T20 World Cup પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે, રોહિત શર્મા નહીં શિખર ધવન હશે સુકાની

આવતા મહિને યોજાનાર T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમે (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે આ શ્રેણી રમવાની છે અને આમાં રોહિત-રાહુલ સહિત વર્લ્ડ કપના ખેલાડીઓને આરામ આપવામાં આવશે.

T20 World Cup પહેલા ભારતીય ટીમ આગામી મહિને ઘર આંગણે વન ડે સિરીઝ રમશે, રોહિત શર્મા નહીં શિખર ધવન હશે સુકાની
Shikhar Dhawan સંભાળશે ટીમ ઈન્ડિયાનુ સુકાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2022 | 8:47 PM

એશિયા કપ (Asia Cup 2022) ભલે ભારતીય ક્રિકેટ ટીમની અપેક્ષાઓ મુજબ ન થયો હોય, પરંતુ આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ને લઈને ભારતીય ટીમને ઓછો આંકી શકાય નહીં. કોઈપણ રીતે, આ ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમ બે મહત્વની ટી-20 શ્રેણી રમવા જઈ રહી છે, જે તૈયારીઓને વધુ સારી બનાવવાની તક આપશે. જોકે, વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે શ્રેણી રમવાની છે, જેમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની જગ્યાએ અનુભવી ઓપનર શિખર ધવન (Shikhar Dhawan) ને સ્થાન આપવામાં આવશે.

T20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ આ મહિનાના અંતમાં અને આવતા મહિનાની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે 3 મેચની T20 સિરીઝ રમશે. આ સીરીઝમાં ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપમાં મેદાનમાં ઉતરશે અને વર્લ્ડ કપની તૈયારીઓને આખરી ઓપ આપશે. આ બંને સીરીઝ બાદ દક્ષિણ આફ્રિકા સામેની વનડે સીરીઝનું પણ આયોજન કરવામાં આવશે અને તેમાં ધવન ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

ધવન સુકાન સંભાળશે

T20 સીઝનની મધ્યમાં, આ ODI શ્રેણીનું આયોજન જૂની દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સિરીઝ યોજાવાની છે, પરંતુ અપેક્ષા મુજબ વર્લ્ડ કપમાં જનારી ટીમના મોટાભાગના ખેલાડીઓ આ શ્રેણીમાંથી બહાર થઈ જશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એક મીડિયા રિપોર્ટ્સમાં બીસીસીઆઇના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, હા, T20 વર્લ્ડ કપ પહેલા ODI સિરીઝ રમવી યોગ્ય નથી. પરંતુ ક્યારેક આવું પણ બને છે. રોહિત-વિરાટ સહિત વર્લ્ડ કપના તમામ ખેલાડીઓને આરામ મળશે. ઓસ્ટ્રેલિયા જતા પહેલા તેને થોડો બ્રેક મળશે. શિખર ટીમનું નેતૃત્વ કરશે.

આ પહેલા પણ સંભાળી ચૂક્યો છે સુકાન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન 3 મેચની વનડે શ્રેણી રમાશે અને ધવન ફરીથી ટીમનો સુકાની બનશે. ધવને છેલ્લા એક વર્ષમાં અલગ-અલગ પ્રસંગોએ ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે. ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ દરમિયાન તે ODI અને T20 ટીમનો કેપ્ટન હતો. ત્યારપછી જુલાઈમાં, તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ODI શ્રેણીમાં કમાન સંભાળી. ત્યારબાદ ઓગસ્ટમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર પણ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ કેએલ રાહુલને ટીમમાં સામેલ કર્યા બાદ ધવને કમાન પાછી સોંપવી પડી હતી.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">