IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ T20 મેચ હારવાના સુકાની હાર્દિક પંડ્યાએ કારણ બતાવ્યા, ‘ભૂલ’ ભારે પડી!
India Vs West Indies: ભારતીય ટીમ સામે વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 149 રન નોંધાવ્યા હતા. જેની ભારતીય ટીમ નિર્ધારિત ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવી શકી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે T20 સિરીઝ શરુ થઈ છે. પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાઈ હતી. જ્યાં ભારતીય ટીમે પ્રથમ મેચમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આમ યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમ સિરીઝમાં 1-0 થી આગળ થઈ છે. ભારતીય ટીમ 150 રનના લક્ષ્યને પાર કરવામાં અસફળ રહ્યુ હતુ અને અંતે માત્ર 4 રનના નજીવા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ હાર બાદ કારણો બતાવ્યા હતા.
ટીમ ઈન્ડિયા માટે આસાન ગણી શકાય એવા સ્કોરને ચેઝ કરવામાં અસફળતા મળવાને લઈ સવાલો થઈ રહ્યા છે. ભારતીય ટીમની બેટિંગ 175 પ્લસ સ્કોરને પાર કરવા માટે સક્ષમ છે, આવી સ્થિતિમાં 4 રનથી હારથી ક્રિકેટ ચાહકોને પણ આશ્ચર્ચ સર્જાય એમ છે. જોકે કેટલીક ભૂલ એવી કરી કે, જે હાર નિશ્ચિત કરવા માટે પુરતી હતી.
હાર્દિક પંડ્યાએ બતાવ્યુ હારનુ કારણ
મેચ બાદ ભારતીય ટીમનુ સુકાન સંભાળી રહેલા હાર્દિક પંડ્યાએ હારનુ કારણ બતાવ્યુ હતુ. પંડ્યાએ બતાવ્યુ કે કઈ ભૂલ મોટી હતી અને જેને કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિકે કહ્યુ હતુ કે, અમે યોગ્ય દિશામાં જ હતા અને ખૂબ જ સહજ હતા. પરંતુ અમે કેટલીક ભૂલો કરી હતી અને જેના કારણે અમારે મેચ ગૂમાવવી પડી હતી. જે યોગ્ય હતુ. એક યુવા ટીમ ભૂલો કરશે. અમે સાથે જ આગળ વધીશુ. જોકે પુરી રમત દરમિયાન અમારુ રમત પર નિયંત્રણ રહ્યુ હતુ, જે આ રમતમાં સકારાત્મક વાત હતી. આગળની ચાર મેચ સારી જશે.
આગળ વાત કરતા હાર્દિક પંડ્યાએ કહ્યુ હતુ કે, T20 ક્રિકેટમાં વિકેટ ગુમાવી દેશો તમે તો કોઈ પણ લક્ષ્યનો પિછો કરવાનુ મુશ્કેલ બની જશે. બિલકુલ આવુ જ થયુ હતુ. કેટલાક ઝટકા મેચની ગતિને બદલી શકે છે. જ્યારે અમે કેટલીક વિકેટ ગુમાવી દીધી તો અમે લક્ષ્યનો પિછો કરવામાં પાછળ રહી ગયા હતા.
લક્ષ્ય 4 રન દૂર રહી ગયુ
વેસ્ટ ઈન્ડિઝ ટીમના સુકાનીએ ત્રિનિદાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિગ પસંદ કરી હતી. ભારતીય બોલરોએ વેસ્ટ ઈન્ડિઝને 149 રનના સ્કોર પર જ રોકી દીધુ હતુ. કેરેબિયન ટીમે 6 વિકેટના નુક્સાન પર આ રન નોંધાવ્યા હતા. કેપ્ટન રોવમેન પોવેલે 31 બોલમાં 48 રન નોંધાવ્યા હતા. જ્યારે નિકોલસ પૂરને 34 બોલનો સામનો કરીને 41 રન નોંધાવ્યા હતા.
West Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. 👍 👍
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoO
— BCCI (@BCCI) August 3, 2023
ભારતીય ટીમના ઓપનર ઈશાન કિશન (6) અને શુભમન ગિલ (3) ઝડપથી જ પેવેલિયન પરત ફર્યા હતા. પ્રથમ ઝટકો ભારતે 5 રનના સ્કોર પર અને બીજો ઝટકો 28 રનના સ્કોર પર સહન કર્યો હતો. સૂર્યકુમાર યાદવે 21 રન નોંધાવ્યા હતા. સૌથી વધારે રન તિલક વર્માએ (39 રન, 22 બોલ) નોંધાવ્યા હતા. તેણે 3 છગ્ગા જમાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 19 અને સંજૂ સેમસને 12 રન નોંધાવ્યા હતા. આમ 20 ઓવરના અંતે ભારતે 9 વિકેટ ગુમાવીને 145 રન નોંધાવ્યા હતા.