IPL 2021: KKR બાદ CSK સુધી પહોંચ્યો કોરોના વાઈરસ, બોલર કોચ સહિત 3 લોકો સંક્રમિત

IPL 2021માં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ પોઝિટીવ આવ્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફના 3 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

IPL 2021: KKR બાદ CSK સુધી પહોંચ્યો કોરોના વાઈરસ, બોલર કોચ સહિત 3 લોકો સંક્રમિત
Follow Us:
| Updated on: May 03, 2021 | 4:29 PM

IPL 2021માં કોરોના વાઈરસના કેસો સતત વધી રહ્યા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ પોઝિટીવ આવ્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફના 3 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. CSKના સીઈઓ કાશી વિશ્વનાથન, બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી અને એક બસ ક્લીનર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

KKRના 2 ખેલાડી વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોનાથી સંક્રમિત થયા બાદ આજે યોજાનારી મેચ રદ કરવામાં આવી છે. આ મેચ પછીથી યોજવામાં આવશે. જો કે હાલમાં તારીખની જાહેરાત કરવામાં આવી નથી. 2 મેના રોજ ટેસ્ટિંગ બાદ આ પરિણામ આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટીમના તમામ લોકો નેગેટિવ છે. તે સિવાય દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમના 5 ગ્રાઉન્ડસમેન પણ કોરોનાથી સંક્રમિત છે. તેની સાથે જ IPL 2021માં એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.

હાલમાં ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ દિલ્હીમાં છે, એવું માનવામાં આવે છે કે વિશ્વનાથન, બાલાજી અને બસ ક્લીનર્સનો 3 મેના રોજ ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો છે. જો આ ત્રણે લોકો આ ટેસ્ટમાં પણ પોઝિટીવ આવસે તો તેમને ટીમ બબલથી બહાર 10 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે. સાથે જ સતત બે નેગેટિવ ટેસ્ટ બાદ જ તે લોકો ટીમની સાથે જોડાઈ શકશે.

ચેન્નાઈની છેલ્લી મેચમાં મેદાનમાં હતા બાલાજી

ભારત માટે ક્રિકેટ રમી ચૂકેલા બાલાજી 1મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ડગઆઉટનો ભાગ હતા. તે પહેલા આઈપીએલ 2020 પહેલા પણ ચેન્નાઈના થોડા ખેલાડી અને સપોર્ટ સ્ટાફના લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

હાલમાં આઈપીએલ 2021ની મેચ દિલ્હી અને અમદાવાદમાં થઈ રહી છે. આ બંને શહેર કોરોના વાઈરસથી પ્રભાવિત છે. આ પહેલા ટૂર્નામેન્ટના પ્રથમ ચરણની મેચ ચેન્નાઈ અને મુંબઈમાં થઈ હતી. તે સમયે એક પણ કેસ સામે આવ્યો નહતો.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">