IPL 2021: પૂર્વ ક્રિકેટરે ઇગ્લેન્ડના ખેલાડીઓને કહી સંભળાવ્યા ‘ચીટર’ ! ટૂર્નામેન્ટમાંથી ખસી જતા સંભળાવી ખરી ખોટી

ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ યુએઇમાં રમાનાર આઇપીએલ ટૂર્નામેન્ટથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ છે. નામ પરત લેનારાઓમાં ઓપનર બેટ્સમેન જોની બેયરિસ્ટો અને ડેવિડ મલાન પણ સામેલ છે.

IPL 2021: પૂર્વ ક્રિકેટરે ઇગ્લેન્ડના ખેલાડીઓને કહી સંભળાવ્યા 'ચીટર' ! ટૂર્નામેન્ટમાંથી ખસી જતા સંભળાવી ખરી ખોટી
England players
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 7:43 AM

IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં યોજાનાર છે. આ માટે તમામ ટીમો UAE પહોંચી ગઈ છે. માંન્ચેસ્ટર ટેસ્ટ રદ થયા બાદ ટીમ ઈન્ડીયાના સ્ટાર્સ પણ ઈંગ્લેન્ડથી યુએઈ પહોંચ્યા બાદ પોતાની ટીમોમાં જોડાયા છે. ઇંગ્લેન્ડથી ભારતીય ટીમના સ્ટાર્સ IPL માટે રવાના થયા હતા પરંતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓ તેમની સાથે આવ્યા ન હતા, જે આઇપીએલ (IPL 2021) માંથી ખસી ગયા હતા. ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ તેને છેતરપિંડી ગણાવી છે.

IPL ના એક સપ્તાહ પહેલા પંજાબ કિંગ્સના ડેવિડ મલાન અને SRH ના જોની બેયરસ્ટોએ તેમના નામ પાછા ખેંચી લીધા હતા. જોસ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સ આઈપીએલમાંથી પહેલા જ ખસી ગયા છે. બંનેની વિદાય સાથે રાજસ્થાન રોયલ્સની તૈયારીઓને મોટો આંચકો લાગ્યો હતો. જોસ બટલરે વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાં ભાગ લીધો નથી. બીજી બાજુ, સ્ટોક્સે માનસિક સ્વાસ્થ્યને ટાંકીને ક્રિકેટમાંથી અનિશ્ચિત વિરામ લીધો છે. જોફ્રા આર્ચર ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

આકાશ ચોપડાએ ઈંગ્લેન્ડના ખેલાડીઓની ઝાટકણી કાઢી હતી

આકાશ ચોપરા ઈંગ્લેન્ડના ખેલાડીઓના નિર્ણય સાથે બિલકુલ સહમત નથી. આકાશના કહેવા મુજબ, છેલ્લી ઘડીએ ઈંગ્લેન્ડના ખેલાડીઓએ પોતાની ટીમોને છેતરીને મુશ્કેલીઓ વધારી દીધી છે, તેમને આગામી હરાજીમાં આનો ભોગ બનવું પડશે. મીડિયા રીપોર્ટનુસાર વાત કરતા તેમણે કહ્યું કે, જોસ બટલર, જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સે પહેલાથી જ પોતાના નામ પરત ખેંચી લીધા હતા, પરંતુ હવે ડેવિડ મલાન, ક્રિસ વોક્સ અને જોની બેયરસ્ટોએ પણ તેમના નામ પાછા ખેંચી લીધા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડના અડધો ડઝન ખેલાડીઓ IPL નો ભાગ નહીં બને. આ એક મોટી સંખ્યા છે. આઈપીએલ પરિવાર આને ભૂલશે નહીં. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આ વાતને ધ્યાનમાં રાખવી જોઇએ કે જ્યારે તમે આઇપીએલ સીઝનમાંથી તમારું નામ પાછું ખેંચો છો, ત્યારે તમે જે ફ્રેન્ચાઇઝી તમને ખરીદી છે તેની સાથે છેતરપિંડી કરો છો.

નિર્ણયની અસર ઓક્શનમાં જોવા મળશે

તેણે કહ્યું, ‘તેનો અર્થ એ છે કે જ્યારે આગલી વખતે ઓક્શન થશે ત્યારે તે ભૂલશે નહીં કે ટુર્નામેન્ટ રમવા કોણ આવ્યું હતું અને કોણે પાછું ખેંચ્યું હતું. અને આને કારણે તમે કહો છો કે મિશેલ સ્ટાર્કને મોટી રકમમાં વેચવામાં આવશે. તો એવું ન પણ હોઈ શકે કારણ કે જ્યારે તમે બે વખત તમારું નામ પાછું ખેંચો છો, ત્યારે આ બાબત ટીમોના મનમાં રહે છે.

આ પણ વાંચોઃ વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ ટેસ્ટ રદ થવાને લઈને તોડ્યુ મૌન, IPL 2021માં RCBના ભવિષ્ય પર પણ કહી આ વાત

આ પણ વાંચોઃ T20 World Cup: આ વખતે ટૂર્નામેન્ટમાં એક પણ કેપ્ટન એવો નથી જે અગાઉ T20 વિશ્વકપ જીત્યો હોય

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">