India vs West Indies, 2nd T20, Live Score Highlights: વેસ્ટ ઈન્ડિઝે પાંચ વિકેટથી ભારતને હાર આપી, ભારત સામેની સિરીઝ સરભર કરી
IND Vs T20 WI 2nd T20 Match Live Updates: ભારતે પ્રથમ મેચ એકતરફી રીતે જીતીને શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, બીજી મેચ બે કલાક મોડી શરુ થઈ છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે આજે બીજી T20 મેચ રમાશે. ભારતે પ્રથમ મેચ 68 રનથી જીતીને 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ લગભગ 2 કલાકના વિલંબ સાથે શરૂ થઈ રહી છે. આમ તો આ મેચ 8 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ ખેલાડીઓ સમયસર ન પહોંચવાના કારણે 2 કલાકના અંતરથી મેચ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતે (Indian Cricket Team) પ્રથમ મેચ એકતરફી રીતે જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે યજમાન ટીમને 191 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં કેરેબિયન ટીમ 122 રન જ બનાવી શકી હતી.
IND vs WI 2nd T20I: આજની પ્લેઇંગ XI
વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ
LIVE Cricket Score & Updates
-
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝનો 5 વિકેટે વિજય
કેરેબિયન ટીમે બ્રેન્ડન કિંગની સદી વડે ભારત સામે 5 વિકેટે જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. જેની સામે ટોસ હારીને બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 138 રનમાંજ ભારતીય ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે આસાન લક્ષ્ય રાખ્યુ હતુ. મેચના પ્રથમ બોલે જ રોહિત શર્મા શિકાર થયો હતો. વેસ્ટ ઈન્ડિઝને આસાન લક્ષ્યને પહોંચવા માટે ભારતીય બોલરોએ મુશ્કેલ બનાવ્યુ હતુ. 19.2 ઓવરમાં કેરેબિયનો જીત હાંસલ કરી શક્યા હતા. એક સમયે ટપોટપ વિકેટ ખરવા લાગતા બાજી ભારતીય ટીમ તરફ સરકતી હતી. પરંતુ થોમસે સ્થિતી સંભાળી હતી.
-
IND vs WI Live Score: અર્શદીપે પોવેલને બોલ્ડ કરી દીધો
મેચ હવે રોમાંચક પળોમાં પહોંચી છે. અર્શદીપે આવી સ્થિતીમાં જ રોવમેન પોવેલની વિકેટ ઝ઼ડપી છે. તેણે યોર્કર બોલ વડે પોવેલને ક્લીન બોલ્ડ કરી દીધો છે.
-
-
IND vs WI Live Score: થોમસની સિક્સર, મેચ રોમાંચક
શોર્ટ બોલ હાર્દિક પંડ્યાએ કર્યો હતો અને તેના પર ડેવન થોમસે છગ્ગો લગાવ્યો હતો. ડીપ મિડ વિકેટ પર તેણે આ શોટ લગાવ્યો હતો.
-
IND vs WI Live Score: કિંગ આઉટ, વેસ્ટ ઈન્ડિઝે ચોથી વિકેટ ગુમાવી
છગ્ગો સહન કર્યા બાદ એક દમ સટીક યોર્કર બોલ નાંખ્યો હતો અને બ્રેન્ડન કિંગ જગ્યા બનાવી શોટ લગાવવાનો પ્રયાસમાં જ ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. આવેશખાને શાનદાર બોલ ડિલિવર કર્યો હતો. કિંગે 68 રનની ઈનીંગ રમી હતી.
-
IND vs WI Live Score: આવેશ ખાન પર બ્રેન્ડન કિંગે છગ્ગો ફટકાર્યો
આવેશ ખાન પર બ્રેન્ડન કિંગે જબરદસ્ત છગ્ગો લગાવ્યો હતો. તેણે ઉભા ઉભા જ બોલરના ઉપરથી છગ્ગો ફટકાર્યો હતો.
-
-
IND vs WI Live Score: જાડેજા એ મેળવી વિકેટ
રવિન્દ્ર જાડેજાએ શેમરોન હેટમાયરની વિકેટ ઝડપી છે. હેટમાયર 6 રન નોંધાવીને પરત ફર્યો છે. આમ 83 રનના સ્કોર પર વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી વિકેટ ગુમાવી છે.
-
IND vs WI Live Score: અશ્વિને પૂરનની વિકેટ ઝડપી
10મી ઓવરમાં અશ્વિને નિકોલસ પૂરનની વિકેટ ઝડપી છે. પૂરન 14 રન નોંધાવીને પરત ફર્યો છે. અશ્વિને તેને લોંગ ઓન પર સૂર્યકુમારના હાથમાં ઝડપાવ્યો હતો.
-
IND vs WI Live Score: પ્રથમ વિકેટ મળી
વેસ્ટ ઈન્ડિઝ તરફથી ધમાકેદાર શરૂઆત બાદ ભારતને પ્રથમ સફળતા મળી છે. હાર્દિક પંડ્યાએ તેની પહેલી જ ઓવરમાં કાયલ મેયર્સને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેયર્સ માત્ર 8 રન બનાવી શક્યો હતો. જોકે બ્રાન્ડોન કિંગે સ્મોકી બેટિંગ કરતા ટીમને જરુર 60થી આગળ લઈ ગયા છે.
-
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝે લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી
વેસ્ટ ઈન્ડિઝે લક્ષ્યનો પીછો કરવાની શરૂઆત કરી છે અને પ્રથમ ત્રણ ઓવરમાં સારી શરૂઆત કરી છે. ટીમ માટે ઓપનર બ્રાન્ડન કિંગે ભુવનેશ્વર અને અર્શદીપ સિંહની ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી છે. જોકે, કાયલ મેયર્સ હજુ સુધી મુક્તપણે રમી શક્યો નથી.
-
IND vs WI Live Score: ભારતીય ટીમનો દાવ 138 રનમાં સમેટાયો
બીજી T20માં ભારતીય ટીમ માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના પહેલા જ બોલમાં કેપ્ટન રોહિત શર્માની વિકેટ લેનાર ડાબોડી ફાસ્ટ બોલર ઓબેદ મેકકોયે ભારતની બેટિંગને હચમચાવી નાખી હતી અને વેસ્ટ ઈન્ડિઝના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 6 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ આખી 20 ઓવર પણ રમી શકી ન હતી અને બે બોલનો ઢગલો થઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ 31 બોલમાં 31 રન બનાવ્યા હતા.
-
IND vs WI Live Score: ભારતની ગતિ ધીમી પડી
રવિન્દ્ર જાડેજા ખૂબ જ સાવચેતીપૂર્વક બેટિંગ કરી રહ્યો છે. કાર્તિકે મોરચો બીજા છેડે રાખ્યો છે. જોકે, ભારતના રનની ગતિ થોડી ધીમી પડી છે.
-
IND vs WI Live Score: દિનેશ કાર્તિક પર મોટી જવાબદારી
પંડ્યાના પેવેલિયન પરત ફર્યા બાદ દિનેશ કાર્તિકના ખભા પર મોટી જવાબદારી આવી ગઈ છે. આ વખતે તેને જાડેજા સાથે સારી ભાગીદારી બનાવવાની જરૂર છે
-
IND vs WI Live Score: હાર્દિક પંડ્યા આઉટ
જેસન હોલ્ડરે હાર્દિક પંડ્યાને 31 રને આઉટ કરીને જાડેજા સાથેની ભાગીદારી તોડી હતી. ભારતને 104 રન પર પાંચમો ઝટકો લાગ્યો હતો. કેરેબિયન બોલરોએ આજે ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા હતા
-
IND vs WI Live Score: હાર્દિકે છગ્ગો ફટકાર્યો
હાર્દિક પંડ્યાએ ઉભા ઉભા જ બોલને છ રન માટે ફટકારી દીધો હતો. તેણે ડીપ એક્સ્ટ્રા કવર પર આ છગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs WI Live Score: જાડેજાએ છગ્ગો ફટકાર્યો
11મી ઓવરના પ્રથમ બોલ પર રવિન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકાર્યો હતો. તેનો આ છગ્ગો ગગનચૂંબી હતો અને દર્શકો તેને જોતા જ રહી ગયા હતા.
-
IND vs WI Live Score: ઋષભ પંત આઉટ
ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. આ વખતે ઋષભ પંતની વિકેટ ગુમાવી છે. ભારતે ખૂબ જ ઝડપથી એક બાદ એક ટોપ ઓર્ડરની વિકેટ ગુમાવી દીધી છે. પંત 12 બોલમાં 24 રન નોંધાવીને પરત ફર્યો છે. તેણે 2 છગ્ગા જમાવ્યા હતા.
-
IND vs WI Live Score: હાર્દિક છગ્ગો જમાવ્યો
ઓડીયન સ્મિથ છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ત્રીજા બોલ પર હાર્દિકે બોલને કટ કરીને ડીપ પોઈન્ટ પર છગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs WI Live Score: હાર્દિક પંડ્યાએ આગમન સાથે બાઉન્ડરી જમાવી
પાંચમી ઓવરના પાંચમાં બોલને તેણે મીડ ઓફ તરફ સીધો જ બોલ બાઉન્ડરીની પાર પહોંચ્યો હતો. જોસેફ અલ્ઝારી આ ઓવર લઈને આવ્યો હતો અને ઓવરના બીજા બોલ પર તેણે અય્યરની વિકેટ ઝડપી હતી.
-
IND vs WI Live Score: અય્યરે ગુમાવી વિકેટ
શ્રેયસ અય્યર પણ હવે પરત ફર્યો છે. તે ગુડ લેન્થ બોલને કટ કરવાના ચક્કરમાં બેટની બહારની કિનારીને અડકીને બોલ સીધો જ વિકેટકીપર થોમસના હાથમાં પહોંચ્યો હતો. તે 10 રન નોંધાવી પરત ફર્યો હતો.
-
IND vs WI Live Score: ઋષભ પંતનો વધુ એક છગ્ગો
ચોથી ઓવરના ચોથા બોલ પર ઋષભ પંતે છગ્ગો ફટકાર્યો હતો. આ વખતે બોલને પુલ કરી દઈને ફાઈનલ લેગ પર છ રન મેળવ્યા હતા. ઓવરમાં ભારતને 13 રન આવ્યા હતા.
-
IND vs WI Live Score: પંતે છગ્ગો જમાવ્યો
ત્રીજી ઓવર લઈને મેકકોય આવ્યો હતો. આ પહેલા તેણે સૂર્યાની વિકેટ ઝડપી હતી અને ઋષભ પંત ક્રિઝ પર આવ્યો છે. પહેલા બોલને રોકી લીધો હતો પણ આગળના બોલે તેણે શાનદાર છગ્ગો લગાવ્યો હતો. બેકવર્ડ સ્કેવર લેગ પર તેણે છ રન મેળવ્યા હતા.
-
IND vs WI Live Score: સૂર્યકુમાર આઉટ
મેકકોયે ફરી એકવાર ભારતને ઝટકો આપ્યો છે. ભારતના બીજા ઓપનર સૂર્યકુમાર યાદવની વિકેટ ઝડપી છે. પહેલા તેણે રોહિતને આઉટ કર્યો હતો. સૂર્યા ફુલર બોલને એક્સ્ટ્રા કવર પર ડ્રાઈવ લગાવવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ સીધો બેટની બહારની ધારને લઈ વિકેટકીપરના હાથમાં પહોંચ્યો હતો. તે 6 બોલમાં 11 રન નોંધાવીને આઉટ થયો હતો.
-
IND vs WI Live Score: સૂર્યકુમાર અને શ્રેયસે જમાવ્યા છગ્ગા
સૂર્યકુમાર યાદવે ઓવરના ત્રીજા અને શ્રેયસ અય્યરે છઠ્ઠા બોલ પર શાનદાર છગ્ગા લગાવ્યા હતા. બીજી ઓવર લઈને અલ્ઝારી જોસેફ આવ્યો હતો. જેના બોલ પર પહેલા અક્સ્ટ્રા કવર પરથી અને બાદમાં અય્યરે મીડ ઓફ પરથી બોલને છ રન માટે ફટકાર્યો હતો.
-
IND vs WI Live Score: પ્રથમ બોલે જ ગુમાવી વિકેટ, રોહિત શર્મા આઉટ
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઓપનીંગમાં પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી દીધી છે. ગોલ્ડન ડક આઉટ, વધારે ઉછાળ મળ્યો હતો બોલને અને જેને રોકવાના પ્રયાસમાં બેટની બહારની કિનારીને અથડાઈને બોલ સિધો જ શોર્ટ થર્ડમેન અકીલ હુસેનના હાથમાં પહોંચ્યો હતો.
-
IND vs WI Live Score: ભારતની બેટીંગ શરુ
ભારતીય ઓપનર રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ ક્રિઝ પર આવ્યા છે. જેની સામે ઓબેદ મેકકોય પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
-
IND vs WI Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટમકીપર), હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ.
A look at our Playing XI for the 2nd T20I 👇
Live – https://t.co/C7ggEOTWOe #WIvIND pic.twitter.com/56upsFo89m
— BCCI (@BCCI) August 1, 2022
-
IND vs WI Live Score: વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન
વેસ્ટ ઈન્ડિઝ: નિકોલસ પૂરન (કેપ્ટન), કાયલ મેયર્સ, બ્રાન્ડોન કિંગ, રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ઓડિયન સ્મિથ, ડેવોન થોમસ, અકીલ હુસેન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય.
Devon Thomas & Brandon King will play in today’s XI. #WIvIND #MenInMaroon pic.twitter.com/XseLITcyge
— Windies Cricket (@windiescricket) August 1, 2022
-
India vs West Indies, Live score: વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીત્યો
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટને ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ભારતીય ટીમને નિમંત્રણ આપ્યુ છે.
-
IND vs WI, Live Score: મેચ એક કલાક મોડી શરૂ થશે
મેચ પહેલાથી જ લગભગ 2 કલાક વિલંબિત થઈ ચૂકી છે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તે 1 કલાક મોડી થઈ શકે છે.
-
IND vs WI, Live Score: ટીમો મેદાન પર પહોંચી નથી
એવા પણ સમાચાર છે કે બંને ટીમો હજુ સુધી મેદાનમાં નથી પહોંચી. વિલંબ છતાં મેચ હજુ શરૂ થાય તેવું લાગતું નથી. હજુ મેચ એક કલાક મોડી શરુ થાય એમ લાગી રહ્યુ છે. એટલે કે 11 વાગ્યે શરુ થઈ શકે છે.
-
IND vs WI, Live Score: મેચ શરુ થવાામાં વિલંબ
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી મેચ રમાશે. મેચ 2 કલાકના વિલંબથી શરૂ થઈ રહી છે. મેચમાં અંતરનું કારણ ખરાબ હવામાન નથી, પરંતુ ખેલાડીઓના સામાનને પહોંચવાને લઈ છે. આમ મેચને મોડી શરુ કરાઈ રહી છે.
Published On - Aug 01,2022 9:33 PM