Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: રાષ્ટ્રગીત વખતે હાર્દિક પંડ્યા શું રડી રહ્યો હતો? ભારતીય કેપ્ટનના એક ફોટો પર છેડાઈ ચર્ચા

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચમાં ટોસ બાદ હાર્દિક પંડ્યા રાષ્ટ્રગીત દરમિયાન આંખો ચોળતો જોવા મળ્યો હતો. જે બાદ સોશિયલ મીડિયા પર નવી ચર્ચા શરૂ થઈ છે. જે બાદ બે અલગ અલગ અભિપ્રાય ધરાવતા ચાહકો આમને-સામને આવી ગયા છે

IND vs WI: રાષ્ટ્રગીત વખતે હાર્દિક પંડ્યા શું રડી રહ્યો હતો? ભારતીય કેપ્ટનના એક ફોટો પર છેડાઈ ચર્ચા
Hardik Pandya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 6:50 PM

હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના એક ફોટોને લઈને ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જ ફેન્સ અલગ આગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. પંડ્યાનો ફોટો જેના પર તેના ફેન્સ મૂંઝવણમાં છે તે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચનો છે.

વેસ્ટ ઈન્ડિઝ ટોસ જીત્યા પછી, બંને ટીમો રાષ્ટ્રગીત (National Anthem)માટે મેદાનમાં આવી. આ દરમિયાન હાર્દિક પંડ્યા પણ આંખો લૂછતો જોવા મળ્યો હતો. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો અને તેની સાથે જ એક નવી ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી.

Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા
51 વર્ષની ઉંમરે પણ કેમ કુંવારી છે ગીતામા? હવે લગ્ન કરવાને લઈને કહી મોટી વાત

રાષ્ટ્રગીત દરમિયાન હાર્દિકની આંખમાં આંસુ

રાષ્ટ્રગીત દરમિયાન હાર્દિકના આ ફોટા પર ચર્ચા શરૂ થઈ હતી. ચર્ચા બાદ હવે સવાલ એ ઊભો થયો છે કે રાષ્ટ્રગીત દરમિયાન હાર્દિકની આંખમાં આંસુ આવી ગયા હતા કે પછી તે કોઈ અન્ય કારણોસર આંખમાં આંસુ લગાવી રહ્યો હતો. રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય કેપ્ટન ભાવુક હોવાનો કિસ્સો પહેલો નથી. ગયા વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન જ્યારે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતર્યું ત્યારે કેપ્ટન રોહિત શર્મા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તેના ચહેરા પર પણ સ્પષ્ટ દેખાતું હતું.

પંડ્યાના ફોટાની ચર્ચા

જો કે આ કિસ્સામાં કંઈક અલગ હતું. ટ્વિટર પર કેટલાક લોકોનો દાવો છે કે પંડ્યા ધૂળને કારણે આંખો ચોળી રહ્યો હતો અને તે રડતો નહોતો. બીજી તરફ, કેટલાક લોકોએ કહ્યું કે તે ખરેખર ભાવુક થઈ ગયો હતો. કેટલાક લોકો આ તસવીર પર હાર્દિકને ટ્રોલ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Viral: કાઉન્ટી ડેબ્યૂમાં પૃથ્વી શો વિચિત્ર રીતે થયો આઉટ, જુઓ Video

હાર બાદ પંડ્યા થયો ટ્રોલ

મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયા પ્રથમ T20 મેચ 4 રને હારી ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે ભારતને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં હાર્દિકની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન જ બનાવી શકી હતી. ભારતની હાર બાદ પંડ્યાની ઘણી ટીકા થઈ હતી. કેટલાક લોકો માને છે કે તે કેપ્ટનશિપ માટે હકદાર નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">