 23000 રન બનાવવાના રેકોર્ડને પાછળ છોડી દીધો. આ તફાવત આશ્ચર્યજનક છે.

  • વિરાટ કોહલી – 490 ઇનિંગ્સ
  • સચિન તેંડુલકર – 522 ઇનિંગ્સ
  • રિકી પોન્ટિંગ – 544 ઇનિંગ્સ
  • જેક કાલિસ – 551 ઇનિંગ્સ
  • કુમાર સંગાકારા – 568 ઇનિંગ્સ

કોહલીએ આ રન 55 થી વધુની સરેરાશથી કર્યા છે. જે સૌથી વધુ રન બનાવનારાઓમાં શ્રેષ્ઠ છે. જોકે સચિન તેંડુલકર સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોચ પર રહ્યો છે. ત્યારબાદ કુમાર સંગાકારા 28,016 અને રિકી પોન્ટિંગ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને 27,483 રન સાથે છે. કોહલી સાતમા નંબરે છે.

કોહલી માટે 100 એ પહોંચવુ પડકાર

100 સદી ફટકારવાની ભૂખ કોહલીને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરતી રહેશે. સચિન તેંડુલકરના રેકોર્ડ સુધી પહોંચવું તેના માટે મોટો પડકાર છે પરંતુ તે તેની પહોંચની બહાર નથી. ટીવી 9એ જાણવાનો પ્રયત્ન કર્યો કે, કોહલી ફોર્મમાં પાછા ફર્યા બાદ કેટલી સદી ફટકારી શકે છે. સામાન્ય રીતે રમતવીરનું પ્રદર્શન વય સાથે ઘટતું જાય છે.

આ સંદર્ભમાં, કોહલીના કિસ્સામાં, જો બેન્ચમાર્ક લગભગ પચ્ચીસ ટકા ઘટાડવામાં આવે, તો જ્યારે તેણે 2017 અને 2018 ના શ્રેષ્ઠ પ્રદર્શનમાં 11-11 સદી ફટકારી હતી. તે ઓછામાં ઓછી 8-8 સદી ફટકારી શકે આગામીમાં વર્ષોમાં. આવી સ્થિતિમાં જો વિરાટ કોહલી આગામી પાંચ વર્ષ રમે તો, વધુ 40 સદી ફટકારી હોત એટલે કે તેની સદીઓની કુલ સંખ્યા 110 સુધી પહોંચી શકે છે.

ઉંમર માત્ર એક સંખ્યા છે

 

વિરાટ કોહલીમાં હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે 33 વર્ષના થયા પછી તેઓ પોતાનું ફોર્મ ગુમાવી દેશે. પરંતુ તેની પહેલા ઘણા બેટ્સમેનોએ સાબિત કર્યું છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે.

30 વર્ષના થયા પછી પણ સચિન તેંડુલકરે ખૂબ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું. જોકે ટેસ્ટમાં તેની સરેરાશ 30 વર્ષની ઉંમર બાદ ઘટી હતી, તેમ છતાં વનડે અને ટી -20 માં તેની સરેરાશ ઘણી સારી હતી. પોતાની કારકિર્દીના અંતિમ દિવસોમાં માસ્ટર બ્લાસ્ટરે ટેસ્ટ અને વન -ડે ઈન્ટરનેશનલમાં પણ સદી ફટકારી હતી.

રસપ્રદ વાત એ છે કે, સચિન તેંડુલકરે 30 વર્ષની ઉંમરે એક દિવસીય આંતરરાષ્ટ્રીયમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન તેણે પોતાની સરેરાશમાં સુધારો કર્યો એટલું જ નહીં, તેણે વનડેમાં 200 રનનો સર્વોચ્ચ સ્કોર પણ બનાવ્યો. આજે પણ ભારતમાં તેના ચાહકો તે ક્ષણને યાદ કરીને રોમાંચિત થઈ જાય છે.

કોહલી માટે સચિનના આંકડા પ્રેરણા આપનાર

તેંડુલકરના આંકડા જોતા એવું લાગે છે કે, વનડેમાં સર્વશ્રેષ્ઠ ગણાતા વિરાટ કોહલી પણ આવનારા સમયમાં સફળતાની સીડી ચઢી શકે છે. શ્રીલંકાના પૂર્વ કેપ્ટન સંગાકારા શ્રેષ્ઠ કીપર-બેટ્સમેન રહ્યા છે. 30 વર્ષની ઉંમર સુધી, તેણે ટેસ્ટ અને વનડેમાં વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું, પરંતુ 30 પછી પણ તેની સિદ્ધિઓમાં કોઈ ઘટાડો થયો ન હતો. તેના બદલે સંગાકારાએ 30 વર્ષ પછી જ તેની કારકિર્દીની ટોચને સ્પર્શી હતી.

જ્યાં 30 વર્ષ પછી તેણે 60 ની સરેરાશ હાંસલ કરી, 20 વર્ષની ઉંમરે તેની સરેરાશ 54.37 હતી. 30 વર્ષની ઉંમર પછી, તેણે 20 વર્ષની ઉંમરની સરખામણીએ ટેસ્ટમાં 10 વધુ સદી ફટકારી હતી. વનડેમાં તેણે 20 વર્ષની સરખામણીમાં 30 વર્ષની ઉંમરે 13 વધુ સદી ફટકારી હતી.

લારા 30 પછી ખીલ્યો હતો

સંગાકારાની જેમ, બ્રાયન લારાએ પણ 20 વર્ષની ઉંમર કરતા 30 પછી સારું પ્રદર્શન કર્યું. તેનો અણનમ 400 રનનો રેકોર્ડ પણ 30 વર્ષની ઉંમર પછી જ આવ્યો હતો. 30 વર્ષની ઉંમર પછી, વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કેપ્ટનની રન બનાવવાની ગતિ વધુ ઝડપી બની. ટેસ્ટમાં લારાએ 30 વર્ષની ઉંમર બાદ 53.66 રન બનાવ્યા હતા, જે 20 વર્ષની ઉંમરે 51.60 હતા. જો કે, તેની વનડે કારકિર્દીમાં વૃદ્ધ થતાની સાથે ઘટાડો જોવા મળ્યો. લારાએ 20 વર્ષની ઉંમરની સરખામણીમાં 30 વર્ષની ઉંમર બાદ વધુ સદી ફટકારી હતી.

 

જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે લારાનું પ્રદર્શન 20 વર્ષની ઉંમરે 42.38 ની સરેરાશથી 30 માં 36.18 થઈ ગયું હતું. 30 વર્ષની ઉંમર બાદ ટેસ્ટમાં લારાની બેટિંગ સરેરાશ 3.91 ટકા વધી છે, જોકે વનડેમાં તે 15.78 ટકા ઘટી છે. 20 કે 30 વર્ષની ઉંમર હોય, બ્રાયન લારા હંમેશા બોલરો માટે સમય રહ્યો છે અને ક્રિકેટમાં મહત્વનો અધ્યાય બની ગયો છે.

પોન્ટીંગ પણ ત્રીસ પછી દમ દર્શાવતો

રિકી પોન્ટિંગે પોતાની કારકિર્દીમાં સાતત્ય જાળવી રાખ્યું હતું. ટેસ્ટ હોય કે વનડે, ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન જેણે વર્લ્ડ કપ જીત્યો હતો તે તેની ટીમ માટે ખૂબ મહત્વનો હતો. બંને ફોર્મેટમાં પોન્ટિંગે બોલરોને છગ્ગા ફટકાર્યા. 30 વર્ષની ઉંમર પછી, તેની ટેસ્ટ સરેરાશ ઓછી થઈ, પરંતુ વનડેમાં તેમાં થોડો વધારો જોવા મળ્યો. 30 વર્ષની ઉંમર બાદ પણ પોન્ટિંગે બંને ફોર્મેટમાં પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. ટેસ્ટમાં આ ઘટાડો 11.58 ટકા હતો, જ્યારે વનડેમાં 0.519 નો થોડો વધારો થયો હતો. તે એ પણ દર્શાવે છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે.

જયવર્ધને દરેક ઉંમરે આણ જ રમતો રહ્યો

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેએ પણ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન આ જ ફોર્મ જાળવી રાખ્યું હતું. ટેસ્ટ હોય કે વનડે, ઉંમર 20 કે 30, જયવર્દને એ જ રમતા રહ્યા. 2000 હોય કે 2010, જયવર્દને ટેસ્ટમાં તેમજ વનડેમાં બેવડી સદી ફટકારવા ઉપરાંત ટીમની કરોડરજ્જુ રહ્યો છે. 30 વર્ષની ઉંમરે તેની 51.63 ની સરેરાશ એ હકીકતને ખોટી પાડે છે કે ખેલાડીની ઉંમર વધવાની સાથે રમવાની ક્ષમતા ઘટી જાય છે.

આ દિવસોમાં કોરોનાને કારણે, ઓછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં મેચો વધુ ઝડપથી યોજાઈ શકે છે. આવી સ્થિતિમાં, કોહલી પાસે ફોર્મમાં પાછા ફરવાનો સમય જ નથી પણ તેને સર્વકાલીન શ્રેષ્ઠ બેટ્સમેનોનો તાજ પહેરવાની તક પણ છે. જેમ કે કહેવામાં આવે છે કે ફોર્મ અસ્થાયી છે, પરંતુ ક્લાસ કાયમી છે.

 

 

આ પણ વાંચોઃ IND vs PAK: પાકિસ્તાની ક્રિકેટરને ટીપ્પણી કરવી ભારે પડી ગઇ, મુનાફ પટેલે એવો સણસણતો જવાબ આપ્યો કે બોલતી બંધ થઇ ગઇ!

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs PBKS: પંજાબ કિંગ્સ સામે ચેન્નાઇ ના બેટ્સમેનોની કંગાળ રમત, પ્લેસિસની રમતે સ્કોર 134 રન પહોંચી શક્યો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati