IND VS NZ: અશ્વિન અને ટિમ સાઉથી વચ્ચે મેદાન પર થઇ ગઇ ગરમા-ગરમી, આ વાતને લઇ અંપાયરને કરી ફરીયાદ

India vs New Zealand, 1st Test: કાનપુર ટેસ્ટનો બીજો દિવસ અશ્વિન માટે બહુ સારો રહ્યો ન હતો અને તે ટીમ માટે કોઈ સફળતા હાંસલ કરી શક્યો નહોતો. જોકે તેણે બેટથી ઉપયોગી યોગદાન આપ્યું હતું.

IND VS NZ: અશ્વિન અને ટિમ સાઉથી વચ્ચે મેદાન પર થઇ ગઇ ગરમા-ગરમી, આ વાતને લઇ અંપાયરને કરી ફરીયાદ
R Ashwin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 9:05 PM

ક્રિકેટ મેચમાં ઘણીવાર ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી હોય છે, પરંતુ સામાન્ય રીતે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ મેદાનમાં હોય ત્યારે આવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. તેમ છતા કયારેક એવા પ્રસંગો બનતા હોય છે જેમાં વાતાવરણ ગરમ થવાની સંભાવના રહે છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે કાનપુર ટેસ્ટ (Kanpur Test) ના બીજા દિવસે આવી જ એક ક્ષણ આવી, જ્યારે બંને ટીમોના બે દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે ટક્કર થવાની સંભાવના હતી.

આ બે દિગ્ગજ છે – ભારતના રવિચંદ્રન અશ્વિન (R Ashwin) અને ન્યુઝીલેન્ડના ટિમ સાઉથી (Tim Southee). મેચના બીજા દિવસે મેદાન પર કંઈક એવું બન્યું, જેના કારણે સાઉદીએ અમ્પાયરને અશ્વિનની ફરિયાદ કરી અને વાત વધારે વધે તે પહેલા અમ્પાયરે અશ્વિનને બાજુમાં લઈ જઈને સમજાવ્યો.

મેચના બીજા દિવસે પહેલા જ સેશનમાં સાઉદીએ ભારતીય બેટ્સમેનોને પેવેલિયન મોકલવાનું શરૂ કર્યું હતું. ભારતીય ઇનિંગ્સની 93મી ઓવરમાં સાઉદીએ રિદ્ધિમાન સાહાને આઉટ કર્યો અને ત્યારબાદ રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર આવ્યો અને બે બોલમાં જ બંને ખેલાડીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમને યાદ અપાવી દઈએ કે લગભગ અઢી મહિના પહેલા UAEમાં રમાયેલી IPL 2021ના બીજા ભાગ દરમિયાન આ બે ખેલાડીઓ વચ્ચે તુ-તુ, મૈં-મૈં થઇ હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહેલા રવિચંદ્રન અશ્વિન અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી બોલિંગ કરી રહેલા સાઉદી વચ્ચે રન લેવાના મુદ્દે ઝઘડો થયો હતો.

રન લેતી વખતે અશ્વિન-સાઉદી વચ્ચે ઘર્ષણ

આ વખતે પણ સાઉદી બોલિંગ કરી રહ્યો હતો અને બેટિંગ કરતી વખતે અશ્વિન રન માટે દોડ્યો હતો, જેના કારણે ગરમા ગરમી ભરી સ્થિતી જોવા મળી હતી. ક્રિઝ પર આવતા જ અશ્વિને પહેલા જ બોલમાં બે રન લીધા હતા. પછી જ્યારે તે સાઉથીના આગલા બોલ પર રન લેવા દોડ્યો ત્યારે શ્રેયસ અય્યરે તેને પરત કર્યો અને અહીં જ અશ્વિનની એક ભૂલ પર સાઉદી ગુસ્સે થયો હતો.

રન લેવા દોડતી વખતે અશ્વિન પીચની વચ્ચે દોડવા લાગ્યો હતો. પીચના આ ભાગને ‘ડેન્જર ઝોન’ કહેવામાં આવે છે અને તેમાં દોડવા અંગે નિયમો અનુસાર પ્રતિબંધિત છે, કારણ કે તે પિચને બગાડે છે અને બોલરોને પાછળથી મદદ કરે છે. શ્રેયસના પરત મોકલવા પર અશ્વિન આ ભાગ પર દોડતો પાછો વળ્યો હતો.

સ્વાભાવિક રીતે અમ્પાયરોએ આ માટે અશ્વિનને અટકાવ્યો હતો, પરંતુ ટિમ સાઉથી અશ્વિનના વર્તનથી ખુશ ન હતો અને અમ્પાયરને ફરિયાદ કરવા લાગ્યો હતો. અમ્પાયરે અશ્વિનને સાઈડમાં બોલાવ્યો અને ભૂલ સમજાવીને તેને ફરીથી આવું ન કરવા ચેતવણી આપી હતી. પોતાની બોલિંગ માટે પરત ફરતી વખતે સાઉદીએ અશ્વિનને કંઈક કહ્યું, જેનો જવાબ ભારતીય ઓલરાઉન્ડરે પણ આપ્યો. જો કે, મામલો વધુ આગળ વધ્યો ન હતો અને રમત ફરીથી શરૂ કરવામાં આવી હતી.

સાઉદી માટે શાનદાર દિવસ

કાનપુર ટેસ્ટનો બીજો દિવસ ટિમ સાઉથી માટે સારો રહ્યો, તેથી અશ્વિન માટે બહુ સારું ન હતું. સાઉદીએ પ્રથમ સેશનમાં 4 વિકેટ સહિત ઇનિંગ્સમાં કુલ 5 વિકેટ લીધી હતી. બીજી તરફ અશ્વિને શાનદાર બેટિંગ બતાવીને ઝડપી 38 રન બનાવ્યા હતા, પરંતુ બોલિંગમાં તે નિરાશ થયો હતો અને તેના બાકીના સાથી ખેલાડીઓની જેમ તે પણ કોઈ વિકેટ મેળવી શક્યો ન હતો.

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટ દરમિયાન ખૂબ વાયરલ ‘ગુટખા મેન’ આવ્યો સામે, સાથે રહેલી યુવતીનો ખુલાસો કરવા સાથે પાડ્યો ફોડ

આ પણ વાંચોઃ IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">