અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરીને બેંગકોકથી આવેલા એક મુસાફરની ટ્રોલી બેગમાંથી અંદાજે 11 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. બેંગકોકથી આવેલા એક શંકાસ્પદ મુસાફરની તપાસ દરમિયાન તેની ટ્રોલી બેગમાંથી અંદાજે 11 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 11 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે.
સ્નિફર ડોગની મદદથી કરવામાં આવેલી તપાસમાં ટ્રોલી બેગમાં સિલ્વર રંગની પાંચ પોલિથીન બેગમાં ખૂબ જ ચાલાકીથી ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાય કોને થવાનો હતો તે દિશામાં તપાસ એજન્સીઓએ વધુ તપાસ તેજ કરી છે.
કોઈ ડાયેટ કે કસરત વગર ઘટી રહ્યું છે વજન? આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત
Follow Us
Latest Videos
