Breaking News: બીજી T20 મેચની પહેલી જ ઓવરમાં બની ગયો ‘અનિચ્છનીય રેકોર્ડ’, આયર્લેન્ડના બેટ્સમેને ભારતીય બોલરના ‘હોશ’ ઉડાવ્યા
ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી T20 મેચમાં ટીમ ઇન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચની પહેલી જ ઓવરમાં એક એવો શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે કે, જે જાણીને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે.

ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બે મેચની T20 શ્રેણીની બીજી મેચ બેલફાસ્ટના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીત્યા બાદ હવામાનને ધ્યાનમાં રાખીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બીજી તરફ આયર્લેન્ડની ઇનિંગ શરૂ થવાની સાથે જ ભારતીય ટીમ તરફથી ઓવરની શરૂઆત કરવા આવેલા અર્શદીપ સિંહને 2 સિક્સર વાગી, જેની સાથે જ તે T20 ઇન્ટરનેશનલમાં કોઈ મેચની પહેલી જ ઓવરમાં 2 સિક્સર ખાનાર ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. અર્શદીપ સિંહ પહેલા આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન અને શાર્દુલ ઠાકુરનું નામ હતું.
રોસ અડાયરે અર્શદીપ સિંહને સતત 2 સિક્સર ફટકારી
બેલફાસ્ટના સ્ટેડિયમમાં આયર્લેન્ડ તરફથી બીજી T20 મેચમાં ઇનિંગની શરૂઆત કરવા મેદાન પર ઉતરેલી રોસ અડાયર અને ટીમ ટેક્ટરની ઓપનિંગ જોડીએ પહેલી ઓવર પૂરી થવા પર 13 રન બનાવી લીધા હતા. અર્શદીપ સિંહ જે આ ઓવર ફેંકી રહ્યો હતો, તેણે પોતાના પહેલા ચાર બોલમાં માત્ર એક જ રન આપ્યો હતો.
આ પછી પાંચમા બોલ પર રોસ અડાયરે જોરદાર શોટ સાથે સિક્સ ફટકારી દીધી. ત્યારબાદ જ ઓવરના છેલ્લા બોલ પર રોસ અડાયરે અર્શદીપ સિંહના માથા પરથી હવામાં શોટ રમીને સિક્સ ફટકારી હતી. આ સાથે જ T20 ઇન્ટરનેશનલમાં કોઈ મેચની ઇનિંગની પહેલી જ ઓવરમાં 2 સિક્સર ખાનાર અર્શદીપ સિંહ ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.
T20 મેચમાં ઇનિંગની પહેલી ઓવરમાં 2 સિક્સર ખાનારા ભારતીય બોલરો
- રવિચંદ્રન અશ્વિન – વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (વર્ષ 2016, નાગપુર)
- શાર્દુલ ઠાકુર – વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ (ઓકલેન્ડ, વર્ષ 2020)
- અર્શદીપ સિંહ – વિરુદ્ધ આયર્લેન્ડ (બેલફાસ્ટ, વર્ષ 2026)
અર્શદીપે જ અડાયરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો
બીજી T20 મેચમાં પણ આયર્લેન્ડ ટીમની શરૂઆત ઘણી ખરાબ જોવા મળી હતી, જેમાં તેમણે ઇનિંગની બીજી ઓવરમાં જ્યાં પોતાની પહેલી વિકેટ ટીમ ટેક્ટરના રૂપમાં 17 રનના સ્કોર પર ગુમાવી, તો વળી તેમને બીજો ઝટકો ત્રીજી ઓવરમાં 26 રનના સ્કોર પર લાગ્યો. અર્શદીપ સિંહે રોસ અડાયરને 16 રનના વ્યક્તિગત સ્કોર પર તિલક વર્માના હાથે કેચ આઉટ કરાવીને વિકેટ ઝડપી હતી.
