INDvSL: પહેલી ટેસ્ટ માટે રિષભ પંત મોહાલી પહોંચ્યો, વિરાટ કોહલી આજે ચંદીગઢ પહોંચશે

INDvSL: રિષભ પંત અને વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો.

INDvSL: પહેલી ટેસ્ટ માટે રિષભ પંત મોહાલી પહોંચ્યો, વિરાટ કોહલી આજે ચંદીગઢ પહોંચશે
Virat Kohli and Rishabh Pant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:57 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે 4 માર્ચથી પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ શરૂ થશે. જેને પગલે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) મોહાલી પહોંચી ગયો છે. તેની સાથે અન્ય ઘણા ખેલાડીઓ મોહાલી પહોંચી ગયા છે. તો બીજી તરફ પોતાની ઐતિહાસિક ટેસ્ટ મેચ રમવા માટે વિરાટ કોહલી (Virat Kohli) આજે મોડી સાંજ સુધીમાં મોહાલી ખાતે પહોંચી જશે. તમને જણાવી દઇએ કે 27 ફેબ્રુઆરી ધર્મશાળામાં અંતિમ ટી20 મેચ રમ્યા બાદ ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા ટીમના ખેલાડીઓ મોહાલી પહોંચી જશે.

તમને જણાવી દઇએ કે ભારત હાલ શ્રીલંકા સામે ટી20 સીરિઝ રમી રહ્યું છે અને પહેલી ટી20 મેચમાં ભારતને શાનદાર પ્રદર્શન કરતા 62 રને મેચ જીતી લીધી છે. ત્યારે સીરિઝની બીજી અને ત્રીજી મેચ 26 અને 27 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બંને દેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ મોહાલી ખાતે અને ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ બેંગ્લોર ખાતે રમાશે.

INDvSL: Rishabh Pant arrives in Mohali for first Test, Virat Kohli to reach Chandigarh today

Mohali Cricket Stadium

રિષભ પંતને ટી20 સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો

ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને શ્રીલંકા સામેની ટી20 સીરિઝ માટે આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સમયે પંત પોતાના ઘરે હતો અને ઘરના સભ્યો સાથે સમય પસાર કર્યો હતો. રિષભ પંત હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા સાથે જોડાઇ ગયો છે અને તેણે મોહાલી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

મોહાલીમાં વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની 100 મી ટેસ્ટ મેચ રમશે

વિરાટ કોહલી માટે મોહાલીમાં રમાનાર ટેસ્ટ મેચ ઐતિહાસિક રહેશે. તે ટેસ્ટ તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ હશે. વિરાટ કોહલીને શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાંથી આરામ આપવામાં આવ્યો હતો. આ સમયે દરમ્યાન તે પોતાના મુંબઈ સ્થિત પોતાના ઘરે પરત ફર્યો હતો.

મોહાલી ટેસ્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી નહીં

ભારત અને શ્રીલંકા વચ્ચે ટી20 સીરિઝ બાદ બે મેચની ટેસ્ટ મેચની સીરિઝ રમાશે. જેમાં પહેલી મેચ મોહાલી ખાતે રમાશે. અત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે પંજાબ ક્રિકેટ એસોસિએશને મોહાલી ખાતે રમાનાર સીરિઝની પહેલી ટેસ્ટમાં કોવિડ-19ના કારણે મેચ સ્ટેડિયમમાં બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેથી વિરાટ કોહલીની ઐતિહાસીક 100મી ટેસ્ટ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઇ શકશે નહીં. જ્યારે બેંગ્લોરમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાં 50% દર્શકો સ્ટેડિયમમાં આવી શકશે.

શ્રીલંકા સામેની ભારતની ટેસ્ટ ટીમ

રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગીલ, રિષભ પંત, કે.એસ. ભરત, આર. અશ્વિન (ફિટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.

આ પણ વાંચો : વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર

આ પણ વાંચો : INDvSL: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચમાં વરસાદનો ખતરો, જાણો કેવું રહેશે વાતાવરણ

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">