ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે શાનદાર જીત શ્રીલંકા સામે તિરુવનંતપુરમમાં મેળવી હતી. આ રેકોર્ડ જીતમાં મોહમ્મદ સિરાજના બોલિંગ પ્રદર્શનનુ મોટુ યોગદાન રહ્યુ હતુ. સિરાજની બોલિંગ સાથે તેની ચપળતા પણ ખૂબ વખાણાઈ હતી. તેણે જેવી ઝડપી બોલિંગ કરે છે એવી જ તિવ્ર ગતિની ચપળતાના દર્શન કરાવ્યા હતા. કરુણારત્નેએ સિરાજના એક બોલને બેટથી પાછો સિરાજ પાસે મોકલ્યો, જે બોલ પર રન આઉટ વિકેટ ભારતને મળી હતી. ભારત માટે આ વિકેટ મહત્વની હતી. સાથે જ સિરાજનો થ્રો ગજબનો હતો.
સિરાજે તિરુવનંતપુરમમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે 10 ઓવરમાં 32 રન ગુમાવ્યા હતા. આ દરમિયાન તેણે એક શાનદાર રન આઉટ કર્યો હતો. આમ શ્રીલંકાની અડધી ટીમ સિરાજે એકલા હાથે પેવિલયન પરત મોકલી હતી. સિરાજના શાનદાર બોલિંગ એટેકને લઈ ભારતે વિક્રમી જીત નોંધાવી હતી. ભારત એવી પ્રથમ ટીમ નોંધાઈ છે, કે જેણે વનડે ક્રિકેટમાં 300 થી વધારે રનથી જીત મેળવી હોય. વનડે ક્રિકેટમાં સૌથી વધારે અંતરથી જીત મેળવનાર ટીમ તરીકે હવે ભારતનુ નામ નોંધાયુ છે.
પલકવારમાં જ સિરાજે ખેલ ખતમ કરી દીધો હતો. તેનો આ રન આઉટ કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાગ્યો છે. શ્રીલંકન બેટિંગ ઈનીંગની 12મી ઓવર લઈને સિરાજ આવ્યો હતો. આ ઓવરમાં કરુણારત્નેએ સિરાજના બોલને સિધો જ રમી લીધો હતો, આમ બોલ પરત બોલરના હાથમાં આવ્યો હતો. સીરાજે પણ બોલ હાથમાં આવતા વેંત જ જેટલી ગતિથી આવ્યો એના કરતા વધારે ઝડપી સીધો જ સ્ટ્રાઈકર વિકેટ પર પાછો થ્રો મારી દીધો હતો. થ્રો પર ગિલ્લીઓ ઉડી ગઈ હતી અને ખેલ ખતમ થઈ ગયો.
થ્રો આવ્યો આવ્યો એ વખચે કરુણારત્ને કશુ જ સમજ્યા વિના શોટના એ જ અંદાજમાં ઉભો હતો, અને બોલ સિરાજના હાથમાંથી રોકેટની જેમ આવી ગિલ્લી ઉડાવી ગયો. સિરાજે તુરત જ રન આઉટની અપીલ કરી હતી. ટીવી અંપાયરે રિપ્લે જોઈને આઉટ આપ્યો હતો. આમ ભારતના ખાતામાં વધુ એક વિકેટ નોંધાયો અને જીત વધારે નજીક બની હતી.
One of the best run out
by most trolled but most improved player
mohd siraj#siraj #INDvSL #viratkholi pic.twitter.com/zoAxLOQ1u9— Oggy (@Mr_Oggy_07) January 15, 2023
ત્રીજા અમ્પાયરે તપાસ કરી. જો કે, બેટ્સમેનનો પગ ક્રિઝની બહાર થોડો હોવાથી તે ખૂબ જ ક્લોઝ હતો. ત્રીજા અમ્પાયરે તમામ ખૂણાઓ પર જોયું અને જોયું કે કરુણારત્નેનો પગ થોડો બહાર હતો. જેના કારણે તેને રનઆઉટ આપવામાં આવ્યો હતો.
Published On - 9:58 pm, Sun, 15 January 23