Viral: કાઉન્ટી ડેબ્યૂમાં પૃથ્વી શો વિચિત્ર રીતે થયો આઉટ, જુઓ Video

ભારતના યુવા સ્ટાર બેટ્સમેન પૃથ્વી શો માટે આ વર્ષ અત્યાર સુધી સારું રહ્યું નથી. તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે, પરંતુ આ વર્ષે તે IPLમાં પણ કોઈ અસર છોડી શક્યો નથી. હવે કાઉન્ટીમાં પણ પહેલી મેચમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યો.

Viral: કાઉન્ટી ડેબ્યૂમાં પૃથ્વી શો વિચિત્ર રીતે થયો આઉટ, જુઓ Video
Prithvi Show
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 11:51 PM

મેદાનની બહારના વિવાદો ભૂલી હવે પૃથ્વી શો (Prithvi Show) પોતાની કારકિર્દી પાટા પર લાવવાની અને ટીમ ઈન્ડિયામાં પરત ફરવાની આશા સાથે ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં પહોંચી ગયો છે. જો કે અહીં પણ શોની શરૂઆત બહુ સારી રહી ન હતી અને પોતાની ડેબ્યૂ મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થયો હતો.

પહેલી કાઉન્ટી મેચમાં પૃથ્વી શો ‘ફ્લોપ’

23 વર્ષીય મુંબઈનો ઓપનર પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં છે, જ્યાં તે નોર્થમ્પટનશાયર કાઉન્ટી ક્લબનો ભાગ છે. પૃથ્વી વર્તમાન સિઝનમાં આ કાઉન્ટી ટીમ માટે ODI ટૂર્નામેન્ટ અને T20 બ્લાસ્ટની કેટલીક મેચ રમવા આવ્યો છે. પૃથ્વી શો પહેલીવાર કાઉન્ટી ક્રિકેટનો ભાગ બન્યો છે પરંતુ તેના માટે શરૂઆત બહુ સારી રહી ન હતી. તે તેની પહેલી જ મેચમાં વહેલો આઉટ થયો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પૃથ્વીનો ઇંગ્લિશ ક્રિકેટમાં ડેબ્યૂ

શુક્રવાર, ઓગસ્ટ 4 ના રોજ, નોર્થમ્પ્ટન વન ડે કપમાં ગ્લુસેસ્ટરશાયરનો સામનો કર્યો હતો. શોએ આ મેચથી ઇંગ્લિશ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેની ટીમને 279 રનનો ટાર્ગેટ મળ્યો, જેના જવાબમાં પૃથ્વીએ પોતાની ટીમ માટે ઓપનિંગ કર્યું. નોર્થમ્પટનની વિકેટો શરૂઆતથી જ પડવા લાગી પરંતુ પૃથ્વી બીજા છેડે ટકી રહ્યો. તે ઝડપી ગતિએ બેટિંગ કરી રહ્યો હતો પરંતુ પછી એક શાનદાર બોલ પર તેની વિકેટ પડી ગઈ.

બાઉન્સર બોલને મારવા જતાં થયો આઉટ

નેધરલેન્ડનો ઝડપી બોલર પોલ વાન મીકરેન 16મી ઓવરમાં ગ્લુસેસ્ટર તરફથી બોલિંગ કરી રહ્યો હતો. તેણે છેલ્લા બોલ પર ઘાતક બાઉન્સર માર્યો હતો. શોએ તેને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ થયો નહીં અને ક્રીઝ પર પડી ગયો. તે પડતાં જ તેનો પગ સ્ટમ્પ સાથે અથડાયો અને બેલ્સ ઊડી ગઈ. આ સાથે શોની ઇનિંગ્સનો અંત આવ્યો. તેણે 34 બોલમાં 34 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IND vs WI: શાનદાર ડેબ્યૂ બાદ તિલક વર્માને દક્ષિણ આફ્રિકાથી મળ્યો ખાસ મેસેજ, જુઓ Video

ભવિષ્યમાં વધુ તકો મળશે

અગાઉ, શોએ નોર્થમ્પટનની સેકન્ડ ઇલેવન સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી અને માત્ર 39 બોલમાં 65 રન બનાવ્યા હતા. તે પોતાની ડેબ્યૂ મેચમાં તેનું દમદાર પુનરાવર્તન કરી શક્યો નહોતો. જોકે શો પાસે ઇંગ્લેન્ડથી પરત ફરવા માટે હજુ ઘણો સમય છે. અત્યારે પૃથ્વીને આ ટૂર્નામેન્ટમાં કેટલીક વધુ મેચ રમવાની છે, જેમાં તે સારું પ્રદર્શન કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">