Gujarati NewsSportsCricket newsINDvSL: Rain threat in second T20 match between India and Sri Lanka, find out what the weather will be like
INDvSL: ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી T20 મેચમાં વરસાદનો ખતરો, જાણો કેવું રહેશે વાતાવરણ
INDvSL: ભારતે ત્રણ મેચની ટી20 સીરિઝમાં પહેલી મેચ 62 રને જીતી લીધી હતી. જ્યારે સીરિઝની બીજી અને ત્રીજી મેચ શનિવારે અને રવિવારે ધર્મશાળા સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને શ્રીલંકા (INDvSL) વચ્ચે ત્રણ મેચની ટી20 મેચની સીરિઝમાં આજે ધર્મશાળા સ્ટેડિયમમાં બીજી મેચ રમાશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. જોકે આ મેચ પહેલા એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. જે ક્રિકેટ ચાહકોને નિરાશ કરી શકે છે. ભારત (Team India) અને શ્રીલંકા (Sri Lanka Cricket) મેચ સમયે વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે. વાતાવરણ વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે વરસાદના એંધાણ છે અને તેના કારણે મેચ રદ્દ કરવી પડી શકે છે.
ધર્મશાળામાં શુક્રવારે મોડી રાત્રે તોફાન આવ્યું હતું અને ત્યારબાદ શનિવારે સતત વરસાદી છાટા દિવસભર રહ્યા હતા. વાતાવરણ વિભાગના અનુમાન પ્રમાણે બપોરે વરસાદની પુરેપુરી સંભાવના છે અને સાંજે વાતાવરણમાં સુધારો થવા છતાં વરસાદની સંભાવના 58% છે. હવે વરસાદની સંભાવનાના કારણે મેચ રદ્દ થઇ શકવાના પરિણામ પણ લઇ શકાય છે. ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સીરિઝની બીજી ટી20 મેચ રમાશે. જ્યારે ત્રીજી મેચ આજ મેદાન પર 27 ફેબ્રુઆરીના રોજ રવિવારે રમાશે.
તમને જણાવી દઇએ કે ત્રણ મેચન ટી20 સીરિઝમાં પહેલી મેચમાં ભારતે 62 રનથી શ્રીલંકાને હરાવી દીધું હતું અને ટીમ ઇન્ડિયા અત્યારે સીરિઝમાં 1-0થી આગળ છે. ભારતે પહેલી મેચમાં 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફતી ઇશાન કિશને 56 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. તો શ્રેયસ અય્યરે 28 બોલમાં અણનમ 57 રનની ઇનિંગ રમી ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. જવાબમાં શ્રીલંકા ટીમ 20 ઓવરમાં 137 રન જ કરી શકી હતી અને 62 રને ભારતને જીત મળી હતી.