AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીતવા માટે 6 રન, CSK ના બોલરની હેટ્રિક અને પછી છેલ્લા બોલે થયો ‘ચમત્કાર’; સુપર કિંગ્સ જીતેલી મેચ ‘હાર્યું’

મેજર ક્રિકેટ લીગ 2026માં છેલ્લી ઓવરમાં જોરદાર ડ્રામા જોવા મળ્યો, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જીતવા માટે માત્ર 6 રન જોઈતા હતા, ત્યારે CSK ના બોલરે સતત 3 વિકેટ ઝડપીને હેટ્રિક સાથે આખી મેચ પલટી નાખી. જો કે, છેલ્લા બોલના કરિશ્માએ પરિણામ બદલી નાખ્યું.

જીતવા માટે 6 રન, CSK ના બોલરની હેટ્રિક અને પછી છેલ્લા બોલે થયો 'ચમત્કાર'; સુપર કિંગ્સ જીતેલી મેચ 'હાર્યું'
| Updated on: Jun 28, 2026 | 7:25 PM
Share

વર્ષ 2026 મેજર ક્રિકેટ લીગમાં રવિવારે સવારે વોશિંગ્ટન ફ્રીડમ અને ટેક્સાસ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ ભારે ચર્ચામાં છે. આ મેચની છેલ્લી ઓવર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. જવાબમાં વોશિંગ્ટન ફ્રીડમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી.

CSK નો બોલર છવાયો પણ…

હવે છેલ્લી ઓવરની કમાન IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા અકીલ હુસૈનને સોંપવામાં આવી. અકીલ હુસૈને પહેલી પાંચ બોલમાં માત્ર એક જ રન આપ્યો અને હેટ્રિક લઈને મેચ પલટી નાખી. જો કે, તે પોતાની ટીમને જીત ન અપાવી શક્યો, કારણ કે છેલ્લા બોલ પર જ્યારે જીતવા માટે પાંચ રન બનાવવાના હતા, ત્યારે નિખિલ ચૌધરીએ સિક્સર ફટકારીને વોશિંગ્ટન ફ્રીડમને જીત અપાવી દીધી.

હુસૈનની કરિશ્માઈ ‘ઓવર’

જણાવી દઈએ કે, મેજર ક્રિકેટ લીગમાં પણ આઈપીએલના માલિકોની જ ટીમો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના માલિકની જ ટેક્સાસ સુપર કિંગ્સ છે. એટલા માટે જ બંનેના નામ મળતા-આવતા છે. હવે વાત કરીએ અકીલ હુસૈનની કરિશ્માઈ છેલ્લી ઓવરની તો, મેચમાં ટેક્સાસ સુપર કિંગ્સની હાર નક્કી લાગતી હતી. 19 ઓવરમાં વોશિંગ્ટન ફ્રીડમનો સ્કોર 6 વિકેટે 180 રન થઈ ગયો હતો. હવે છેલ્લી 6 બોલમાં જીતવા માટે 6 રન બનાવવાના હતા.

છેલ્લી ઓવરના દરેક બોલનો ‘રોમાંચ’

વોશિંગ્ટન ફ્રીડમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 6 રનની જરૂર હતી. ક્રીઝ પર ઓસ્ટ્રેલિયાના નિખિલ ચૌધરી 18 બોલમાં 21 રન અને દક્ષિણ આફ્રિકાના માર્કો યાનસેન ત્રણ બોલમાં 9 રન પર હતા. એવું લાગી રહ્યું હતું કે, આ બંને સરળતાથી પોતાની ટીમને જીત અપાવી દેશે પરંતુ અકીલ હુસૈને મેચ પલટી નાખી.

  1. છેલ્લી ઓવરનો પહેલો બોલ- કોઈ રન નહીં
  2. છેલ્લી ઓવરનો બીજો બોલ- વિકેટ
  3. છેલ્લી ઓવરનો ત્રીજો બોલ- વિકેટ
  4. છેલ્લી ઓવરનો ચોથો બોલ- વિકેટ
  5. છેલ્લી ઓવરનો પાંચમો બોલ- LBW ની જોરદાર અપીલ થઈ. લેગ બાયના રૂપમાં સિંગલ રન આવ્યો.
  6. છેલ્લી ઓવરનો છઠ્ઠો બોલ- સિક્સ (નિખિલ ચૌધરીએ સિક્સર ફટકારીને વોશિંગ્ટન ફ્રીડમને મેચ જીતાડી દીધી.)

જે ક્યારેય ન થયું તે હવે થયું! 149 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આ ‘વર્લ્ડ રેકોર્ડ’, ક્રિકેટ ઇતિહાસના પાના બદલાઈ ગયા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">