વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર

વિરાટ કોહલી અત્યાર સુધી 70 સદી ફટકારી ચુક્યો છે. હાલ શ્રીલંકા સામેની ટી20 સીરિઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે.

વિરાટ કોહલીની 100મી ટેસ્ટ મેચને લઈને ચાહકો માટે આવ્યા ખરાબ સમાચાર
Virat Kohli (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 6:11 PM

શ્રીલંકા (Sri Lanka Cricket) સીરિઝ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર પહેલી ટેસ્ટ મેચ બંધ દરવાજામાં વચ્ચે રમાશે. એટલે કે આ પહેલી ટેસ્ટ મેચ જોવા માટે એક પણ દર્શકો આવશે નહીં. 4 માર્ચથી ભારત (Team India) અને શ્રીલંકા વચ્ચે શરૂ થઇ રહેલ પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમાશે. આ ખાસ ટેસ્ટ એટલા માટે છે કારણ કે ભારતના પૂર્વ સુકાની અને દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) ની આ 100મી ટેસ્ટ મેચ હશે.

મહત્વનું છે કે દર્શકો અને ખાસ કરીને વિરાટ કોહલીના ચાહકો આ મેચને લઇને ખાસ ઉત્સાહીત હતા અને આ મેચ સ્ટેડિયમમાં જઇને જોવા માંગતા હતા. જોકે કોવિડ-19ના કારણે સ્ટેડિયમમાં દર્શકોને પ્રવેશવા દેવામાં નહીં આવે. ભારત હાલ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમી રહી છે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સીરિઝ રમશે. જેમાં પહેલી ટેસ્ટ મેચ મોહાલીમાં રમશે અને બીજી ટેસ્ટ મેચ બેંગ્લોરમાં રમાશે. ભારતે પહેલી ટી20 મેચ 62 રને જીત લીધી હતી. જ્યારે બીજી અને ત્રીજી ટી20 મેચ ક્રમશ: 26 અને 27 ફેબ્રુઆરીના રોજ રમાશે.

આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?

ટી20 સીરિઝ બાદ ટેસ્ટ સીરિઝ રમાશે. પણ પહેલી ટેસ્ટ મેચ માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની પરવાનગી નહીં મળે. પંજાબ ક્રિકેટ એસોસિએશનના સીઈઓ દીપક શર્માએ જણાવ્યું કે, “ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ દર્શકો વગર રમાશે.” વિરાટ કોહલીએ ગત મહિને સાઉથ આફ્રિકામાં ટીમની 1-2 થી હાર બાદ ભારત તરફથી ટેસ્ટ સુકાની તરીકે પદ છોડી દીધું હતું.

હાલમાં જ રોહિત શર્માને ભારતીય ટીમનો ટેસ્ટ સુકાની બનાવવામાં આવ્યો છે

વિરાટ કોહલી બાદ તેના સાથી ખેલાડી રોહિત શર્માને ટીમનો સુકાની જાહેર કર્યો હતો. આ વચ્ચે વિરાટ કોહલી સુકાની પદ છોડ્યા બાદ ભારત માટે બેટિંગમાં એક મહત્વનો ખેલાડી છે. કારણ કે તેનો તમામ ફોર્મેટમાં રેકોર્ડ શાનદાર રહ્યો છે. જ્યા સુધી ટેસ્ટ ક્રિકેટમાં તેના આંકડાનો પ્રશ્ન છે વિરાટ કોહલીએ 99 ટેસ્ટમાં 50.39ની એવરેજથી 7962 રન બનાવ્યા છે અને જેમાં તેની 27 સદી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 70 સદી ફટકારી ચુક્યો છે વિરાટ કોહલી હાલ આ સમયે પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે અંતિમ સદી નવેમ્બર 2019માં ફટકારી હતી. આ કારણથી ચાહકો કોહલીની 100મી ટેસ્ટમાં સદી જોવા માંગે છે.

આ પણ વાંચો : Ranji Trophy 2022: બરોડાના ક્રિકેટરે પોતાની દીકરીને ગુમાવી દેવાના થોડા દિવસ બાદ ફટકારી સદી

આ પણ વાંચો : IND vs SL: ભારતનો વિજય રથ આજે જારી રહેશે? ધર્મશાળાના મેદાન પર ટીમ ઇન્ડિયા માટે નિરાશાજનક છે આંકડા

Latest News Updates

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
g clip-path="url(#clip0_868_265)">