IND vs IRE: આજે ભારત સેમિફાઈનલની મેળવશે ટિકિટ, આયર્લેન્ડ સામે મેળવશે મોટી જીત

|

Feb 20, 2023 | 6:26 PM

IND vs IRE T20 World Cup 2023 Preview: ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવીને શરુ કરેલ અભિયાન બાદ 3માંથી 2 મેચ જીતી છે. પોઈન્ટ ટેબલમાં ભારત બીજા સ્થાન પર છે.

IND vs IRE: આજે ભારત સેમિફાઈનલની મેળવશે ટિકિટ, આયર્લેન્ડ સામે મેળવશે મોટી જીત
IND vs IRE match preview prediction

Follow us on

દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલ મહિલા T20 વિશ્વકપ 2023 માં ભારતીય ટીમ સેમિફાઈલમાં પહોંચવાની સંભાવનાઓ મજબૂત છે. પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજયી અભિયાન ભારતે શરુ કર્યુ હતુ. શરુઆતની બંને મેચો ગ્રુપ તબક્કામાં ભારતે જીતી હતી. જોકે અંતિમ મેચમાં ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. હવે સોમવારે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. ભારતીય ટીમ માટે આયર્લેન્ડને હરાવીને સેમિફાઈનલમાં પહોંચવાનો મોકો છે. આજે જીત નોંધાવતા જ ભારતને માટે સેમિફાઈનલનુ સ્થાન નિશ્ચિત બની જશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે સતત બીજી વાર સેમિફાઈનલની સફર ખેડવાનો મોકો છે. આ માટે હવે આજે આયર્લેન્ડને હરાવવુ જરુરી છે. ભારતીય ટીમ આજે મોટી જીત હાંસલ કરશે તો ગ્રુપમાં પ્રથમ સ્થાન પર પોઈન્ટ ટેબલમાં રહીને ભારત સેમિફાઈનલમાં પ્રવેશ કરશે. ઈંગ્લેન્ડ ગ્રુપ તબક્કામાં પોતાની અંતિમ મેચ પાકિસ્તાન સામે હારશે તો, ટીમ ઈન્ડિયા પ્રથમ સ્થાને રહેશે. હવે અંતિમ ચારમાં પહોંચવા માટે આવાજ મિજાજની જરુર છે. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં 4 અંક ધરાવે છે અને ઈંગ્લેન્ડ 6 અંક ધરાવે છે. આમ આજની મેચ જીતવા સાથે ભારતના અંક 6 થશે.

બેટિંગ વિભાગમાં સુધારની જરુર

મહિલા ટીમે અંતિમ મેચમાં ઈગ્લેન્ડ સામે હાર સહી હતી. જોકે આ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ લડાયક મિજાજ બતાવ્યો હતો. રિચા ઘોષે ખાસ કરીને અંતમાં ભારતીય ટીમને લક્ષ્યની નજીક લાવી દેતી રમત દર્શાવી એક સમયે મેચને રોમાંચક બનાવી દીધી હતી. જોકે 11 રનથી ભારતે હારનો સામનો કર્યો હતો. ભારતીય બેટરોની વાત કરવામાં આવેતો ટોપ ઓર્ડરે દમ દેખાડવો જરુરી છે. ખાસ કરીને હરમનપ્રીત કૌર હજુ ખાસ પ્રદર્શન બેટ વડે દર્શાવી શકી નથી. તેણે શરુઆતની ત્રણ મેચોમાં 16, 33 અને 4 રનની ઈનીંગ રમી છે.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

ઓપનર શેફાલી વર્માએ પણ હજુ સુધી ઉપયોગી ઈનીંગ ત્રણેય મેચ દરમિયાન રમી નથી. તેણે 33, 28 અને 8 રનની ઈનીંગ રમી છે. હજુ તેણે ઉપયોગી રમત દર્શાવવી જરુરી છે. રિચા શાનદાર રમત રમી રહી છે. તેણે અંતિમ મેચમાં 47 રનની અણનમ ઈનીંગ તોફાની રમી હતી. આ પહેલા પાકિસ્તાન સામે 31 રનની અને બીજી મેચમાં 44 રનની ઈનીંગ રમી હતી. રિચા આજ ફોર્મ જાળવી રાખે તે જરુરી છે. ટોપ ઓર્ડર શરુઆતમાં મજબૂત પાયો રચે તો ભારતીય ટીમ મોટી જીત મેળવી શકે છે.

રેણુકા શાનદાર પ્રદર્શન કરી રહી છે

બોલિંગ વિભાગમાં રેણુકા સિંહ ઠાકુર અને દીપ્તિ શર્મા શાનદાર પ્રદર્શન કરી રહી છે. રેણુંકાએ કરિયરનુ શાનદાર પ્રદર્શન ઈંગ્લેન્ડ સામે કર્યુ હતુ. તેણે 15 રન ગુમાવીને 5 વિકેટ ઝડપી હતી. રેણુકા સામે ઈંગ્લેન્ડના બેટર ખૂબ મુશ્કેલી અનુભવી રહેતા જણાતા હતા. મીડયર પેસર રેણુકા આવુ જ ફોર્મ તે આયર્લેન્ડ સામે જાળવી રાખીને ભારતની સેમિફાઈનલ ટિકિટ કપાવવા દમ દેખાડશે.

અનુભવી બોલર દીપ્તિ શર્માનુ પ્રદર્શન નિરંતર રહ્યુ છે. રાજેશ્વરી ગાયકવાડ પાસેથી અપેક્ષાનુસાર પ્રદર્શન જોવા મળ્યુ નથી. તે ટૂર્નામેન્ટમાં હજુ એક પણ શિકાર ઝડપી શકી નથી. પૂજા વસ્ત્રાકર અને રાધા યાદવ પાસે આજે સારી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Published On - 10:22 am, Mon, 20 February 23

Next Article