IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી

ટીમ ઈન્ડિયા (Team India) ને આવતા મહિનાથી સાઉથ આફ્રિકા (South Africa) માં 3 ટેસ્ટ મેચ, 3 ODI મેચ અને 4 T20 મેચોની સિરીઝ રમવાની છે, જેના માટે ટીમ ઈન્ડિયા 8 અથવા 9 ડિસેમ્બરે રવાના થશે.

IND vs RSA: ટીમ ઇન્ડિયાના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મંડરાયો ખતરો! કોરોના વાયરસના નવા વેરિયન્ટને લઇ આ દેશની ક્રિકેટ ટીમે સિરીઝ અધૂરી છોડી
India Vs South Africa
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:43 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે ટેસ્ટ સીરીઝ શરૂ થયાને માત્ર બે દિવસ જ થયા છે કે ટીમ ઈન્ડિયા (Team India) ના દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમ આવતા મહિને ટેસ્ટ, ODI અને T20 સીરિઝ માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે (South Africa Tour) જશે, પરંતુ આ પ્રવાસ પર કોરોના વાયરસ (Corona virus) ના સંક્રમણના વાદળો ઘેરાવા લાગ્યા છે, જેના કારણે આ પ્રવાસ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે.

દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ મળ્યા બાદ, આ શ્રેણી પર જોખમ તોળાઇ રહ્યુ છે. આ અઠવાડિયે દક્ષિણ આફ્રિકામાં, કોવિડના નવા પ્રકારને કારણે સંક્રમિત કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. જેના કારણે નેધરલેન્ડ સામેની વન ડે શ્રેણી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય ટીમના પ્રવાસ પહેલા નેધરલેન્ડની ટીમ આ સમયે હાલમાં દક્ષિણ આફ્રિકામાં છે. બંને ટીમો વચ્ચે 3 મેચની વનડે સીરીઝની પ્રથમ મેચ 26 નવેમ્બર, શુક્રવારે રોજ રમાઈ છે. આ પહેલીવાર છે જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાઈ રહી છે, પરંતુ તેની શરૂઆત સાથે જ કોરોનાએ દસ્તક આપી. મીડિયા રિપોર્ટનુસાર બંને ટીમો વચ્ચેની સીરિઝની બાકીની બે મેચ રમાશે નહીં અને પ્રથમ મેચ પૂરી થયા બાદ ડચ ટીમ પોતાના દેશમાં પરત ફરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

CSA સાથે વાત કર્યા બાદ BCCI આગળનું પગલું ભરશે

નેધરલેન્ડ ક્રિકેટ ટીમના પરત ફરવાની અસર ભારતીય ટીમના પ્રવાસ પર પડી શકે છે. સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, દક્ષિણ આફ્રિકાના ઉત્તરીય ભાગમાં કેસ વધ્યા છે અને તેની અસર ટેસ્ટ શ્રેણીના બે મુખ્ય સ્થળો જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં જોવા મળી શકે છે. રિપોર્ટરમાં BCCI ના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, જ્યાં સુધી અમને ક્રિકેટ સાઉથ આફ્રિકા તરફથી ત્યાંની પરિસ્થિતિ વિશે જાણકારી ન મળે ત્યાં સુધી અમે અમારા આગામી પગલા વિશે કહી શકીશું નહીં. વર્તમાન કાર્યક્રમ મુજબ, ભારતીય ટીમ મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પૂરી થયા બાદ 8 અથવા 9 ડિસેમ્બરે રવાના થશે.

ભારતીય બોર્ડ હાલમાં આ મામલે પોતાનું આગામી પગલું સ્પષ્ટ કરી રહ્યું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે બોર્ડ નવા વાયરસને લઈને આફ્રિકન બોર્ડ સાથે વાત કરી શકે છે. આ નવા વેરિઅન્ટે પહેલાથી જ વિશ્વને એલર્ટ કરી દીધું છે. યુનાઇટેડ કિંગ્ડમે ફરી એકવાર દક્ષિણ આફ્રિકાને રેડ લિસ્ટમાં મૂક્યું છે, જ્યારે ભારત સરકારે દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓની સઘન તપાસ માટે તમામ રાજ્યોને સલાહ આપી છે.

ક્વોરન્ટાઇન આકરો હોઇ શકે છે

બીસીસીઆઈને ડર છે કે બદલાયેલા સંજોગોમાં ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકામાં આકરા ક્વોરેન્ટાઈનમાં સમય પસાર કરવો પડી શકે છે. બોર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર, અગાઉ આકરા ક્વોરન્ટાઇનની જોગવાઈ ન હતી, પરંતુ ખેલાડીઓ બાયો બબલમાં રહેશે. હવે કેસ વધી રહ્યા છે અને યુરોપિયન યુનિયને પણ અસ્થાયી રૂપે ત્યાં ફ્લાઇટ્સ રદ કરી છે, આપણે આ પાસાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.

સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે

ટીમ ઈન્ડિયાને આવતા મહિનાથી સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ મેચ, 3 ODI મેચ અને 4 T20 મેચોની સીરીઝ રમવાની છે. એવું માનવામાં આવે છે કે ટીમ ઈન્ડિયા આ પ્રવાસ માટે 8 ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા માટે રવાના થશે. ત્યારબાદ 17 ડિસેમ્બરથી ટેસ્ટ મેચ સાથે શ્રેણીની શરૂઆત થશે. ભારતીય ટીમ લગભગ દોઢ મહિના સુધી આ પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકામાં રહેશે. આ મેચો ચાર સ્થળો જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, પાર્લ અને કેપટાઉન પર રમાશે. પરંતુ આફ્રિકન દેશમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે આમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચોઃ  IND vs NZ: શ્રેયસ અય્યર ગોળ કેપ પહેરીને મેદાને ઉતરેલો જોઇ ગાવાસ્કરે પૂછ્યુ મારી આપેલી ‘ડેબ્યૂ કેપ’ ક્યાં ગઇ, તો આવો મળ્યો જવાબ

આ પણ વાંચોઃ Hardik Pandya: કપિલે દેવે પૂછી લીધો તીખો સવાલ, શું હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર કહી શકાય?

g clip-path="url(#clip0_868_265)">