AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું વરસાદ ભારત-પાકિસ્તાન મેચમાં વિઘ્ન બનશે ? જાણો હવામાન અને પિચ રિપોર્ટ !

ભારતીય મહિલા ટીમ ICC T20 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં બર્મિંગહામમાં પાકિસ્તાન સામે રમશે. આ મેચ આજે 14 જૂને સાંજે 7 વાગ્યે શરૂ થવાની છે. એજબેસ્ટનની પીચ ફાસ્ટ અને સ્પિન બોલરો બંનેને અનુકૂળ છે.

Breaking News : શું વરસાદ ભારત-પાકિસ્તાન મેચમાં વિઘ્ન બનશે ? જાણો હવામાન અને પિચ રિપોર્ટ !
India W vs Pakistan W Weather And Pitch Report
| Updated on: Jun 14, 2026 | 10:27 AM
Share

ભારતીય મહિલા ટીમ આજે ICC મહિલા T20 વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં હરીફ પાકિસ્તાન સામે રમશે. આ મેચ રોમાંચક રહેશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની કોઈપણ ક્રિકેટ મેચ ચાહકો માટે ખાસ હોય છે. અગાઉના રેકોર્ડ્સ પર નજર કરીએ તો ભારતનો પાકિસ્તાન સામે દબદબો રહ્યો છે. રેન્કિંગ પણ ભારતના પક્ષમાં જ છે. ચાલો જાણીએ મેચ દરમિયાન પિચ અને હવામાન કેવું રહેશે.

IND-W vs PAK-W: હેડ-ટુ-હેડ

કુલ મેચ: 16 ભારત: 13 પાકિસ્તાન: 3

T20 વર્લ્ડ કપમાં હેડ-ટુ-હેડ

કુલ મેચ: 8 ભારત: 6 પાકિસ્તાન: 2

શું કહે છે પિચ રિપોર્ટ

એજબેસ્ટનની પિચને સંતુલિત માનવામાં આવે છે. પરંતુ બોલરોને થોડી મદદ મળી શકે છે. બર્મિંગહામમાં ફાસ્ટ બોલરોને નવા બોલ સાથે ગતિ મળી શકે છે. જો પિચ ધીમી પડે છે. તો સ્પિનરોની ભૂમિકા વધી શકે છે. તેથી એમ કહી શકાય કે બંને બોલરોને ફાયદો થશે. અત્યાર સુધીમાં અહીં 19 મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમ 10 વખત જીતી છે અને રન ચેસ કરતી ટીમ 9 વખત જીતી છે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 145 છે. તેથી 150ની આસપાસનો સ્કોર સારો માનવામાં આવશે. પરિસ્થિતિઓને જોતાં કેપ્ટન પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.

કેવું રહેશે હવામાન

સમગ્ર મેચ દરમિયાન એજબેસ્ટનમાં અનુકૂળ હવામાનની અપેક્ષા છે. તાપમાન 10થી 19°C સુધી રહી શકે છે. વરસાદની શક્યતા ઓછી રહેશે. હળવા વાદળો અને સ્થિર પવન ફાસ્ટ બોલરો માટે ફાયદાકારક હોઈ શકે છે. ખાસ કરીને શરૂઆતમાં જ્યારે નવો બોલ સ્વિંગ થશે. બેટ્સમેનોએ શરૂઆતમાં સાવધાનીપૂર્વક રમવાની જરૂર પડશે. પરંતુ ઇનિંગ્સ આગળ વધતાં પરિસ્થિતિમાં સુધારો થશે. વરસાદનો કોઈ ખાસ ભય નથી.

ભારતની સંભાવિત પ્લેઇંગ XI –

સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, ભારતી ફુલમાલી, શ્રેયંકા પાટિલ, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા

પાકિસ્તાનની સંભાવિત પ્લેઇંગ XI –

મુનીબા અલી (વિકેટકીપર), ગુલ ફિરોઝા, આયશા ઝફર, આલિયા રિયાઝ, ફાતિમા સના (કેપ્ટન), ઇરમ જાવેદ, નતાલીયા પરવેઝ, તુબા હસન, ડાયના બેગ, નશરા સાંડુ, સાદિયા ઈકબાલ

આ પણ વાંચો, Breaking News: શુભમન ગિલ જેટલું ફાસ્ટ કોઈ નથી… માત્ર 62 ઈનિંગમાં 3000 ODI રન, બન્યો નંબર-1

Follow Us
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા રાયપુર પહોચ્યા
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
તેરા-મેરા ચર્ચા હૈ ગીત પર લેડી ગોવિંદાનો ધમાકેદાર ડાન્સ, જુઓ Video
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદ રથયાત્રામાં હાથી પસાર થાય ત્યારે DJ સિસ્ટમ બંધ રાખવાનો નિર્ણય
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
g clip-path="url(#clip0_868_265)">