India vs South Africa, 5th T20 Highlights: વરસાદને લઈ મેચ રદ્દ, સિરીઝ 2-2 થી સમાપ્ત થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2022 | 9:53 PM

India vs South Africa 2022, 5th T20 LIVE Score and Updates in Gujarati: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચ T20 મેચોની શ્રેણી હાલમાં 2-2 થી બરાબર છે.

India vs South Africa, 5th T20 Highlights: વરસાદને લઈ મેચ રદ્દ, સિરીઝ 2-2 થી સમાપ્ત થઈ
IND vs SA: બેંગ્લુરુમાં નિર્ણાયક ટક્કર

ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે બેંગલુરુમાં રમાશે. શ્રેણીની પ્રથમ બે મેચ દક્ષિણ આફ્રિકાએ જીતી હતી, જ્યારે પછીની બે મેચ ભારતે જીતી હતી, જે બાદ શ્રેણી 2-2થી બરાબર થઈ હતી. આજે જીતનારી ટીમ શ્રેણી પણ જીતશે. ઋષભ પંત (Rishabh Pant) ની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પોતાના ઝડપી બોલર અને મિડલ ઓર્ડરની બેટિંગના જોરે જોરદાર વાપસી કરી છે. ભારત પાસે આજે ઈતિહાસ રચવાની તક છે કારણ કે ભારત ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે પોતાની ધરતી પર શ્રેણી જીતી શક્યું નથી.

બંને ટીમોના પ્લેઈંગ-11

ભારત: ઋષભ પંત (કેપ્ટન), ઋષભ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

દક્ષિણ આફ્રિકા: કેશવ મહારાજ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરીખ ક્લાસેન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, એનરિક નોરખિયા

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 Jun 2022 09:37 PM (IST)

    IND vs SA, LIVE Score: રદ થઈ શકે છે મેચ

    વરસાદ વરસવો જારી રહ્યો છે અને હજુ પણ મેચ ફરીથી શરુ થઈ શકી નથી. આમ 10 વાગ્યા સુધી આજ પ્રકારની સ્થિતી રહી તો મેચને રદ કરી દેવામાં આવશે. જોકે હાલમાં વરસાદ ઝરમર ઝરમર સ્વરુપે વરસી રહ્યો છે.

  • 19 Jun 2022 09:11 PM (IST)

    IND vs SA, LIVE Score: વરસાદ હજુ પણ વરસી રહ્યો છે

    વરસાદ હજુ પણ ધીમી ધારે ચાલુ છે અને તે અટકવાનું નામ નથી લઈ રહ્યો. જો આમ જ ચાલુ રહેશે તો મેચમાં વધુ ઓવર કપાઈ શકે છે.

  • 19 Jun 2022 09:08 PM (IST)

    IND vs SA, LIVE Score: કામ પર લાગી સબ એર સિસ્ટમ

    બેંગલોરમાં સબ એર સિસ્ટમનું કામ શરુ. સબ એર સિસ્ટમ મેદાનને સૂકવવામાં મદદ કરે છે. આ સામાન્ય સિસ્ટમ કરતાં 36 ગણું સારું હોય છે. આવી સ્થિતિમાં વરસાદ બંધ થયા બાદ ફરી મેચ શરૂ થવામાં સમય લાગશે નહીં.

  • 19 Jun 2022 08:11 PM (IST)

    IND vs SA, LIVE Score: વરસાદે ફરી અવરોધ સર્જ્યો

    3.3 ઓવરની રમત બાદ મેચ રોકી દેવી પડી હતી. ફરી એકવાર વરસાદે અવરોધ સર્જ્યો હતો અને જેને લઈ ખેલાડીઓએ મેદાનની બહાર જવુ પડ્યુ હતુ અને પિચ પર કવર્સ ઢાંકવા પડ્યા હતા.

  • 19 Jun 2022 08:08 PM (IST)

    IND vs SA, LIVE Score: ઋતુરાજ ગાયકવાડે ગુમાવી વિકેટ

    લુંગી એન્ગીડી એ વધુ એક ઝ઼ટકો ભારતને આપ્યો છે. તેણે હવે ઋતુરાજ ગાયકવાડનો શિકાર કર્યો છે. ગાયકડવાડે ફટકારેલા શોટને પ્રિટોરિયસે મીડ ઓન પર કેચ ઝડપ્યો હતો. ગાયકવાડ 10 રન કરીને પરત ફર્યો હતો.

  • 19 Jun 2022 08:06 PM (IST)

    IND vs SA, LIVE Score: ઋતુરાજ ગાયકવાડે બાઉન્ડરી ફટકારી

    ત્રીજી ઓવરમાં કાગીસો રબાડાના બોલ પર ઋતુરાજ ગાયકવાડે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરના ચોથા બોલ પર મીડ વિકેટ પરથી ચાર રન માટે શોટ લગાવ્યો હતો. ઓવરમાં ભારતને 5 રન મળ્યા હતા.

  • 19 Jun 2022 08:05 PM (IST)

    IND vs SA, LIVE Score: ઇશાન કિશન આઉટ

    ઈશાન કિશન બીજી ઓવરના અંતિમ બોલ પર આઉટ થયો હતો. લુંગી એન્ગીડીએ ઈશાનને ક્લિન બોલ્ડ કર્યો હતો. ઈશાન કિશને આક્રમક શરુઆત કરી હતી. પરંતુ તે ઝડપથી આઉટ થઈ પરત ફર્યો હતો. ઈશાને 7 બોલમાં 15 રન કર્યા હતા.

  • 19 Jun 2022 07:51 PM (IST)

    IND vs SA, LIVE Score: ઈશાન કિશનની શરુઆત બે સળંગ છગ્ગા વડે

    પ્રથમ ઓવરથી જ ઈશાન કિશને બેટ ખોલીને રમતની શરુઆત કરી છે. પ્રથમ ઓવરમાં કેશવ મહારાજના બોલ પર બે સળંગ છગ્ગા ફટકાર્યા હતા. પ્રથમ ઓવરમાં જ ભારતને 16 રન મળ્યા હતા.

  • 19 Jun 2022 07:51 PM (IST)

    IND vs SA, LIVE Score: મેચ શરુ, ભારતીય ઓપનર ક્રીઝ પર

    ભારતીય ઓપનરો ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર આવ્યા છે. વરસાદને લઈ મેચ તેના નિયમીત સમય કરતા મોડી શરુ થઈ છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજ પ્રથમ ઓવર લઈને આવ્યા છે.

  • 19 Jun 2022 07:29 PM (IST)

    IND vs SA, LIVE Score: મેચ 7.50 pm એ શરુ થશે, એક-એક ઓવર ઓછી રમાશે

    7.50 pm એ મેચ શરુ થનારી છે. પરંતુ મેચમાં બંને ટીમોની ઈનીંગમાંથી એખ એક ઓવર ઓછી કરી દેવામાં આવી છે. એટલે કે મેચ 20-20 ઓવરની નહીં પરંતુ 19-19 ઓવરની રમાશે. એટલે 38 ઓવરમાં બંને ઈનીંગ સમાપ્ત થઈ જશે.

  • 19 Jun 2022 07:18 PM (IST)

    IND vs SA, LIVE Score: વરસાદ રોકાયો, કવર દૂર કરવાનુ શરુ કરાયુ

    વરસાદ રોકાઈ ગયો છે. મેદાનમાં ગ્રાઉન્ડ સ્ટાફ પહોંચ્યો છે અને વરસાદ રોકાઈ ગયાની સંપૂર્ણ ખાત્રી બાદ કવર્સ હટાવવા માટેની કાર્યવાહી હાથ ધાઈ છે. સાથે જ મેદાનમાં રહેલા પાણીને પણ સુકવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

  • 19 Jun 2022 07:04 PM (IST)

    IND vs SA, LIVE Score: વરસાદને લઈ મેચ શરુ થવામાં વિલંબ

    બેંગ્લુરુમાં વરસાદ શરુ થયો છે અને જેને લઈને કવર્સ સંપૂર્ણ રીતે પીચ પર ઢાંકી દેવામાં આવ્યા છે. ખેલાડીઓ પણ મેદાનની બહાર થયા છે. હવામાન વિભાગે પણ પહેલાથી જ વરસાદની આગાહી કરી હતી.

  • 19 Jun 2022 06:49 PM (IST)

    IND vs SA, LIVE Score: તસ્વીરોમાં જુઓ બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

  • 19 Jun 2022 06:46 PM (IST)

    IND vs SA, LIVE Score: ભારતની પ્લેઈંગ ઈલેવન

    ભારત: ઋષભ પંત (કેપ્ટન), ઋષભ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અવેશ ખાન

  • 19 Jun 2022 06:46 PM (IST)

    IND vs SA, LIVE Score: દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન

    દક્ષિણ આફ્રિકા: કેશવ મહારાજ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરીખ ક્લાસેન, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડ્વેન પ્રિટોરિયસ, કાગીસો રબાડા, લુંગી એનગીડી, એનરિક નોરખિયા

  • 19 Jun 2022 06:40 PM (IST)

    IND vs SA, LIVE Score: કેશવ મહારાજ દક્ષિણ આફ્રિકાનુ સુકાન સંભાળશે

  • 19 Jun 2022 06:32 PM (IST)

    IND vs SA, LIVE Score: દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો, ભારતીય ટીમ પહેલા બેટીંગ કરશે

    દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું, 'અમે પહેલા બોલિંગ કરીશું. ઝાકળ અને પરિસ્થિતિને જોતા, આ વિકેટ બેટિંગ કરવા માટે સારી લાગી રહી છે, અમે આજે વધારાના બેટ્સમેન સાથે જવાના છીએ.

  • 19 Jun 2022 06:24 PM (IST)

    IND vs SA, LIVE Score: ભારત પાસે ઇતિહાસ રચવાની તક

    ભારતીય ટીમે આજ સુધી દક્ષિણ આફ્રિકા સામે ઘર આંગણે ક્યારેય કોઈ શ્રેણી જીતી નથી. આવી સ્થિતિમાં આજે ભારત પાસે આ T20 જીતીને ઈતિહાસ રચવાની તક છે.

  • 19 Jun 2022 06:24 PM (IST)

    IND vs SA, LIVE Score: ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે

    ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. સીરિઝમાં બંને ટીમો હાલમાં 2-2 થી બરાબરી પર છે.

Published On - Jun 19,2022 6:22 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">