વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનો ‘નગ્ન નાચ’, ભરેલા તળાવોના નામે ગ્રાન્ટ લૂંટનારા કૌભાંડીઓને કોનું ‘પીઠબળ’?
સુરેન્દ્રનગરના લીંબડીમાં સરકારી યોજનાઓમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા સુજલામ સુફલામ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં સરકારી યોજનાઓમાં મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આરોપો સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો દાવો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
જણાવી દઈએ કે, ઝામડી, ગેડી જસમતપુર, જનશાળ અને દેવપરા ગામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી ગ્રામજનો સાથે સ્થળ પર પહોંચ્યા હતા. નૌશાદ સોલંકીએ સમગ્ર જિલ્લામાં સુજલામ સુફલામ યોજનાનું સૌથી મોટું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો છે.
મળતી માહિતી મુજબ, સરકારની મહત્વકાંક્ષી ‘સુજલામ સુફલામ યોજના’ અંતર્ગત લીંબડી વિસ્તારમાં કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો લાગ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, જે તળાવો વર્ષોથી પાણીથી ભરેલા છે, તેમાં પણ વહીવટી તંત્ર અને જવાબદારો દ્વારા કામગીરીના નામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
ગંભીર આક્ષેપ એવા પણ કરવામાં આવ્યા છે કે, વાસ્તવિક સ્થિતિમાં ભરેલા જોવા મળતા તળાવોમાં માત્ર કાગળ પર અથવા ખોટી રીતે કામ દર્શાવી દેવામાં આવ્યું હતું. આ તળાવના નામે માત્ર કામગીરીની વિગતો ઊભી કરીને મોટી રકમ બારોબાર ઉપાડી લેવામાં આવી છે અને ચૂકવણી પણ કરી દેવાઈ છે. એવામાં જવાબદાર અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
તંત્રની શરમ મરી પરવારી! રોડ બિસ્માર બનતાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોમાં ભારે જનઆક્રોશ, વોટ માંગનારા હવે ‘ક્યાં છુપાયા’?
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ગુજરાત ATS દ્વારા ભરૂચમાં જૈશ-એ-મોહમ્મદના સ્લીપર સેલનો પર્દાફાશ

