IND vs SA, 1st ODI: લખનૌમાં રમાનારી પ્રથમ વન ડે વરસાદને લઈ મોડી શરુ થશે, BCCI એ આપ્યુ અપડેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન ડે શ્રેણીની શરુઆત ગુરુવારથી થઈ રહી છે. પ્રથમ મેચ લખનૌમાં રમાનારી છે. વરસાદને લઈ પ્રથમ વન ડે તેના નિર્ધારીત સમય થી મોડી શરુ થનારી છે.

IND vs SA, 1st ODI: લખનૌમાં રમાનારી પ્રથમ વન ડે વરસાદને લઈ મોડી શરુ થશે, BCCI એ આપ્યુ અપડેટ
લખનૌમાં રમાઈ રહી છે પ્રથમ વન ડે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 11:47 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટી20 શ્રેણી સમાપ્ત થઈ છે. જેમાં ભારતીય ટીમે (Indian Cricket Team)  2-1 થી શ્રેણી વિજય મેળવ્યો હતો. હવે 3 વન ડે મેચોની શ્રેણી રમાઈ રહી છે. પ્રથમ વન ડે મેચ લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પરંતુ લખનૌ (Lucknow) માં માહોલ વરસાદી છે અને જેને લઈ મેચ મોડી શરુ થનારી છે. આ પહેલા પણ સામે આવેલી તસ્વીરોમાં ગ્રાઉન્ડમાં પિચ પર વરસાદથી રક્ષણ આપવા માટે કવર ઢંકાયેલા જોવા મળી રહ્યા હતા. પરંતુ BCCI એ મેચને લઈ અપડેટ આપ્યુ છે.

વરસાદી માહોલને લઈ પહેલાથી જ વરસાદ ખલેલ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા હતા. બપોરે 1. 30 કલાકે મેચ શરુ થનારી હતી. પરંતુ વરસાદી માહોલને લઈ બીસીસીઆઈએ ટ્વીટ કરીને અપડેટ આપ્યુ છે કે, મેચ અડધો કલાક મોડી શરુ થનારી છે. એટલે કે ટોસ અને મેચ શરુ થવાને બદલે નિર્ધારીત સમય અડધો કલાક મોડો કરી દેવામાં આવ્યો છે.  આમ હવે ટોસ 1.30 કલાકે ઉછાળવામાં આવશે, જ્યારે મેચ 2.00 કલાકે શરુ થશે.

Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો
મહાકુંભમાં આવ્યા છોટૂ બાબા,32 વર્ષથી નથી કર્યુ સ્નાન
Gundar benefits : મહિલાઓ માટે ગુંદર છે વરદાન, ફાયદા સાંભળી ચોંકી જશો

ધવન સંભાળી રહ્યો છે સુકાન

રોહિત શર્મા અને સ્ટાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના ગુરુવાર સવારે થયા છે. આમ રોહિતની ગેરહાજરીમાં પહેલાથી નિર્ધારીત યોજનાનુસાર શિખર ધવન વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. માત્ર કેપ્ટન જ નહીં, ટીમ ઈન્ડિયાના ઘણા ચહેરા પણ બદલાઈ ગયા છે, કારણ કે T20 સિરીઝમાં રમી રહેલા તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ ગયા છે. ધવન એન્ડ કંપની પાસે દક્ષિણ આફ્રિકાને વન-ડે શ્રેણી જીતવાથી રોકવાનો મોટો પડકાર છે. આમ ગબ્બર દક્ષિણ આફ્રિકા સામે વન ડે સિરીઝને જીતવા માટે પુરો દમ લગાવી દેવો પડશે.

જોકે નવોદીત ખેલાડીઓ માટે પોતાની ક્ષમતા સાબિત કરવા માટે દક્ષિણ આફ્રિકા સામેની વન ડે એ ગોલ્ડન મોકો છે. તો વળી લાંબા સમય થી ટીમ ઈન્ડિયામાં અંદર અને બહાર થઈ રહેલા ખેલાડીઓને પણ પોતાની ક્ષમતા અને પોતાના અનુભવને દર્શાવવાની તક મળશે. ભારત માટે જીત કેટલાક ખેલાડીઓ માટે ટીમ ઈન્ડિયામા પોતાનુ સ્થાન જમાવવા મદદગાર નિવડી શકે છે.

અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
અમદાવાદમાં વધુ એક નક્લી પોલીસ ઝડપાયો, લોકો સાથે કરતો હતો છેતરપિંડી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
વડોદરા શહેર ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
રાજકોટ ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ મેયરો અને રૂપાણી જૂથની હોડ
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
કળયુગમાં સોશિયલ મીડિયાની આડ અસર !10 વર્ષના પ્રેમીપંખીડા ઘરેથી ભાગી ગયા
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
દ્વારકાના કુરંગા નજીક મુસાફરો ભરેલી ખાનગી બસ પલટી
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને નોકરીમાં લાભના સંકેત
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટર કાંડમાં પાટીદાર યુવતીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી મુદ્દે રાજનીતિ ચરમસીમાએ
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં લૂંટ, લાખોના દાગીનાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">